કંટેન્ટ પર જાઓ

શબ્દ-સાગરના કિનારે…રાજીવ ગોહેલ

જાન્યુઆરી 3, 2009

raju.jpg

હાલ મેલબોર્ન (ઓસ્ટ્રેલીયા) નિવાસી રાજીવ વડોદરા એમ. એસ. યુનીવર્સીટીમાં કોમ્પ્યુટર ઈન્જીનીયરીંગનો વિદ્યાર્થી રહ્યો હતો  તેવી ખબર પડી ત્યારે કોમ્પ્યુટરની વાતોમાં વધારે હુંફ આવી. ઘણી વાતો પરથી લાગતુ હતુ કે ભગ્ન હૈયાનો આ રાજવી માણસ તેના દર્દને બહુ જ સરસ રીતે વ્યક્ત કરી શકે છે. તેમનો પરિચય આપતા તેમણે લખ્યુ હતું કે “હું ખુબ ચિક્કાર જીવ્યો છું… ખુબ પ્રેમ કર્યો છે… ખુબ દુઃખો સહન કર્યા છે… જીવનમાં અનેક ભુલો કરી છે… અનેક લોકોને મેળવ્યા છે અને લગભગ બધાને ગુમાવીને કઇ કેટલાય અનુભવો નો ખજાનો ભરી બેઠો છું…! અને છતાં હું જીવન વિશે, પ્રેમ વિશે કે સંબંધ વિશે કઇ પણ નથી જાણતો…! યાદ નથી આવતુ, પ્રથમ વાર ક્યારે કલમ પકડીને કઇક એવુ લખવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો કે જે દિલને આનંદ આપે, અને ઘણી વખત આંખોમાં આંસુ ભરી જાય…!
 
પ્રથમ કવિતા લખવાનો આનંદ મારા માટે, પ્રથમ પ્રેમ કરતા જરાય ઓછો ન હતો…! ત્યાર પછી તો મે અનહદ પ્રેમ કર્યો છે, કાવ્યને, ગઝલને, અને કઈ કેટલીય વાર આ હૃદયના ટુકડા થયા, અને આ દુનિયાએ અને મારા જીવનમાં મળેલા મિત્રોએ, પ્રેમીકા(ઓ)એ મને પુરતો સમય અને સંજોગ આપ્યો કે હું લખી શકુ…! અને સાથે સાથે જીવી પણ શકું… આ હૃદયને એવુ તો પથ્થર-સમ બનાવી દીધુ છે કે કોઈ પણ લાગણી હવે અંદર જઈ અસર કરી શક્તી નથી.
 
અહી એક ખુબ જ સામાન્ય માણસ શ્વસી રહ્યો છે…!”
 
મારા પ્રશ્ન બ્લોગ ચાલુ કરવાની પ્રેરણા ક્યાંથી મળીનો પ્રત્યુત્તર હતો
 
બ્લોગ ચાલુ કરવાની પ્રેરણા મુખ્યત્વે ઇન્ટરનેટ પરના બે બ્લોગ જોઈને મળી હતી… પ્રથમ હતો ડો. વિવેકભાઈનો બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’ અને બીજો જયશ્રીજીનો બ્લોગ ‘ટહુકો.કોમ’…!
 
આમ તો કોમ્પ્યુટર અને ઇન્ટનેટ મારા માટે કોઈ નવો વિષય ન હોવાથી કોઇ વધારે પડતો પરિશ્રમ કરવો પડ્યો ન હતો… પ્રથમ ફક્ત મારી પોતાની સ્વ-રચિત રચનાઓથી બ્લોગની શરુઆત કરી હતી… ત્યાર બાદ અન્ય કવિઓની મને ગમતી રચનાઓ પણ મારા બ્લોગ પર આપવાની શરુઆત કરી… અને પછી એક ખુબ જ મોટુ પગલુ – મિર્ઝા ગાલિબની ગઝલોનુ ગુજરાતી અનુવાદ રચના સાથે આપવાનુ ચાલુ કર્યુ… મને ખ્યાલ છે ત્યાં સુધી મિર્ઝા ગાલિબની રચનાઓનુ ગુજરાતી અનુવાદ તમને મારા બ્લોગ સિવાય કશે જોવા નહી મળે… મે અત્યાર સુધીમાં લગભગ ૩૦ જેટલી ગાલિબની ગઝલોને અનુવાદ સહિત મારા બ્લોગ પર મુકેલી છે અને તેની સંખ્યા વધ્યા કરે છે…!
 
બીજા પ્રશ્ન બ્લોગીંગ દરમ્યાન થયેલ અનુભવ વિશેનો રાજીવનો પ્રત્યુત્તર હતો
 
આમ તો તમામ બ્લોગર મિત્રો ખુબ જ આત્મીય છે અને ડગલે અને પગલે મદદ કરવા તૈયાર ઉભા જ હોય છે… સાથે સાથે ઘણા મિત્રો તમારા આત્મવિશ્વાસને વધારવા માટે અને તમારી પ્રગતિ થાય તેવા સુચનો અને મદદ આપતા રહે છે… મે અછાંદસ રચનાઓથી બ્લોગની શરુઆત કરી હતી અને અત્યારે હું છંદબધ્ધ રચનાઓ લખી રહ્યો છું… આ સુખદ ફેરફારની પાછળ ઘણા મિત્રોનો સિંહફાળો છે… જેમાં પ્રિય જુગલકાકા, ડો. વિવેકભાઈ, પ્રિય મિત્ર હેમંત પૂણેકર, અને બીજા કેટલાય મિત્રોનો આભાર જેટલો માનુ એટલો ઓછો છે…!
 
અંગત રીતે રાજીવ માને છે તેના કાવ્યોમાં છંદ બધ્ધતા આવવામાં બ્લોગીંગની મદદ અને મઝા અનન્ય છે રાજીવનાં બ્લોગની લીંકઃ http://bhaviraju.wordpress.com/
 

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 13, 2009 1:39 એ એમ (am)

  Thank you Vijaybhai…!

  All the best for your future work.

 2. જાન્યુઆરી 16, 2009 1:36 પી એમ(pm)

  Dear Rajiv,

  Happy New year.

  Keep up your good work.

  Rajendra

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: