Skip to content

વિશ્વના સર્વપ્રથમ ગુજરાતી એગ્રિગેટર (‘સમ્મેલન’)સોનલબેન વૈદ્ય.

જાન્યુઆરી 3, 2009

 

દાદાસાથે તે દિવસે વાત ચાલતી હતી અને મેં જીજ્ઞાસા વશ પુછ્યુંતમે દરરોજ સવારે બધા બ્લોગ ઉપર જઈને તમારો મત જાહેર કરો છો તો તમને ખબર કેવી રીતે પડે કે કોણે શું લખ્યુ છે? ત્યારે તેમનો પ્રતિભાવ હતોફોર એસ વીઉપર જઉં એટલે ત્યાંથી કોનો બ્લોગ  નવી કૃતિઓ લઈને આવે તે તરત ખબર પડે

 

ઈન્ટર્નેટ ના ગુજરાતી નાવિકો માટેફોર એસ વીશબ્દો ધ્રુવ સમાન છે. જોકે બહુ ઓછા લોકો બ્લોગ પાછળની જીવંત પ્રતિમા ને  ઓળખતા હશેસોનલબેન વૈદ્ય.

 

નામનો મહિમા સહુમાં સમાયેલો છે પણ અનામી રીતે, ખ્યાતિની ઝંખના વગર વર્ષો સુધી પાયાનુ ચણતર બહુ જુજ વ્યક્તિઓ કરી શકે. સોનલ બહેને તેમની કોમ્પ્યુટર સમજ થકી લોકસાહિત્યના પ્રણેતા ઝવેરચંદ મેઘાણી અને અન્ય ઘણા સાહિત્યકારો જે અમર વારસો મુકી ગયા છે તેને ઈન્ટર્નેટની લહેરો પર  જીવંત રાખવાનો સફળ પ્રયાસ કર્યો છે.

 

 તેમની સૌથી પહેલી વેબ સાઇટ છે http://www.forsv.com અને તેનુ નામ છે Potpourri of Thoughts. ગુજરાતી અર્થ ઘટન કરું તો તે છેવિચારોનો મઘમઘતો ગુલદસ્તોઅને થોડુક આગળ વિચારુ તોસુકાઇ ગયેલા પુષ્પોનો સંગ્રહીત પુષ્પ ગુચ્છ”. ઑક્ટોબર 2004 થી શરુ થયેલ પોર્ટલ 20800 જેટલા વિવિધ લેખો ધરાવે છે. અને નિયમિત રીતે રોજ નવુ અને અલભ્ય લખાણ અંગ્રેજીમાં મુકાય છે.

 

શાંત અનેલો પ્રોફાઈલસોનલબેન ના ગુજરાતી બ્લોગો વિશે થોડીક વધુ વાત કરું તો.

 

તેમનો વિશ્વનો પહેલો અને અગ્રણી ગુજરાતી બ્લોગ (‘પ્રભાતના પુષ્પો’) http://www.forsv.com/guju/  જે જાન્યુઆરી 2005માં શરુ થયો ત્યારે તેમણે શરુઆત નાં પાના ઉપર લખેલુ. “ કોઇ પણ વ્યક્તિ માતૃભૂમિ છોડી વિદેશ વસવાટે જાય ત્યારે માતૃભાષા થી પણ કંઇક અંશે વિખૂટુ પડી જાય છે આજ અજંપો તેને ભાષા અને ભૂમિ થકી કંઇક કરવા પ્રેરે છે અને પ્રેરણા સ્ત્રોત નું પરિણામ છેપ્રભાતનાં પુષ્પો”. 584 જેટલા કાવ્યો અને લગભગ 3 લાખ જેટલા મુલાકાતીઓ એમની વિરલ સિધ્ધિ કહી શકાય

તેમની કોમ્પ્યુટર સમજનો બીજો બહુ વ્યવહારીક અને ઉપયોગી પ્રદાન હતું  વિશ્વનું ગુજરાતી એગ્રિગેટર (‘સમ્મેલન’) http://www.forsv..com/sammelan ગુજરાતી બ્લોગો નો સમુહ છે.  વાચકોને રોજે રોજ ક્યાં નવુ શું મુકાયુ છે તેની જાણ કરે છે.મારા મતે તેમણે બ્લોગર અને વાચક ને એક સ્થળે ભેગા કરી બન્નેની ભુખ શમાવી છે. અને તેમ કરીને ગુજરાતી વાચકોને ગુજરાતી બ્લોગનો ખજાનો શોધવામાં ઘણી મોટી મદદ કરી છે. કોમ્પ્યુટર ટેકનોક્રેટ નુ કામ આટલે થી અટકતુ નથી. તેમણે ગુજરાતી બુલેટીન બોર્ડ બનાવી 200 કરતા વધુ ગુજરાતી પ્રેમીઓને એક મેક થી વાતચીત કરતા કર્યા http://www.forsv.com/vaat-chit દ્વારા.કદાચ તેમનો તેમની પેઢીના ટેકનોક્રેટ ને તેમના માતૃભાષા સંવર્ધન પ્રયાસો માટે એક કરવાનો પ્રથમ પ્રયાસ હશે.. તેઓ શ્રી સુરેશ જાનીના કાર્યને વધુ લોકભોગ્ય બનાવવા વિશ્વના સર્વપ્રથમ ગુજરાતી અગ્રણીઓની ઐતિહાસિક સમયરેખા ( ‘યાદી’ ) બનાવી. http://www.forsv.com/guju/yadi.

 

સરસ્વતીના વરદાનથી પુરસ્કુત વૈદ્ય પરિવારમાં જન્મેલા સોનલબેન ભૌતિકશાસ્ત્રના ઉચ્ચ સ્નાતક છે. પરદાદા ડૉ. પ્રાણજીવન વૈદ્ય વડોદરા રિયાસતના વરિષ્ઠ ડૉક્ટર હતા. દાદા  ડૉ. મનુભાઈ વૈદ્ય શિક્ષણ અને મનોવિજ્ઞાન  ક્ષેત્રે ડૉક્ટરેટ લઈ મુંબઈમાં ગુરુકુળ વિદ્યાલયોની શ્રુંખલા સ્થાપી, તેના પ્રિન્સીપાલ રહ્યા અને શ્રેષ્ઠ શિક્ષક નો રાષ્ટ્રિય પુરસ્કાર મેળ્વ્યો. પિતા સુરેશભાઈ જીવાણુશાસ્ત્રના ઉચ્ચ સ્નાતક અને દેશની અગ્રણી વેક્સીન (રસી) બનાવતી લેબોરેટોરીના માજી અધ્યક્ષ રહી ચુક્યા છે. માતા હંસાબેને રજાઓમાં કરાવેલી ગુજરાતી પુસ્તકોની લહાણીએ સોનલબેન ને અમેરિકામાં ગુજરાતીની ઉણપ વર્તાવી જે બ્લોગનો સ્તોત્ર બની. ભ્રાતા ડૉ. સંજય હ્રદયરોગ નિષ્ણાત છે. કૉમ્પ્યુટર ક્ષેત્રે વરિષ્ઠ વ્યાવસાયિક સોનલબેને તેમની કાર્યસુઝને ખાસ સમય ફાળવીને પોતાની માતૃભાષાના પ્રચલન થકી સરસ રીતે ઉપયુક્ત કરી છે.

પુરદેશમાં વસતા અને ઉગતી પેઢીના ગુજરાતી ઓનેગુજરાતની ઓળખાણ કરાવતી ચાવી કૉમ્પ્યુટરના કીબોર્ડ ની એક ક્લિક જેટલી દૂર છેઅને તે છે ‘forsv.com’

 

વિવેકાનંદે કહ્યુ હતુ ને કે મને દેશ દાઝ ધરાવતા 100 યુવાનો આપો અને હું દેશની કાયા પલટ કરી નાખીશ..કદાચ આવુ આપણી ભાષા માટે પણ છે.ગર્વ સાથે કહીશ કે તે માતૃભાષા માટેની દાઝ સોનલ બહેનમાં છે.એમના જેવા દસ યુવા ટેકનોક્રેટ માતૃભાષનાં ગૌરવને તેમના કાર્ય દ્વારા ઉચ્ચ સ્તરે લઇ જશે તેવી મને શ્રધ્ધા છે.

 

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 2:48 પી એમ(pm)

  Dear S.V.

  Stay Connected.
  Keep your good work going!
  Regards

  Geeta and Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 2. જાન્યુઆરી 16, 2009 5:51 પી એમ(pm)

  દીદી .. આપના આ સહુ પ્રથમ પ્રયાસ માટે ખૂબ અભિનંદન … ” વાતચીત ” પર

  વિવિધ વિષયો પર ઘણી માહિતીઓ મળે છે … આભાર ..!

 3. ફેબ્રુવારી 1, 2009 4:09 એ એમ (am)

  સોનલબેન સાથેના મારા સહકાર્ય દરમ્યાન મને એમની પાસેથી ઘણુ બધું શીખવાનું મળ્યું.
  ફોરએસવી બ્લોગના વાતચીત વિભાગ પર મને એમણે ગુજરાત અને ગુજરાતી ભાષા વિષેના સમાચારો દ્વારા ફાળો આપવા માટે ખૂબ પ્રોત્સાહન આપ્યું. સાથે સાથે આ જ વિભાગ પર કોઈ નવા મુદ્દા પર પણ સારી ચર્ચા થાય એવી એમની અભિલાષા પણ ખરી. આપણે બધાં મળીને એમની આ અભિલાષા પરિપૂર્ણ થાય એવો આપણે સફળ પ્રયત્ન કરીએ.

 4. સપ્ટેમ્બર 23, 2014 6:15 એ એમ (am)

  શ્રી પ્રવિણભાઈના બ્લોગ ઉપરથી આ બ્લોગનું સરનામુ મલ્યું. બહુ સુંદર છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: