Skip to content

મનના વિચારો-નીતાબેન કોટેચા

જાન્યુઆરી 3, 2009

હું નીતા કોટેચા ૨૦૦૬ માં બાળકો નાં ભણવા માટે ઘરમાં ક્મ્પુટર આવ્યું, પણ પહેલે થી આદત કે કોઇ પણ નવી વસ્તુ ઘરમાં આવે તો એ શીખવી તો જોઈયે જ્..એટલે બાળકો ને બનાવ્યા શિક્ષક અને હું બની વિદ્યાર્થીની…સૌથી પહેલા mail કેમ આવે અને જાય એ શીખી..પછી orkut શીખી..
પછી જો્યું કે બાળકો કહે છે કે અહીંયાં થી દુનિયા ની બધી જ માહિતી મળે તો એમ થયુ કે ચાલો ગુજરાતી માં અહીંયાં શું છે એ ગોતીયે…તો મળી રીડગુજરાતી ની સાઈટ…એટલે એમાં બધુ વાંચવાનું ચાલુ કર્યું..
બહુ વખત સુધી ફકત વાંચ્યું..એક દિવસ અચાનક કોઈક નાં comment..નાં નામ પર click થઇ ગયું તો એમનો બ્લોગ ખુલ્યોં..તો વિચાર મગજમાં સ્ફુર્યો કે તો શું હું પણ આવી રીતે અહીંયાં લખી શકું??
થોડાં દિવસ તો બાળકો ને કહેતા અચકાણી કે બાળકો કહેશે કે મમ્મી શું તુ પણ કાંઇ પણ વિચારે..તુ લખે અને દુનિયા આખી વાંચશે એવું કાંઇ હોય કે??
પણ એક દિવસ દીકરીઓ પાસે થી નવું શીખતી હતી ત્યારે મે એને બધુ બતાવ્યું અને પુછ્યુ કે શું હુ પણ આમ લખી શકીશ ક્યારેક??
તો મારી દીકરીઓ એ બધાં પર click કરવાનું શરૂ કરી દીધુ અને આખરે મને કહ્યું હા મમ્મી તુ પણ આવી રીતે લખી શકીશ..ાને મને બ્લોગ ખોલી આપ્યોં..ત્યાં મંથન ભાવસાર સાથે મિત્રતા બંધાણી અને એણે બ્લોગ બનાવવામાં અને  કેવી રીતે ગુજરાતી માં લખવુ એ સીખડાવ્યું…અને વર્ષો થી મનમાં ધરબાવેલી ઇચ્છાને જાણે પાંખો આવી અને બસ લખવાનું શુરુ કર્યું…
અહીંયાં બહુ સારા દોસ્તો મલ્યાં,કે જે મને સાચ્ચી સલાહ આપીને જીવવાનો માર્ગ પણ સીખડાવે છેં.ને સૌથી મોટો ફાયદો એ થયો કે અહીંયાં નાં જે વડીલો મલ્યાં કે જેમનાં માં મારા કરતા વધારે સ્ફુર્તી અને જીવન જીવવાની જે હોંશ છે એનાથી જીવવાનુ બળ વધી જાય છેં…બીજો મોટો ફાયદો એ થયો છે કે બહુ બધી વાતો માટે મને દુખ થાતુ કે હુ કેમ લડતી નથી જેમકે કોઇ આજની તારીખ માં પણ દીકરી આવે તો રડે ..હજી સ્ત્રી ઓ જુલમ સહેન કરતી હોય એ જોવ..ત્યારે મારુ હ્રદય કંપી ઉઠે કે હુ કેમ દુનિયા બદલાવી નથી શકતી…અને એટલે મે શરૂ કર્યો બીજો બ્લોગ આક્રોશ ..અને એ પણ લોકો ને ખુબ ગમ્યો ..બહુ બધાં લોકો એ કહ્યું નીતા બેન તમે તો અમારાં મન ની જ વાત કરો છો..બસ તમે બોલી શકો છો અને અમે નથી હીંમત કરી શક્તા..
સારા પાસા જેમ હોય એમ નરસા પાસા પણ હોય જ…એમ બ્લોગ બનાવવાથી નુકસાન એક જ થાય છે કે લોકો આપણી વાત copy કરીને ને પોતાનાં નામ થી છાપી દે છેં અને એમને કહીયે તો પાછો જવાબ એમ મલે છેં કે net  પર રાખ્યું ત્યારે અક્કલ ન હતી ..આ તો public place છેં એટલે અમને આ સલાહ આપવી નહી અથવા ઘર માં book બનાવી ને રાખો..http://neeta-kotecha.blogspot.com/
http://aakroshh.blogspot.com/
http://neetassms.blogspot.com/
http://neeta-myown.blogspot.com/

Advertisements
4 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 11:29 એ એમ (am)

  નીતાબહેન … માનવમન ની એ દરેક વાતો જે ઘણી વાર મનની

  અંદર જ રહેતી હોય છે .. એ વાતો ને વાચા આપી, આપ લખો છો… આપના

  લાગણીશીલ સ્વભાવથી દરેક મિત્રો જોડે મૈત્રી નિભાવી જાણો છો…!! અભિનંદન…

 2. જાન્યુઆરી 16, 2009 1:42 પી એમ(pm)

  Dear Nita,

  We do remember.
  It was over one year when we were having dinner with S.V.,Nilaben and Nilamben.
  Keep doing good work for Gujarati and Gujarat.
  Regards

  Geeta and Rajendra

 3. જાન્યુઆરી 30, 2009 12:21 એ એમ (am)

  નીતાની દરેક રચના માનવ જીવનની પરિસ્થિતિને ખૂબ જ સચોટ ભાષામાં રજુ કરતી હોય છે અને સાથે સાથે સભ્ય સમાજ રચના તરફ કટાક્ષ કરતી સમાજસુધારા તરફ અંગુલિબનિર્દેશ કરતી જણાય છે.

 4. માર્ચ 18, 2009 7:45 એ એમ (am)

  નીતા

  તું જેવી છો તેવી જ મારા મનને ગમતી છો. આટલા વખતની મુલાકાત પછી તો વધુ ને વધુ મનની નજદિક આવી છો. તારું સાલસપણું મનને ભાવી ગયું છે.

  નીલા દીદી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: