Skip to content

મેઘધનુષ-નીલાબેન કડકીયા

જાન્યુઆરી 3, 2009

nila-kadakia 

દરેક ઉંમરનાં વાચકોની વાંચન ભુખ એક પ્રકારનાં બ્લોગ સમાવી શકે તેથી ટુંકા કાવ્યો અને નાના પ્રસંગોનાં ઢગલેબંધ બ્લોગમાં કંઈક જુદો વાંચન પ્રકાર એટલે મુંબઈનાં નીલાબેન કડકીયા નો http://shivshiva.wordpress.com/. બ્લોગનું મને ગમતુ પાસુ છે હેલ્થટીપ્સ..રસોડાની હળદર હોય કે મેથી દરેક્ની આયુર્વેદીક મહત્તા..પ્રમાણ અને દાદીમાનું ઘર ગથ્થુ વૈદુ મને બહુ ગમી ગયુ.. ખાસત ઓસ્ટ્રેલીયન રેડિયો સ્ટેશન ઉપર તેમેનો વિષય ઉપર વાર્તાલાપ સાંભળ્યો ત્યારથી બ્લોગ ઉપર મારી આવન જાવન વધી.

મારા લેખન સમયે મે સાવ સહજ પ્રશ્ન જે દરેક મિત્રોને હું પુછું છુ તે મે પુછ્યો કે બ્લોગ શરુ કરવાની પ્રેરણા કેવી રીતે મળી ત્યારે તેમનો જવાબ હતોહું જ્યારે 2006માં યુ.એસ..માં હતી ત્યારે મારા દિકરા તપનને મને ગુજરાતી સાઈટ વાંચવા કહ્યું. એટલે મેં શરુઆત રીડ ગુજરાતીથી કરી. ત્યારબાદ ગુજરાતી લેખો વાંચવાનો નશો લાગી ગયો. મેં કોઈ દિવસ વિચાર્યું પણ હતું કે હું મારો પોતાનો કોઈ બ્લોગ પણ ખોલું. રીડ ગુજરાતી ઉપર મારી કોમેંટ વાંચીને

for s.v. બ્લોગવાળા સોનલબેન વૈદ્યે મને ખૂબ પ્રોત્સાહિત કર્યાં.  રીડ ગુજરાતીના મૃગેશે મને ખૂબ મદદ કરી. સુધીર અને મૃગેશની મદદથી મારો બ્લોગ ચાલુ થયો. શિવજીની કૃપા વગર આટલું બધું લખવું મારે માટે શક્ય હતું કારણ મેં ક્યારેય કલમ ઉપાડી નથી.

તેમના બ્લોગમાં તેમની ઓળખનો વિભાગ વાંચીયે તો લાગે નહીં કે લેખીકા હજી છેલ્લા વર્ષથી લખે છે.

                   ગગનરૂપી કેનવાસ પર પ્રકૃતિના તેજ અને જળ તત્વથી રચાતું કુદરતનું એક અનુપમ સર્જન. ક્ષિતિજ પર બનતી ક્ષણિક ઘટના. જેમ નિર્ગુણ બ્રહ્મએકોહં બહુસ્યાંકરીને એકમાંથી અનેક થઈને સગુણ બની સૃષ્ટિની રચના કરે છે એવી કોઈક અદ્વિતિય ઘટના એટલે મેઘધનુષ.  આપણે ત્યાં મેધધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષે પૂર્ણવર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમુહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટકેટલાં રહસ્યો મેઘધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે. આવી અદ્વિતીય ઘટના માનસરોવરને કિનારે નિહાળવાનું સુખ પ્રાપ્ત થયું હતું.”

તેમના બ્લોગની વિષય સુચી જોઈએ તો તેમનો વિશાળ વાંચન અને લેખન સંગ્રહ જોઈ શકાશે..અવનવું .આરોહણ[સ્વરચિતકાવ્યો .આસ્વાદ[વાનગી].કુંપળ[બાળ સાહિત્ય]. કુદરત[પ્રવાસ].ગઠરીયા[વાર્તા].ગાથા[માહિતી].નિરોગી[સ્વાસ્થય].પોયણી[કાવ્યરસ]૧૦.મંજીરા[ભજન]૧૧.મંથન[ભક્તિરસ]૧૨.રમઝટ[રાસ ગરબા]૧૩.વડલો[લોકસાહિત્ય]૧૪.સાથિયો[અન્યરંગ]૧૫.સૌંદર્ય

૨૦૦૬ થી શરુ થયેલ બ્લોગમા લેખ લખાય છે ત્યારે ૨૮૭૦૨ જેટલા વાચકો છે

મેં તેમને મેઘધનુષ નામની વરણીનુ કારણ પુછ્યું તો મારી ધારણા હતી કે અવનવુ પીરસે છ્હે તેથી હશે પણ પ્રત્યુત્તર તો મારી તે ધારણા થી જુદો અને બહુજ ઉંચો હતો         

મારા માટે મેધધનુષનો અર્થ છે ભક્તિરૂપી જળ અને ઈશ્વરિય પ્રકાશના સંયોજનથી બનેલા જીવનના સાત જુદા જુદા રંગો. જેમાં નીલો રંગ, નીલા કડકિયા નામથી મારી સાથે જોડાયેલો છે. લીલો રંગ મને મારી કૈલાશયાત્રાના લીલાછમ્મ પહાડોની યાદ અપાવે છે. મારી કૈલાસ યાત્રાની શરુઆત 1996 થી થઈ હતી ત્યારથી આજ સુધી પાંચ વખત યાત્રાનો લ્હાવો ભોલેબાબાની મહેરબાનીથી મળતો રહ્યો છે

       મારા જીવનનો પીળો રંગ એટલે ભક્તિના રંગે રંગાયેલા મારા પતિ, ‘સુધીર કડકિયા’. જીવનના દરેક ક્ષેત્રમાં તેમનો દ્વારા મળતો સહકાર મેઘધનુષને ટકાવી રાખવામાં ઉપયોગી બનતો રહ્યો છે. જાંબલી અને રાતા રંગ જેવા અરમાનોથી ભર્યા ભર્યા કેનેડા અને અમેરિકા સ્થિત મારા સંતાનોકવન અને તપન. વળી મારી વહુઓ બીના અને શીતલ અને તેમનાથી રચાતું એક નવું નાનકડું બાળકોનું મેઘધનુષપૂજા, જીષા, ઈશ અને રિચા.

    મારા શબ્દો અને સર્જનાત્મક કાર્યોથી ઈશ્વરની જે ઉપાસના કરવાનો આનંદ અવસર મળે એને હું વાદળી અને નારંગી રંગે ઓળખાવું. જેમ વાદળો અને એની પાછળથી ઉદય થતો સવારનો નારંગી રંગનો સુરજ, જીવનમાં કંઈક નવું કરવાનો સંદેશ લઈને આવે છે તેમ મારા જીવનમાં રંગો મને હંમેશા કંઈક નવું કરવાને પ્રેરે છે. તમામ રંગોથી રચાયું મારા સંપૂર્ણ પરિવારનું મેઘધનુષ. 

     અહીં મેઘધનુષ પણ કંઈક એવા રંગોની ભાત પાડે છે. પેલું મેઘધનુષ આકાશનું સર્જન છે, મેઘધનુષ બ્લોગ, મારા અવકાશનું સર્જન છે. ક્યારેક કોઈ કાવ્ય, છંદ, ટૂંકી વાર્તા અને ઈશ્વરની વાંગમય ઉપાસનાના જુદા જુદા રંગોથી તેને સજાવવાની કોશિશ કરીશ. 

મેં તેમને હેલ્થટીપ્સ નુ એક આખુ પેજ રોગો પ્રમાણે અને ચિન્હો પ્રમાણે કરવાનુ સુચન કર્યુ ત્યારે પણ તેમનો જવાબ મારી ધારના થી જુદો આવ્યો

હેલ્થ ટીપ્સમાં તો એવું છે કે હું એમ વિચારું છું કે આપણું ભારત વૃક્ષો અને એની ઉપયોગિતા માટે પ્રખ્યાત છે અને આપણે તેનાથી વંચિત છીયે શા માટે? એટલે મેં રોજની એક ટીપ લખવી ચાલુ કરી..જેથી વાંચકોને પણ નવું કાંઈ જાણવાની ઈંતેઝારી થાય.”

શિવજીની કૃપાથી ‘શિવાલય’ નામનો બીજો બ્લોગ ચાલુ કર્યો છે જેમાં શિવતત્વ, શિવભજન, શિવધામ, શિવ યાત્રા વગેરે પીરસવાનો  પ્રયત્ન છે.

http://shivalay.wordpress.com

એમની જ કૃપાથી ‘ગુંજ’ નામનો ત્રીજો બ્લોગ પણ ચાલુ કર્યો છે. જેમાં દરેક જાતનું સંગીત પીરસવાનો પ્રયત્ન કરીશ.

http://geet-gunj.blogspot.com

 

વેબ બ્લોગીંગ એટલે કવિતા વાર્તા કે સાહિત્ય એકલુ નહીં પણ તે દરેક્ની સાથે  લોકોપયોગી અને જીવન જરૂરી ઘણી વાતોનો સંગમ એટલેમેઘ ધનુષ

 

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
  1. જાન્યુઆરી 7, 2009 11:29 એ એમ (am)

    શિવજીની કૃપાથી ‘શિવાલય’ નામનો બીજો બ્લોગ ચાલુ કર્યો છે જેમાં શિવતત્વ, શિવભજન, શિવધામ, શિવ યાત્રા વગેરે પીરસવાનો મારો પ્રયત્ન છે.

    http://shivalay.wordpress.com

    એમની જ કૃપાથી ‘ગુંજ’ નામનો ત્રીજો બ્લોગ પણ ચાલુ કર્યો છે. જેમાં દરેક જાતનું સંગીત પીરસવાનો પ્રયત્ન કરીશ.

    http://shivalay-shivalay.blogspot.com

  2. જાન્યુઆરી 16, 2009 11:37 એ એમ (am)

    દીદી .. હંમેશ એક વડીલ તરીકે આપે અમને સ્નેહ આપ્યો છે … ” મેઘધનુષ” દ્વારા

    અનોખી માહિતીઓ આપી છે …. સાથે જ વાનગીઓ નો આસ્વાદ પણ …! હાર્દિક

    અભિનંદન ..

  3. જાન્યુઆરી 16, 2009 1:45 પી એમ(pm)

    Dear Neelaben and Family,

    Are you ready for This year visit to Kailash?
    Stay connected.
    Regards

    Geeta and Rajendra

  4. માર્ચ 2, 2009 1:38 એ એમ (am)

    Pls. change the third blog’s name and id.

    It is Geet Gunj
    and
    id. is
    http://geet-gunj.blogspot.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: