Skip to content

“શબ્દારંભે”-દેવિકાબેન ધ્રુવ

જાન્યુઆરી 3, 2009

327642175_781c82c9f7_m 

 

 દરેક શબ્દારંભે એક અક્ષરનો ઉપયોગ અને તે અક્ષરનાં સહારે કાવ્ય રચનામાં દેવિકાબેન ધ્રુવ માહેર થતા જાય છે.તેમની વેબ સાઈટ www.devikadhruva.gujaratisahityasarita.org ઉપર તમે મુલાકાત લેશો તોની કલમ,”નો ખિતાબ ,”ની નજર,”નું મુક્તક,”“-માની મમતા-,”ની વધામણી જેવા કેટલાય સુંદર કાવ્યો જોવા મળશે.

 

ઉપર આટલા બધા શબ્દો મળવા લગભગ અશક્ય લાગે છતા જુઓ તેમની મસ્તી..

 

ખરો ખિતાબ ખેડૂતને ખોળે,

 

ખરો ખિતાબ ખેડૂતને ખોળે,

ખેતીમાં ખુદનું ખોળિયું ખોવે;

ખૂણે ખાંચરે ખેતર ખેડે,

ખેડૂત ખાટલે ખુશીથી ખીલે.

ખેદેવો ખુશકિસ્મતી ખેરવે;

ખાંડખજૂરના ખાદ્યો ખડકે.

ખગોળે ખેચર ખેલો ખેલે,

ખેડૂત ખાલી ખોલી ખોલે.

ખોળાના ખુંદનારનો ખાલીપો ખટકે,

ખીણશો ખાલી ખાલી ખખડે;

ખોતરી ખામોશી ખ્યાલોમાં ખૂંદે,

ખેંચે ખમીર ખેતીના ખીલે.

ખમ્મા ખમ્મા, ખોબે ખોબે,

ખરો ખિતાબ ખેડૂતને ખોળે.

 

તેમની ભાવના છે તેઓ આખો કક્કો રીતે લખશે. 

 તેઓ બહુ નમ્રતા થી લખે છે 

અક્ષરોને ઓળખતી થઈ ત્યારથી લખતી થઈ. શબ્દો સાથે મારી પહેલી પ્રીત. વાંચન સાથે ઊંડો લગાવ. અગિયાર વર્ષની ઉંમરે પહેલી રચના કરીતમન્ના“… સાચવવાની ત્યારે તો સુઝ નોતી. માનીતા શિક્ષક્ને આપી ખુશ થઇ. પણ સ્મ્રુતિના ખાનામાંથી બે લીટીઑ હજી યાદ છે. 

લાવુ નંબર એસ.એસ.સી.માં કેન્દ્ર અમદાવાદમાં,

કરુ પ્યારી શાળાના નામને રોશન અમદવાદમાં.”

 

તમન્ના કોલેજની યુનિ.ડીગ્રીમાં સંસ્ક્રુતગુજરાતી સાથે સુવર્ણચંદ્રક વિજેતા બની ત્યારે પુર્ણ થઈ.તે પછી તો ઈશ્વરનિર્મિત વિશ્વના મંચ ઉપર વિવિધ રુપ ધર્યા અને રોલ ભજ્વ્યા. ઘણાં દ્ર્શ્યો ફર્યા, અંકો બદલાયાં.બાળકીમાથી ક્યારે દાદી બની ખબર પડી.પણ દરેક રોલમાં સફળતા અને સંતોષની લાગણી અનુભવી.

 

સર્જનહારના જગતમાંથી જાણેલી અને માણેલી રચનાઓ રજુ કરવી પણ એક નવો રોલ છે ને ?

શબ્દોને પાલવડે રમતી આવી છું,

ભાવોની સંતાકુકડી ખેલતી આવી છું;

અર્થોના ઝોલે ખુબ ઝુલતી આવી છુ,

સાહિત્યના વિશાળ આકાશમાં વિહરવા આવી છું.

દેવિકા બહેન નો પહેલો કાવ્ય સંગ્રહ બહુ ટુંક સમયમાં આપણ ને મળશે તેવી અપેક્ષા

ગુજરાત દર્પણ ન્યુ જર્સી ખાતે બટ મોગરો વિભાગમાં વધુ પરિચય Batmogr_oocto10

દેવિકા રાહુલ ધ્રુવ

 

એક વધુ પરિચય-્પી  કે દાવડા

clip_image002[2]

 

દેવિકાબહેનનો જ્ન્મ ગુજરાતના એક ખુબ નાના ગામ ભૂડાસણમાં ૧૯૪૮ માં એક મધ્યમવર્ગી કુટુંબમાં થયો હતો. પિતા મેટ્રીક પાસ થયેલા જ્યારે માતા પાંચ ધોરણ સુધી ભણેલા હતા.

 

દેવિકાબહેનનો પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ ૧૯૫૪ થી ૧૯૬૪ સુધી અમદાવાદની મ્યુનિસિપાલિટિ કન્યાશાળામાં થયો. નબળી આર્થિક પરિસ્થિતિને લઈ પરીક્ષા વખતે એમને મ્યુનિસિપાલિટિના દીવા નીચે બેસીને અભ્યાસ કરવો પડતો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. શાળામાં શિક્ષણ ફ્રી હતું, નોટબુક અને પુસ્તકો કોઈને કોઈ સહાયક પાસેથી મળી રહેતા. અભ્યાસ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય-નાટક વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા. વાંચનનો શોખ ખૂબ નાની ઉંમરથી જ હતો અને ખૂબ નાની વયે શેર શાયરીનો શોખ પણ કેળવેલો. પંદર વર્ષની વયે એમણે પહેલી કવિતા લખીને એમના શિક્ષકને આપી હતી.

 

૧૯૬૪ માં S.S.C. ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં એડમીશન લીધું. સંસ્કૃત અને ગુજરાતીને મુખ્ય વિષય લઈ, ૧૯૬૮ માં B.A. ની ડીગ્રી પ્રાપ્ત કરી. B.A. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને સોમૈયા ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર ઈનામો પ્રાપ્ત કરેલા. નગીનદાસ પારેખ, મધુસુદન પારેખ અને યશવંત શુક્લ જેવા શિક્ષકોનો એમને લાભ મળેલો. એક કાવ્ય પઠન સ્પર્ધામાં ઉમાશંકર જોશીને હસ્તે એમને ઈનામ મળેલું. કોલેજની ઈતર પ્રવૃતિઓમાં એમના એક નાટકને પ્રથમ ઈનામ મળેલું અને એમની એક નૃત્ય નાટિકાની દિલ્હીમાં રજૂઆત થયેલી. સંસ્કૃત ભાષામાં બોલવાની હરિફાઈમાં પણ એ પ્રથમ આવેલા.

 

clip_image003[2]     (શ્રી ઉમાશંકર જોશીને હસ્તે ઈનામ)

 

S.S.C. માં ખૂબ જ સારા માર્કસ આવ્યા હોવા છતાં કુટુંબને મદદરૂપ થઈ શકાય એટલા માટે આર્ટસ શાખા પસંદ કરેલી. સવારની કોલેજ પતાવી, બપોરે ટ્યુશનો અને ટાઈપીંગ વગેરેના પાર્ટ ટાઈમ જોબ્સ કરવાનું શરૂ કર્યું. આર્થિક કારણોસર જ બી.એ. પાસ થયા પછી એમ.એ. કરવાને બદલે પૂરા સમયની નોકરી સ્વીકારી. ૧૯૬૮ માં ગુજરાત યુનિવર્સિટિના પોસ્ટ ગ્રેજ્યુએશન વિભાગમાં કામ મળ્યું.

 

 

 

clip_image005[2]૧૯૭૧ માં નાગર પરિવારના, રણજી ટ્રોફીના પ્લેયર અને અમદાવાદના જાણીતા ક્રિકેટર રાહુલ ધ્રુવ સાથે પ્રેમલગ્ન કર્યા. લગ્ન બાદ પણ ગુજરાત યુનિવર્સિટિની નોકરી ૧૯૮૦ સુધી ચાલુ રાખી. દરમ્યાનમાં એમના બે પુત્રોનો જન્મ થયો. ૧૯૮૦ માં દેવિકાબેનના મોટાં બહેનની સ્પોન્સરશીપ મળતાં ચારે જણ ગ્રીનકાર્ડ પર કાયમી વસવાટ માટે અમેરિકા આવી ગયા. એમનાં બધાં જ ભાઈ બહેનો અમેરિકામાં જુદા જુદા શહેરમાં છે અને બધાં જ કલાકાર છે. નસીબ જોગે, દેવિકાબહેનને એમના યુનિવર્સિટિના એકાઉન્ટ વિભાગના અનુભવને લીધે, ન્યુયોર્કની બેંક ઓફ બરોડામાં નોકરી મળી ગઈ. ૧૯૮૦ થી ૨૦૦૩ સુધી, ૨૩ વર્ષ સુધી બેંકની આ નોકરી જાળવી રાખી. ૨૦૦૩માં કુટુંબે ન્યુયોર્કથી હ્યુસ્ટન સ્થળાંતર કરવાનું નક્કી કર્યું એટલે દેવિકાબહેને બેંકની નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. હ્યુસ્ટનમાં પણ એમને સ્થાનિક શાળામાં નોકરી મળી ગઈ. ૨૦૦૩ થી ૨૦૦૮ સુધી શાળામાં પૂરા સમયની નોકરી કરી. હાલ શાળામાં પાર્ટટાઈમ કાર્યરત છે. આમ એમણે જીવનમાં સતત કાર્યરત રહી મહિલાઓ માટે એક અનુકરણિય ઉદાહરણ પુરૂં પાડ્યું છે.

 

આ બધા વર્ષ દરમ્યાન એમનો સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જળવાઇ રહેલો. હ્યુસ્ટનમાં આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતામાં સક્રીય થયા અને પછી એમની લેખનપ્રવૃત્તિ વેગવંત બની. એમણે ગુર્જરી, ગુજરાત દર્પણ, ફીલીંગ્સ, ઓપિનીયન, કુમાર વગેરે સામયિકો અને ટહુકો, અક્ષરનાદ, લયસ્તરો, રીડ ગુજરાતી, વેબ ગુર્જરી, આસ્વાદ જેવા જાણીતા બ્લોગ્સમાં પોતાના ગીત અને ગઝલ મૂકવાના શરૂ કર્યા. એમની રચનાઓ ડલાસના રેડિયો આઝાદ, લંડનના સંસ્કાર રેડિયો અને અન્ય લોકલ રેડિયો સ્ટેશનો ઉપર પ્રસારિત થવા લાગ્યા. યુ ટ્યુબમાં પણ એમની અનેક રચનાઓ જોવા મળે છે. એમના પોતાના બ્લોગની લીંક છેઃ www.devikadhruva.wordpress.com

 

એમના ગીત, ગઝલ અને કાવ્યોના બે પુસ્તકો, શબ્દોને પાલવડે અને અક્ષરને અજવાળે પ્રસિધ્ધ થઈ ચૂકયા છે.

એમની એક રચનામાં દેવિકાબહેન યમરાજને કહે છે,

તું ગમે ત્યારે આવજે,

તારી સાથે ચાલી નીકળવાની કોઈ આનાકાની નહિ કરૂં,

માત્ર એક જ વિનંતી છે કે યાદગાર રીતે આવજે,

ભવ્યતાથી આવજે,

સૌને ગમે એવી રીતે આવજે અને હા,

થોડી આગાહી આપજે જેથી હું સજી ધજીને તૈયાર રહું,

અને જેમ જન્મનું સન્માન થાય છે તેમ તારૂં પણ સન્માન થાય.”

બીજી એક અનોખી સિધ્ધિ તે ‘શબ્દારંભે અક્ષર એક’નો તેમનો નવીન પ્રયોગ જેમાં ‘ક’થી ‘જ્ઞ’ સુધીના તમામ અક્ષરો પર જુદી જુદી ગૂંથણી કરી છે. દા.ત. “કોમળ કોમળ કરમાં કંગન,કંચન કેરાં કસબી કંકણ…” “પહેરી પાયલ પનઘટ પર,પનિહારી પલકે પાંપણ પલપલ..” “મેવાડની મીરાંને માધવની મમતા,માધવને મથુરાના માખણની મમતા.”વગેરે.. ગદ્યમાં પણ તેમને સારી ફાવટ છે.

 

દેવિકાબહેનની રચનાઓમાં આનંદ-ઉલાસ છે, ભક્તિ છે, જીવનની સચ્ચાઇઓ છે, કુદરત છે અને સુફી તત્વજ્ઞાન પણ છે. મિત્રો, ગુગલની મદદ લઈ એમની રચનાઓ જરૂર માણજો.

 

-પી, કે, દાવડા

 

Advertisements
One Comment leave one →
  1. જાન્યુઆરી 16, 2009 12:17 પી એમ(pm)

    દીદી .. આપના ” કક્કા – બારક્ષરી ” વાળા કાવ્યો ખરેખર લાજવાબ છે .. હાર્દિક અભિનંદન ..!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: