કંટેન્ટ પર જાઓ

મારા વિચારો, મારી ભાષામાં!-કાર્તિક મિસ્ત્રી

જાન્યુઆરી 3, 2009

કાર્તિક મિસ્ત્રી

 

 

 

 

 

 

મિત્ર મૌલીક  એમ કહે છે કે કાર્તિક વિશે હું જે કંઇક કહીશ તે ઓછુ પડશે તેથી ન કહું તે જ સારુ છે. જ્યારે સંદિપ કહે છે  કાર્તિકનાં તો વખાણ કરવા માટે મારી પાસે શબ્દ નથી ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે. તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા, એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા, ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી, નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા, ઓપેરા હાઉસ કરતા પણ વિશાળ એનુ હ્રદય. આની સાથે રહેવું એ જીદગી નો એક લાહવો છે. બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે. દેખાવે દુબળો પણ અત્યંત ચબરાક અને તેના વિષયમાં સંપૂર્ણ નિષ્ણાત કાર્તિકને ગુર્જરી માતૃભાષાની વૈશ્વીક વાતચીત વખતે વાંચવાનો લહાવો મળેલો.

http://kartikm.wordpress.com/  મારા વિચારો, મારી ભાષામાં!

તેમના બ્લોગ ઉપર ક્લસ્ટર મેપ જોઈએ તો ઈર્ષા આવે તેવી તેમના ( ૪૧,૦૦૦ લોકો ) વાચકોની સંખ્યા વિશ્વમાં છે તેઓ ગુજરાતીને બ્લોગમાં ઘણા વર્ષોથી મુકી છે અને જેટલા તેમના મિત્રો છે તે સૌ તેમની કોમ્પ્યુટરની કળાને જીવતા અને માણતા “ગીક” કહે છે. તેમની હજારો ઈચ્છાની યાદી જોશો તો પણ આ શાંત દેખાતો એકવડીયા બાંધાનો મારા જેવો ચશ્મીશ, તરવાટોથી ભરેલો અને ગુજરાતી ભાષાનો તરવરીયો કૂશળ કારીગર દેખાય છે.

મારા એક માત્ર પ્રશ્ન ગુજરાતી બ્લોગ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી તો કહે કે મારા બ્લોગનું નામ જ જુઓ મારા વિચારો મારી ભાષામાંનો અર્થ એ થયો કે બધુ ઘણુ જાનતો હોવા છતા લખવુ અને સર્જવુ મને ગુજરાતીમાં ગમે છે તેથી ગુજરાતી બ્લોગ એ મારા સંશોધનોનાં ભાગ સ્વરુપે હોવો જરુરી હતું

એમના માટે એવુ કહેવાય છે કે એ જ્યારે પણ કોમ્પ્યુટર પર કામ કરતા હોય ત્યારે ઘણાજ ખંત થી કામ કરે છે અને કદાચ તેથી જ તો ૨૫૦ કરતા વધુ દેશોમાં ( અથવા તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતીને ગુંજતુ રાખતા કાર્તિકને હજી વધુ ગુજરાતીમાં કામ લેવડાવાનાં આદર ભર્યા ઈજન બાદ) તેની કસબી લેખની ગુંજે છે,

તેમને થયેલા સારા નરસા અનુભવો વિશે પુછતા તેમણે જણાવ્યું કે….પાલનપુરનો ગુજરાતી “ગીક” જો વિશ્વભરમાં ના પ્રસરે તો ગુજરાતી ભાષાનાં ચાહક તરીકે મારે ડુબી મરવુ પડે.

ટેકનિકલ ભાષામાં તેઓ ડેબિયન (www.debian.org) ડેવલોપર છે. (ભારતમાંથી માત્ર ૭ જ જણાં ડેબિયન ડેવલોપર્સ છે – ડેબિયન એ વોલિયન્ટર કાર્ય કરતાં લોકોએ બનાવેલ સૌથી જૂની અને જાણીતી લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે.આ સિવાય ઓપનઓફિસ.ઓર્ગ (openoffice.org), કેડીઇ (kde.org) બન્નેનાં ગુજરાતી લોકલાઇઝેશન (Localization) માટે તેઓ કાર્યરત છે.

ગુજરાતીલેક્સિકોન પ્રોજેક્ટમાં  આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તરીકે કાર્ય કરતા નવાં-નવાં વિચારો આપે છેઅને તે વિચારોનું અમલીકરણ અને આવતા પ્રશ્નોનું નિરાકરણ કરે છે.

Advertisements
One Comment leave one →
  1. જાન્યુઆરી 7, 2009 5:57 એ એમ (am)

    આભાર, વિજયભાઇ!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: