કંટેન્ટ પર જાઓ

ઊર્મિસાગરનું “સહિયારુ સર્જન”-મોનાબેન નાયક

જાન્યુઆરી 3, 2009

 urmino-saagar

 

 

 

 

 

કવિતા લખવાનો શોખ તો મને હતો જ, ત્યાં જ નવેમ્બર 2006માં એક દિવસ મારા પર સુરેશભાઇ જાનીનો ઇ-મેલ આવ્યો કે ઊર્મિસાગરે સહિયારું સર્જન નામની ગુજરાતી ભાષાની પોએટ્રી-વર્કશોપ શરુ કરી છે. સહિયારું સર્જન www.sarjansahiyaaru.wordpress.com બ્લોગ ઉપર જઇને કવિતાસર્જનનો જે વિષય આપ્યો છે તેના ઉપર કવિતા લખવાનો પ્રયત્ન કરજો. હું પણ ત્યારે નવો નવો બ્લોગર હતો એટલે ઉત્સાહમાં ને ઉત્સાહમાં સહિયારું સર્જન બ્લોગ ઉપર જેટલાં વિષયો જોયા તે બધા ઉપર અછાંદસ રચનાઓ લખી નાંખી.  કવિતા લખવાની અને ત્યાં મૂકવાની ખૂબ જ મજા આવી, કારણ કે જે લખ્યુ તે બધું તરત જ નામ સાથે પ્રસિધ્ધ તો થયું જ પણ બે ચાર અજાણ્યા મિત્રોએ મારા કાવ્યો વિશે સરસ પ્રતિભાવ પણ આપ્યો. સહિયારું સર્જન પર ત્યારે દર અઠવાડિયે વિષય બદલાતો હતો (હવે સમયમર્યાદાને કારણે મહિને એક જ વાર અપાય છે.) અને જેવો નવો વિષય મૂકાય એવી જ નવા નવા કવિઓની કવિતાઓ ત્યાં જોવા મળે. મને યાદ છે કે 2007માં વેલેંટાઇન પર ઊર્મિએ આપેલાં તમારા માટે પ્રેમ એટલે શું? વિષય પર મારા સહિત લગભગ 24-25 મિત્રોએ કવિતાસર્જનમાં ભાગ લીધો હતો. આ બ્લોગમાં નિયમિત ભાગ લેવાથી મારી સર્જન શક્તિને પણ સુંદર વણાંક મળ્યો. કંઇક આવું જ તો મને પણ જોઇતુ હતુ.

 

બે ચાર મહિના પછી જ્યારે સંપર્ક થયો ત્યારે ખબર પડી કે ન્યુ જર્સીમાં રહેતા મોનાબેન નાયક જે ગુજરાતી બ્લોગ જગતમાં ઊર્મિસાગરનાં નામે ઓળખાય છે જે આ બ્લોગ ચલાવે છે… જો કે, નેટ જગતમાં એ ઊર્મિની ઓળખથી જ પ્રચલિત હોઇ આપણે અહીં એને ઊર્મિ જ કહીશું. ઊર્મિ સાથે વાત કરતાં એમનું આ બ્લોગ શરૂ કરવા પાછળનું કારણ પણ જાણવા મળ્યું.  તેણીએ પણ કવિતાસર્જન કરવું હતું અને શું લખવું નાં પ્રશ્નોની વણજારમાંથી અને નિલમ દોશીની એક પોસ્ટમાંથી મળેલી પ્રેરણાને કારણે સહિયારું સર્જન બ્લોગનું સર્જન થયું.  ઊર્મિએ પણ સરસ લયબદ્ધ કવિતાઓ લખવી હતી અને તેથી જ એણે આ બ્લોગરૂપે ગુજરાતી કવિતાની વર્કશોપ જેવો બ્લોગજગતમાં સૌપ્રથમ અને નવતર પ્રયોગ કર્યો. ઊર્મિ સાથે વધુ વાતો કરતા લાગ્યું કે તેનામાં માતૃભાષા માટેનો લગાવ ઘણો ઉચ્ચ છે. મેં વેબ બ્લોગ વિશે જ્યારે એને વિગતે પુછ્યુ ત્યારે ઊર્મિનો પ્રત્યુત્તર હતો કે, એપ્રિલ 2006 થી મેં ગુજરાતી બ્લોગ્સ વાંચવાના શરૂ કર્યાત્યારબાદ લયસ્તરોથી પ્રેરાઇને જૂન માસથી વર્ડપ્રેસ પર ઊર્મિનો સાગરનામનો બ્લોગ શરૂ કર્યો હતોજેમાં હું સ્વરચિત રચનાઓ અને મનને ગમી ગયેલી અન્ય પ્રખ્યાત કવિઓની રચનાઓ પોસ્ટ રતી હતી… પરંતુ આગળ જતાં મેં મારી પોતાની વેબ સાઇટ ઊર્મિસાગર.કૉમ (www.urmisaagar.com) શરૂ કરી, જેમાં ઊર્મિનો સાગર (http://www.urmisaagar.com/urmi) બ્લોગ સ્વરચિત કવિતાઓ માટે અલગ ફાળવી ગાગરમાં સાગર’ (www.urmisaagar.com/saagar) નામે એક બીજો બ્લોગ્સ શરુ કર્યો છે, જેમાં મારા મનને સ્પર્શી જતી અનેક પ્રખ્યાત કવિઓની અલગ અલગ કવિતાઓ મૂકું છું, જેમાં ક્યારેક ક્યારેક સંગીતબદ્ધ રચનાઓ તો ક્યારેક સ્વરાંકન પણ મૂકવાનુ શરુ કર્યુ છે.  ઊર્મિએ મૂકેલી તાજેતરની જ એક પોસ્ટની વાત કરું તો એણે આપણા દુર્લભ ગુજરાતી તળપદા લોકગીતોની એક મજાની પોસ્ટ મૂકી છે, જે લોકગીતોને તાપી જીલ્લાનાં નિર્માણોત્સવનાં ભાગરૂપે સુરતનાં મેહુલ સુરતીએ સંગીતબદ્ધ કર્યા હતા…જે અહીં સાંભળી શકાશે… www.urmisaagar.com/saagar/?p=498 .

 

માત્ર ગમતાંનો ગુલાલ કરવાના હેતુથી બનાવેલા આ બ્લોગ્સમાં ઊર્મિ એમનો ઘણો અંગત સમય આપી ચૂક્યા છે અને હજીયે આપે છે.  નાનપણથી વાંચનપ્રિય ઊર્મિ 1990થી અમેરીકામાં વસવાથી સામાન્ય વાંચનને બાદ કરતાં માતૃભાષાનાં સારા સાહિત્યિક-વાંચનથી વિખૂટા થઈ જવાની ખોટને વર્ષો સુધી સતત અનુભવતા રહ્યા છે. વર્ષોથી સાલેલી એ જ ખોટને ધ્યાનમાં રાખી ઊર્મિ આજે માતૃભાષાની સેવા કરવાના આ નિ:સ્વાર્થ પ્રયત્નો કરે છે.  વિશ્વમાં ખૂણે ખૂણે વસતા વધુને વધુ ગુજરાતી લોકો જે માતૃભાષાથી ઓછેવત્તે અંશે વિમુખ થઈ ગયા છે, તેઓ ફરી ગુજરાતી ભાષાનાં ચાહકો બને એ માટે તેઓ શક્ય એટલા પ્રયત્નશીલ રહે છે.  ગુજરાતી નેટ જગતમાં ઘણા નવા નવા ગુજરાતી બ્લોગર્સને બ્લોગ્સ બનાવવાની પ્રેરણા આપી એમણે શક્ય એટલી જરૂરી સહાય પણ કરી છે.  નવા બ્લોગર્સને જરૂરી સલાહ-સૂચનો આપી પ્રોત્સાહન પણ આપે છે અને જરૂર પડે ત્યાં ઘણાને તકનીકી સહાય પણ કરે છે.  ઊર્મિ કહે છે કે આ ગુજરાતી બ્લોગ્સ ચલાવીને કંઇક અંશે માતૃભાષાની સેવા કરવાનો મળતો સંતોષ મારે માટે ખૂબ જ અમૂલ્ય છે અને આ નિ:સ્વાર્થ પ્રયત્નોથી બીજાને કેટલો ફાયદો થયો હશે એ તો મને ખબર નથી, પરંતુ મને પોતાને થયેલો સૌથી મોટો ફાયદો એ જ છે કે હું પોતે આજે ફરીથી માતૃભાષાની ઘણી નજીક જઈ શકી છું અને એનું શ્રેય માતૃભાષા પ્રત્યેનાં મારા પ્રેમ સહિત ગુજરાતી નેટ જગતને તેમ જ જૂજ બ્લોગરમિત્રોને ફાળે જાય છે… અને આનાં સંદર્ભમાં થોડા વખત પહેલાં મેં એક અછાંદસ પંક્તિ પણ લખી હતી,

ભાષા આવીને મને એમ વરી આજે,

ખોવાયેલ મારું કોઈ ઘરેણું હતી જાણે.

 

થોડીક વધુ ચર્ચા આગળ વધારવાના હેતુથી મેં ઊર્મિને પુછ્યુ, તમે તો અંગ્રેજી અને ગુજરાતી બન્ને જાણો છો તો બ્લોગ ગુજરાતીમાં કેમ?  મીઠા હાસ્ય સાથે તેમનો પ્રતિભાવ હતો, અમેરીકામાં અંગ્રેજીની ક્યાં નવાઇ છે?!  હા, નવાઇ છે તો આપણા ગુજરાતીઓની વચ્ચે રુંધાતી આપણી ગુજરાતી ભાષાનીઅને આમ પણ, બાર ગામે બોલી ભલે બદલાતી હોયપણ એથી અંતરની બોલી થોડી બદલાય જાય છે!!  અંતરની બોલી બોલવાની મઝા આપણી માતૃભાષા ગુજરાતી સિવાય દુનિયાની બીજી કોઇ પણ ભાષામાં આવી જ કેવી રીતે શકે?!

 

2006થી ઊર્મિનો સૌથી મોટો ફાળો ગુજરાતી સક્રિય થયેલા બ્લોગર્સને એકત્રીત કરવાનો જાગરુક પ્રયત્ન છે. ઊર્મિએ તેમનાસહિયારું સર્જનબ્લોગ પર એક લિસ્ટ બનાવ્યું છે, (http://www.sarjansahiyaaru.wordpress.com/gujarati_blog_jagat) જેમાં લગભગ 130 થી પણ વધુ ગુજરાતી બ્લોગ્સ છે.  અને લિસ્ટમાં ન હોએ એવા પણ કેટલાયે  જેના પરથી ખ્યાલ આવે છે ગુજરાતી નેટ જગત કેટકેટલા સાહિત્ય અને ભાષાનાં જીવોને આકર્ષી રહ્યું છેતો એનું ભાવિ તો ઉજળું હોવાનું ને!  જો કે, હવે ગુજરાતી બ્લોગ્સ રોજ રોજ વધતાં જતા હોઈ ક્યારેક આ લિસ્ટને અપડેટ કરવું એમને માટે મુશ્કેલ થઈ જાય છે.

 

ઊર્મિનું બ્લોગ માટેનુ આકર્ષણ વધવાનુ તેમનુ ચિંતન એ હતુ કે  ગુજરાતી સાહિત્યનાં વિવિધ પુસ્તકો એટલી સરળતાથી ઉપલબ્ધ નથી હોતા, જેટલી સરળતાથી બ્લોગ પર વિવિધ પ્રકારનું વાંચન સરળતાથી મળી રહે છેખાસ કરીને અમારા જેવા પરદેશીઓ માટે!  દેશમાં તો લાયબ્રેરીમાં પણ વિવિધ પ્રકારનું વાંચન મળી રહેતું હોય છે.  પરંતુ અહીં પરદેશમાં દેશથી ખરીદીને લાવેલા પુસ્તકો સિવાય બીજો કોઇ ખાસ સ્ત્રોત નથી હોતો…. અને ખરીદીને લાવીએ તો પણ કેટલા? આવી પરિસ્થિતિમાં નેટ પર ગુજરાતી સાહિત્યનું આટલી સરળતાથી વાંચન ઉપલબ્ધ થવું એ અમારે માટે એક વરદાનથી ઓછું નથી!  વળી, નેટ પર એકબીજા સાથે ગમે ત્યારે સરળતાથી સાહિત્યની ચર્ચા થઇ શકે છે, જે રૂબરૂ બિલકુલ શક્ય નથીકારણ કે અહીં સમય અને સ્થળની મર્યાદા આવી જાય છે.

 

 ગુજરાતી બ્લોગ જગતને લીધે તેમને ઘણા ઉચ્ચ કક્ષાના સ્નેહીમિત્રો મળ્યાં છેજેઓએ હંમેશા તેમની સ્વરચિત કવિતાઓ વાંચીને ક્યાંક તેમનો ઉત્સાહ વધાર્યો છે તો ક્યાંક ભૂલ થઇ ગઇ હોય તો હકથી તેમનો કાન પણ પકડ્યો છે!  ઘણાં કવિમિત્રોની ટીપ્પણીઓને લીધે તેમને ઘણું નવું નવું જાણવા અને શીખવા મળ્યું છે.  જેને લીધે આજે તેમનું લખાણ પણ ઘણું સુધર્યું છે અને એમની કવિતાની ગુણવત્તા પણ ઘણી સારી થઈ છે.  ઊર્મિ માત્ર નિજાનંદ માટે ખતાં હોઈ એમણે ભાષાનાં વ્યાકરણ કે છંદ પ્રત્યે પહેલાં ક્યારેય આટલું ધ્યાન આપ્યું ન્હોતુંપરંતુ જ્યારથી પોતાની રચનાઓનો મના બ્લોગ પર ગુલાલ કરવા માંડ્યા ત્યારથી ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃત એવા ઘણા મિત્રો, વિશે એમનું ધ્યાન દોરતા ગયા અને રીતે તેઓ ઘણું ઘણું શીખતા યાઅને હજીયે શીખે છે, જેમ કે છંદ!

 

ત્રણ વર્ષની વેબ યાત્રામાં વિશ્વનાં દરેક ખૂણામાં તેમની વેબસાઇટનાં વાંચકો છે અને નિજાનંદ માટે લખાતા તેમનાં કાવ્યો જોડકણાથી આગળ વધીને હવે છંદોબદ્ધ ગઝલો અને લયમય ગીતો સ્વરૂપે પ્રગટ થઈ રહ્યા છે, અને તેઓ સાહિત્યિક અને વાંચકમિત્રોની ઘણી ચાહના પણ મેળવી રહ્યા છે. શાળામાં લખેલા નિબંધોથી આગળ વધીને લઘુ-નવલકથાઓ માં પણ તેમણે તેમની કલમ ચલાવી છે. જે અમારા અન્ય બ્લોગ www.gadyasarjan.wordpress.com ઉપર જોવા મળશે. ટેકનોલોજીનો ગુજરાતી સાહિત્ય સંવર્ધન અને સંરક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરનાર યુવા પેઢીની ઊર્મિ સફળ સુકાની છે.      

vishu-holiday-greeting20091

Advertisements
6 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 12:11 પી એમ(pm)

  ઉર્મિ … જેણે ઉર્મિભરેલ હૈયાનાં સ્પંદનો ને શબ્દોમાં કંડારીને માનવમનની

  સંવેદનાઓ ને વાચા આપી છે …!! તેનાં દરેક કાવ્યોમાંથી ઉર્મીઓ છલક્તી રહે છે

  અને વાંચક વર્ગના સાગર તરફ વહેતી રહે છે … ખૂબ ખૂબ અભિનંદન ઉર્મિ..!!

 2. જાન્યુઆરી 16, 2009 2:42 પી એમ(pm)

  Dear Urmi,

  Keep doing good work.
  We always love to read and now listen to your selected songs!
  Regards

  Geeta and Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 3. જાન્યુઆરી 30, 2009 1:02 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ્સમાં મારી અભિરૂચી વધારી ભાષા તરફના મારા પ્રેમને અતૂટ બનાવનાર ઊર્મિ સૌ ગુજરાતી ભાષાપ્રેમીઓ ને માટે ‘પ્રેરણા’નું કદી ન સૂકાય એવું ઝરણું છે.

 4. ફેબ્રુવારી 1, 2009 4:20 એ એમ (am)

  વિજયભાઈએ મને મારી ભૂલ સુધારતા જણાવ્યું કે ‘પ્રેરણા’નું ‘ઝરણુ’
  નહી પણ ‘પ્રેરણાનો કદી ન સૂકાય એવો મહાસાગર’. આભાર, વિજયભાઈ.

 5. Haresh Kanani permalink
  નવેમ્બર 1, 2009 5:30 પી એમ(pm)

  બ્લોગ પર આવવુ ખુબ જ ગમ્યુ.
  હું તમને મારા બ્લોગ પર આવવાનુ નિમંત્રણ આપુ છુ. આપનો પ્રતિભાવ ચોક્કસથી આપજો.
  http://palji.wordpress.com

 6. snehaakshat permalink
  નવેમ્બર 7, 2009 3:31 પી એમ(pm)

  “SAHIYARU SARJAN” kem update nathi thatu? amara jeva nava nishaliya ne e bahu madadrup thase..ane agar jo update thatu hoy to mara dhyaan bahar che to mane plz link aapi shakso?

  Sneha-akshitarak.
  my email address: sneha_het@yahoo.co.in

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: