કંટેન્ટ પર જાઓ

પરમ ઉજાસ- નીલમ દોશી

જાન્યુઆરી 3, 2009

 

 

હરેશભાઈ, પુત્રવધુ ડો. ગતિ અને નીલમબેન

 

પરમ ઉજાસ બ્લોગ ઉપરની મારી મુલાકાત ખુબ જ રસપ્રદ હતી. કલકત્તા પાસે હલ્દીયાથી લખતી આ લેખિકા ની વાર્તાઓ મને ઘણી ગમતી. ચાર પાના ભરી વાર્તાને માવજત આપી છેલ્લા પાનામાં વહેવારીક અને ચમત્કારીક પરિણામ જોવા મળે,,મારો ઇ પરિચય  ત્યારે થયો..જ્યારે તેમના ઘરમાં પિતાનુ મૃત્યુ થયુ. મૃત્યુના તે  પ્રસંગને કાવ્ય દેહ મળ્યો  તે ખરેખર ખુબ સચોટ હતો. કાવ્યમાં દુ:ખ તો હતુ પણ પિતાનુ મૃત્યુ આવી રીતે થશે તે કલ્પના નહોંતી..તે ઘટના પુખ્ત દિકરી તરીકે ખૂબજ સહજ રીતે વ્યક્ત કરી હતી તે કાવ્ય એમ સૂચવતુ હતુ કે તેઓ ધર્મ અને સાહિત્યના વાચક અને ઉચ્ચ સાહિત્યકાર થવાનાં દરેક ગુણ ધરાવતા હતા.

 

મેં તેમને જ્યારે પૂછ્યુ કે તમે વેબ ઉપર સક્રિય થયા તે સમય અને શરુઆતના પ્રસંગો વિશે કહો તો તેમનો પ્રત્યુત્તર ખુબ જ સરળ હતો.

હકીકતે પૂજા (તેમની દિકરી જે અમેરિકામાં છે.) દૂર હતી..અને હમેશ પૂછતી રહેતી, ;મમ્મી, આજે તેં નવુ શું લખ્યું ? મનેમોકલ…બરાબર એ જ સમયે રીડ ગુજરાતીના મૃગેશભાઇના સંપર્કમાં આવી. અને તેમણેબરોડામાં બેઠા બેઠા મને કલકતામાં બધું શીખડાવ્યુ. અને બ્લોગની શરૂઆત પુજાનાજન્મદિવસે તેને સરપ્રાઇઝ ગીફટ આપવા માટે કરી. જેથી મારું લખાણ તે રોજ વાંચી શકે અનેતેને પૂછવું ન પડે કે આજે શું લખ્યું ? અને બીજા કોઇને પણ વાંચવાની ઇચ્છા થાય તોવાંચી શકે…! બ્લોગ ની શરૂઆત નું મારું આ સાદુ અને સીધુ કારણ..
પરંતુ પછીવાચકોના પ્રતિભાવોથી ઉત્સાહ વધતો ગયો. નવા નવા મિત્રો બનતા ગયા. વિચારોની આપ લે થતીરહી. શરૂઆતમા ફકત મારું જ લખાણ મૂકતી પરંતુ પછી અન્ય લેખકોનું વાંચેલુ અને મને ગમેલુંપણ મૂકવાનું શરૂ કર્યું. આજે જોકે મોટે ભાગે મારું પોતાનું લખાણ જ મૂકુ છું. છતાંએવો કોઇ નિયમ નથી રાખ્યો. કયારેક કોઇ વાત બહુ સ્પર્શી જાય..ગમી જાય તો ગમતાનો ગુલાલકરવો ગમે  એ સ્વાભાવિક છે.


શરૂઆતમાં તો રોજ બે ત્રણ કલાક આની પાછળ ગાળતી…પરંતુહવે સમયને અભાવે બહુ થઇ શકતુ નથી. પરંતુ બની શકે ત્યા સુધી રોજ કે એકાદ દિવસછોડીને અપડેટ જરૂર કરતી રહુ છું.અને કરતી રહીશ. જયા સુધી કલમ ચાલુ રહેશે ત્યા સુધીબ્લોગ પણ ચાલુ રહેશે જ.

 

વેબ ઉપરનાં અનુભવો વિશે પૂછ્યું તો…..

 ખાસ અનુભવોની એકાદ ઝાંખી…. મારા સદનશીબે મને આવા ઘણાં વાચકોના પત્રો મળ્યા છે.સાસુ વહુની ડાયરી વાંચીને તેની કોપી કરી ..સાસુ, વહુ બંનેના હાથમાં એક એક નકલ આપી દઇ…બંને ને વિચારતા કરી દીધા..એવું જયારે  મને કોઇએ અંગત મેઇલમાં લખ્યું (તેની પરમીશન સિવાય નામ નહીં લખી શકું..) ત્યારે મને ખૂબ આનંદ થયો. ભાવવિશ્વ માં વિહરતી વખતે તો આવા અનેક અનુભવો થયા.યુ.એસ.થી અલ્પા શાહ નો મેઇલ આવ્યો..તેમના મમ્મી અહીં અમદાવાદમાં જીવનના છેલ્લા શ્વાસ લેતા હતા…અને તેમની ટિકિટ ચાર દિવસ પછીની હતી. તેઓ ડીપ્રેસનમાં આવી ગયા હતા. અને ત્યારે તેમણે તેમની વ્યથા ભૂલવા માટે ભાવવિશ્વની આ શ્રેણી ફરી એકવાર વાંચી ને પોતાની માતા સાથેના આવા જ સંબંધો યાદ કરીને તેમાંથી બહાર નીકળવાની કોશિશ કરી હતી. અને પછી અહીં આવ્યા ત્યારે ખાદ મને મળવા ઘેર આવ્યા અને બધી વાત કરી કે કઇ રીતે તેમને આ લખાણ ઉપયોગી બન્યું..ત્યારે તેમની સાથે મારી આંખોમાંથી પણ પાણી વહેતા હતા. બસ..લખાણની મારી બધી યે મહેનત આવા સમયે મને સાર્થક લાગે છે.આનાથી વિશેષ મૉટો બીજો કોઇ એવોર્ડ મારા માટે હોઇ શકે નહીં.લંડનથી ધ્વનિ જોશી તો આ વાંચીને હક્કથી મારી દીકરી..મારી ઝિલ બની ગઇ છે.જેને હજુ જોઇ નથી..છતાં…આવા અનેક સંબંધો જેવનને સભર બનાવી લીલુછમ્મ રાખે છે. કેટલું લખ્યું કે કેટલા એવોર્ડો મળ્યા એ કરતા પણ આ બધાને હું અમૂલ્ય માનું છું. આવા બીજા પણ ઉદાહરણો છે જ. જે મને લખવા માટે પ્રેરતા રહે છે.

 


આ ઉપરાંત ખાસ અનુભવમાં નવા ઉત્તમ મિત્રો નો સાથ..સહકાર…મોટેભાગે બધા સારા…ખૂબ સારા અનુભવો જ થયા છે.

બાકી કોમેન્ટ કોઇ લખે એ જરૂર ગમે..ખાસ કરીનેરચનાત્મક ટીકા થાય ત્યારે વધુ ગમે…પરંતુ કોઇ ન લખે તો પણ…હું કશુ કહી શકુ તેવીસ્થિતિમા નથી.. કેમકે આજે ગુજરાતી બ્લોગ ની સંખ્યા ઘણી વધી ગઇ છે. અને કોઇ પણવ્યક્તિ રોજ કેટલા બ્લોગ વાંચવાનો સમય ફાળવી શકે ?

 

 

તેમના વેબ પેજ http://paramujas.wordpress.com ઉપર તેમનો પરિચય આપતા તેમણે લખ્યુ હતુ:

જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનુંઅને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી..

 

આ કસોટીમાં તેઓ બહુ સુંદર રીતે બહાર આવ્યા જે તેમના બ્લોગ પર આવતી વાચકોની સંખ્યા બે વર્ષનાં ટુંકા ગાળામાં પચાસ હજાર કરતા વધારે સંખ્યા પરથી કહી શકાય. તેઓ માને છે કે

માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.કોઇ પણ માણસ સાવ ન ગમે તેવું કેમ બની શકે ? ખરાબ માં ખરાબ વ્યક્તિમાં પણ એકાદ અંશ તો કોઇ સારી વાતનો છૂપાયેલો હોય જ છે. બસ..આવશ્યકતા છે એ સારા અંશને શોધી તેને બહાર લાવવાની. અને કયારેક કોઇ એકાદ નાની વાત પણ કોઇના દિલને જાતે સ્પર્શી જાય ત્યારે તેનું સમગ્ર વ્યક્તિત્વ બદલાઇ શકે છે. એકાદ વાકયે ..કોઇ નાને વાતે અનેકના જીવનમાં પોઝીટીવ બદલાવ લાવી દીધો હોય તેવા ઉદાહરણોની ઇતિહાસમાં કમી નથી. બસ..એ જ શબ્દોની તાકાત..અને એ જ શબ્દોની સાર્થકતા..અને ત્યારે શબ્દો મહોરી ઉઠે…સુગંધથી છલકી ઉઠે. .

  પરમ સમીપે પર 21 જેટલા વિભાગો અને લગભગ 750 જેટલી રચનાઓ…અત્યાર સુધી મૂકાયેલ છે. અને શબ્દોની આ યાત્રા ચાલુ જ રહેશે. કદાચ અંતિમ શ્વાસ સુધી.. અહીં મારો  મુખ્ય હેતુ ફકત એટલો જ છેજે મને ગમ્યુ છેતે બીજા લોકો સાથે વહેંચ્યા કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે અને આદાન પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે કોઇ મને ચાહે અને સમજેઆ માનવસહજ સ્વભાવ છે પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેક માનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.

તેમનુ લેખન કાર્ય એ ઘણા સર્જકોને માર્ગદર્શન આપે છે અને તેમનુ વિષય વૈવિધ્ય તો ઘણું છે. જે એક લીટીની ખાટી મીઠી થી શરુ થાય અને ભાવ વિશ્વ જેવી ઉચ્ચ કક્ષાની નવલકથા સુધી વિસ્તરી શકે છે.

આ વેબ પેજ ઉપર દરેક ઉમરના વાચકોને ગમે તેવુ સાહિત્ય છે જ,

 તેમનું લેખન કાર્ય…::-  પ્રકાશિત પુસ્તક…” ગમતાનો ગુલાલ,…”.(ગુજરાત સાહિત્ય અકાદમીએપ્રકાશિત કરવા માટે પસંદ કરેલ પુસ્તક..) અને અન્ય બે પુસ્તકો પ્રકાશિતથવાની તૈયારી માં(ડોટર@મધર.કોમ..અને જન્મદિવસની ભેટ )

નિયમિત કોલમ : સંબંધ સેતુ. અનેજીવનની ખાટી મીઠી…” .સ્ત્રી માં દર અઠવાડિયે..વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિપ્રવાસી, મુંબઇ સમાચાર, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી, વિગર માં પ્રકાશિત થતી રહે છે. . ( 60 જેટલી વાર્તાઓ…ચાલીસ જેટલી લઘુકથાઓ..વીસ જેટલા નાટકો..વીસ જેટલા લેખો જુદા જુદા વિષયો પર..ચાર લલિત નિબંધો..પચ્ચીસ જેટલા કાવ્યો..વિગેરે અત્યાર સુધી પ્રકાશિત થઇ ચૂકયા છે. અને હજુ થતા રહે છે..

એક બિંદુ જેટલુ આ કામ છે..પણ એ બિંદુ સપ્તસિંધુથી સંકળાયેલું છે તેનું મને ગૌરવ છે. 
ઝાલરટાણુ નાટય રચના ઉપરાંતઅનેક શૈક્ષણિક કાર્યક્રમો રેડિયો પરથી પ્રસારિત   થયેલ છે. મકરંદ દવેના મારા પ્રિય કાવ્ય ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીએ..નો રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી કરાવેલ..તે યાદ રાખીને ગમતાનો ગુલાલ વેરવાની આ પ્રક્રિયા અહીં…આ શબ્દયાત્રા સ્નેહયાત્રા બની રહે..અને અવિરત ચાલુ રહેશે એ શ્રધ્ધા વધુ પડતી તો નથી ને ?

કલા છે ભોજય મીઠી; અને ભોકતા વિણ કલાનહીં..” કલાપીની આ પંક્તિ દરેક કલાકાર..સાહિત્યકાર માટે સાચી જ છે ને ?
અસ્તુ…વાચકો..ભાવકોના સ્નેહ ને   સલામ સાથે..                      

——–

જીવનની ગમતી ક્ષણો..એટલે મારી શબ્દયાત્રા….અને આ યાત્રામાં મિત્રો સામેલ થાય તો એથી વિશેષ રૂડું બીજું શું હોઇ શકે ? અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….અને એ જ આશા સાથે….અને શબ્દો જીવનમાં પણ મહોરી ઉઠે એ લેખન અને લેખકની કસોટી. એ કસોટીમાં કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણ નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના… ” મારું જીવન..એ જ મારો સંદેશ..’ એમ તો ગાંધીજી જેવા મહાન વ્યક્તિ કહી શકે..મારી એ પાત્રતા નથી..એ જાણું છું. પરંતુ કયારેક મારા શબ્દો..મારું લેખન.. એ જ મારું જીવન બની રહે…એવી ભાવના સાથે…

લેખન કાર્ય…: પ્રકાશિત પુસ્તક… ગમતાનો ગુલાલ,….(ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કરવા માટે પસંદ કરેલ પુસ્તક..) અને અન્ય બે પુસ્તકો પ્રકાશિત થવાની તૈયારી માં…

દીકરી મારી દોસ્ત…..પુસ્તક..ગુર્જર પ્રકાશન અમદાવાદ….

નિયમિત કોલમ : ” સંબંધ સેતુ. ” અને ” જીવનની ખાટી મીઠી…” .સ્ત્રી માં દર અઠવાડિયે..

વાર્તાઓ, લેખો, કાવ્યો, લલિત નિબંધો વિગેરે રચનાઓ અવારનવાર અખંડ આનંદ, નવનીત સમર્પણ, શબ્દ્સૃષ્ટિ, પરબ, દિવ્યભાસ્કર, સંદેશ, ગુજરાત,જન્મભૂમિ પ્રવાસી, મુંબઇ સમાચાર, ઉદ્દેશ, કાવ્યસૃષ્ટિ, શબ્દસર, વિચારવલોણુ, જનકલ્યાણ, સ્ત્રી, વિગર માં પ્રકાશિત થતી રહે છે. અને ભાવકોના સ્નેહભર્યા પ્રતિભાવોથી છલકી રહું છું.

” ઝાલરટાણુ ” રેડિયો પર પ્રકાશિત નાટય રચના…
અરૂપ શું બોલે ૵..દિવ્યભાસ્કર ગોલ્ડમાં પ્રકાશિત લઘુનવલ..

આ શબ્દયાત્રા સ્નેહયાત્રા બની રહે..અને અવિરત ચાલુ રહેશે એ શ્રધ્ધા વધુ પડતી તો નથી ને ?

સ્વાગત

સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છ ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.
એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પ્રુથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું? ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે. આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હ્ર્દય ઠાલવે જ છે.માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.
અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું.મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી..પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે.અને દરેક માણસ ને એક અપેક્ષા હોય જ છે કોઇ મને ચાહે અને સમજેઆ માનવસહજ સ્વભાવ છે પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેકમાનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકત કરી શકે છે ,તો કોઇ નથી કરી શકતા..એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે ,એ નશીબદાર છે જ.એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?
આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે.કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.( અને માત્ર હું શા માટે? દરેક દીકરી ની મા માટે આ સાચું નથી?)
અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?
મા બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્ક્રુત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે.સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે.એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને?આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.
એટલે દીકરી ને સમર્પિત કરતા, એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને?
બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે
અસ્તુ
આભાર
નીલમ દોશી  ( અમદાવાદ )

http://www.sabrasgujarati.com/1141/

http://www.globalgujaratnews.com/column/nilam-doshi-column/

મળવા જેવા માણસ-૪૮  (નીલમ દોશી)

Nolam Doshi

નીલમબહેનનો જન્મ ૧૯૫૫ માં પોરબંદરમાં થયો હતો. એમના પિતાનો અભ્યાસ અને બચપણ આફ્રીકામાં ગુજરેલું જ્યારે માતા જામખંભાળીયાના નગરશેઠની પુત્રી હતા. પિતા એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજર હતા. દાદાનો  પોરબંદરમાં ક્પડાંનો મોટો સ્ટોર  હતો. નીલમબહેનના જન્મ સમયે કુટુંબ આર્થિક રીતે સંપન્ન હતું.

નીલમબહેનનું પ્રાથમિક અને નવમા ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ પોરબંદરની શાળામાં થયું હતું. ભણવામાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. જ્યારે નીલમબહેન ત્રીજા ધોરણમાં હતા ત્યારે એમનો બીજો નંબર આવ્યો એમ કહ્યું ત્યારે અતિ સંવેદનશીલ સ્વભાવને લીધે લાગી આવતા નીલમબહેનને મરી જવાનો વિચાર આવ્યો. મરવું કેવી રીતે એ મૂંઝવણમાં પહેલા એ સમુદ્ર કિનારે ગયા, પછી વિચાર બદલી જંગલમાં ધ્રુવની જેમ તપ કરવા ગયેલા.  પણ આખરે  કોઇ પરિચિત વ્યક્તિએ  એમને ઘરે પહોંચાડી દીધા.

દસમા અને અગિયારમા ધોરણનો અભ્યાસ નીલમબહેને જેતપુરમાં કર્યો. અહીં એમની સાહિત્યમાં રૂચિ કેળવાઇ.  અહીંથી ૧૯૭૧ માં એમણે S.S.C. ની પરિક્ષા, તાલુકામાં પ્રથમ આવીને, પાસ કરી.

શાળાજીવન દરમ્યાન એમનો ફાજલ સમય અને વેકેશનનો સમય મોટેભાગે એમના શિક્ષકોને ત્યાં પસાર થતો. અહીં એમને નવા નવા પુસ્તકો વાંચવા મળતા, શું વાંચવું એનું માર્ગદર્શન મળતું, ચર્ચાઓ થતી, અને લખવા માટે પ્રેરણા મળતી. સાહિત્ય સર્જનનો પાયો નાખનાર શિક્ષકો સંધ્યાબહેન, ઉષાબહેન અને પ્રભાબહેનને નીલમબહેન આજે  પણ પ્રેમથી  યાદ કરે છે. નીલમબહેનનું લઘુકથાનું પુસ્તક “પાનેતર” એમણે એમના આ ત્રણ શિક્ષકોને અર્પણ કર્યું છે.

S.S.C. પાસ કર્યા પછી નીલમબહેનની ઈચ્છા આર્ટસમાં જવાની હતી, પણ પિતાની ઇચ્છાને લીધે  રાજકોટની કોલેજમાં સાયન્સમાં એડમીશન લીધું. બે વર્ષ રાજકોટની હોસ્ટેલમાં રહી અભ્યાસ કર્યા બાદ એમણે જામનગરની કોલેજમાંથી ૧૯૭૫ માં Distinction સાથે B.Sc. ની ડીગ્રી મેળવી.

૧૯૭૮ માં નીલમબહેનના લગ્ન બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ સાથે B.Tech. (Chemical Engineering) ડીગ્રી મેળવેલા હરીશભાઈ દોશી સાથે થયા. દંપતીને એક પુત્ર અને એક પુત્રી છે, બંને ડોકટર છે અને અમેરિકામાં સ્થાયી થયા છે. પતિ સાથે ફકત સહજીવન નહીં સખ્ય જીવન જિવાય છે એનું ગૌરવ છે. એમની નવલકથા “ દોસ્ત, મને માફ કરીશ ને ? “ પુસ્તક  જીવન સાથી હરીશને અર્પણ કરતા લખ્યું છે.

“ દોસ્ત, મને માફ કરીશને ? એમ પૂછવાની જેને કદી જરૂર નથી પડી એવા દોસ્ત અને જીવનસાથી હરીશને સ્નેહપૂર્વક..”

Nilam and harish Doshi

 

લગ્ન પછી નીલમબહેને મીઠાપુર હાઈસ્કૂલમાં ૧૮ વર્ષ શિક્ષિકા તરીકે નોકરી કરી. તેઓ કહે છે, “મારા શિક્ષકોએ મને ઘણું આપ્યું છે એનો થોડો અંશ હું પણ મારા વિધ્યાર્થીઓને આપી શકું અને એ રીતે ગુરૂદક્ષિણા ચૂકવી શકું.એવી ભાવના છે. આજે હું જેમ મારા શિક્ષકોને ભાવથી યાદ કરું છું, એ જ રીતે મારા અનેક વિધ્યાર્થીઓ, દેશ કે પરદેશમાંથી દર શિક્ષક દિવસે મને  અચૂક ફોન કરે છે. અને ઘણાં સાથે જીવંત સંપર્ક આજે પણ છે, જેને હું મારા જીવનની અમૂલ્ય મૂડી ગણું છું.”

કોલેજના વર્ષો દરમ્યાન અને લગ્ન બાદ પણ નીલમબહેનનો સાહિત્ય પ્રત્યેનો લગાવ જારી રહ્યો. સંદેશ, સ્ત્રી, જનસત્તા, ગુજરાત ગાર્ડિયન, મુદ્રાલેખ, માર્ગી વગેરેમાં નિયમિત કોલમ ઉપરાંત, વાર્તાઓ, લેખો, અખંડ આનંદ, નવનીત, પરબ, શબ્દ સૃષ્ટિ, છાલક, સંવેદન,અભિયાન, ચિત્રલેખા, અભિષેક, નવચેતન, જલારામ દીપ વગેરે જુદા જુદા સામયિકોમાં નિયમિતપણે પ્રકાશિત થતા રહે છે. વીસ પુસ્તકો પ્રકાશિત થઇ ચૂકયા છે.અને હજુ સર્જન ચાલુ છે.

Nilam Doshi.jpg book1 Nilam Doshi book 2

એમના ચાર પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ, અને કલાગુર્જરી મુંબઇ દ્વારા એવોર્ડ મળેલા છે. એમનું “ઝાલરટાણું” નાટક રેડિયો ઉપર પ્રસારીત થયું છે, અને અનેક શૈક્ષણિક કાર્યક્રમો અને કાવ્યોનો રસાસ્વાદ આકાશવાણી રાજકોટ પરથી,પ્રસારિત થયા છે, ઉપરાંત એમની વાર્તા અને એમનો ઇંટરવ્યુ  ઓસ્ટ્રેલિયા રેડિયો પરથી તથા રેડિયો આઝાદ ( ટેક્ષસાસ, ડલાસ ) પરથી પણ  પ્રસારિત  થયા છે. નીલમબહેનનો વધારે પરિચય મેળવવા તો તમારે એમના બ્લોગ “પરમ સમીપે” https://paramujas.wordpress.com  ની મુલાકાત લેવી પડસે. માત્ર એમની સમયની વ્યાખ્યા કરતી થોડી પંક્તિઓ અહીં નમુના રૂપે રજૂ કરૂં છું.

 

કણ કણ બની વેરાતો સમય સપનાઓમાં વિખેરાતો સમય રેતી સમ હથેળીમાંથી સરતો સમય બંધ મુઠીમાં કદી સચવાતો સમય સાતતાળી દઇ સદા છટકતો સમય યાદોની કરવતથી કપાતો સમય પારાની જેમ દદડતો સમય પલપલ રંગ બદલતો સમય વ્યસ્તતાના વાઘા પહેરી ફરતો સમય ‘હાશકારા’થી સદા આઘો રહેતો સમય અહમના હાથપંખાથી વીંઝાતો સમય સ્મરણોના ખાલીપાથી નીતરતો સમય ‘સ્ટેચ્યુ’ કહેતાં યે ન થંભતો સમય પ્રસૂતિગૃહથી સ્મશાન સુધીનો રસ્તો સમય.

 

નીલમબહેન કહે છે, ” જીવન અનેક આયામમાં વિસ્તરતું હોય છે.  એક લેખક તરીકેની સામાજિક નિસ્બત ગણીને  સામાજિક વિષયો પર હકારાત્મક અભિગમ સાથે  સતત લખતી રહું છું. જનસેવા એ જ પ્રભુ સેવા…એ એક જ સૂત્રનો અમલ શકય અંશે કરી રહી છું. મને ગરીબ, અનાથ બાળકો માટે વિશેષ પક્ષપાત છે, એમને માટે કંઇ પણ થઇ શકે એ જ જીવનનું ધ્યેય..એ જ સપનું અને એ જ કર્મ.અને મારે માટે એ જ ધર્મ. હું કંઇ મોટી સંત મહાત્મા નથી. એક સામાન્ય માણસ છું. મૌન રહીને જે પણ થઇ શકે તે નાના નાના કાર્ય કરતા રહેવું ગમે છે.”

“મળવા જેવા માણસ” લેખમાળામાં નીલમબેનનો પરિચય લખવાનો મને મોકો મળ્યો એને હું મારૂં સદભાગ્ય સમજું છુ.

-પી. કે. દાવડા

 

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 11:55 એ એમ (am)

  દીદી… આપણે એકબીજાને નથી જોયા, નથી મળ્યા તોયે… એક મોટી બહેન જેવુ

  વહાલ વરસાવતા અને સતત પ્રોત્સાહન આપતા આપ અને આપની લેખન શૈલી

  વિષે શું કહું..? સમય આવ્યે હસાવી જાણો છો અને સમય આવ્યે રડાવો પણ છો

  આપની કલમ દ્વારા..!!

  જીવનના વિવિધ રસો અને તેમાં રહેલી સંવેદનાને કલમ માં કંડારી ને , તેમાં છુપાયેલ

  કોઇ સંદેશ પણ પહોચાડો છો વાચક વર્ગ સુધી … ખૂબ ખૂબ અભિનંદન ..!

 2. જાન્યુઆરી 16, 2009 2:55 પી એમ(pm)

  Dear neelamben,

  Last visit at our home with your Daughter Pooja and Jiten is keeping you in our mind and heart.
  Keep doing good work and stay connected.
  Regards to all

  Geeta and Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 3. vipul permalink
  જુલાઇ 4, 2009 8:01 એ એમ (am)

  SU KAHU?
  MANE TO SHABDO NATHI MALTA…

  ITS REALLY NICE… U R SUCH A WONDERFUL WRITER HAVING CREATIVITY THAT CANNOT BE SEEN IN ANYOTHER LANGUAGE’S NOVEL.

  THANKS AND BEST OF LUCK

  kEEP WRITTING..

 4. Ramesh Patel permalink
  સપ્ટેમ્બર 17, 2010 11:56 પી એમ(pm)

  ખૂબ ખૂબ અભિનંદન ..આપની લેખન શૈલી જીવનમાં પણ મહોરી ઉઠે ,
  જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….
  More than excellent
  રમેશ પટેલ(આકાશદીપ)
  …………………………………………………..
  ઓ દિલ મારા…રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: