કંટેન્ટ પર જાઓ

મન માનસ અને મનન-પ્રવિણાબેન કડકીયા

જાન્યુઆરી 3, 2009

ગુજરાતી સાહિત્ય સરિતા( હયુસ્ટન્)નાં સૌથી ઝડપી અને નિયમીત ગુજરાતી લખનારા અને વિષય વૈવિધ્યનો ખજાનો વાચકો ને ધરનારા પ્રવિણા બેન નો પરિચય આપવો એ એક આનંદ અને ગર્વનો વિષય છે. તેમના પતિ અવિનાશભાઈનાં દેહવસાન પછી પોતાનાં એકાંતની સાથીદારો સમ ડાયરીઓ તેમની સખી બની અને જીવન પ્રવૃત્તિમય બનાવવા જુદી જુદી કળાઓ શીખવા માંડ્યા અને શીખવાડવા માંડ્યા. આ પ્રવૃત્તિની નોંધ આપવા બેસુ તો ઘણા પાના લખવા પડે તેમની કલમ તમે આ બે બ્લોગ ઉપર જોશો.

http://pravinash.wordpress.com  મન માનસ અને મનન

http://gadyasarjan.wordpress.com સહિયારું ગદ્ય સર્જન્

તેમનાં બ્લોગ પરિચયમાં તેમણે લખ્યુ હતું કે

૨૧મી સદીની કમાલ જુઓ વગર જોએ,વગર સગાઈએ આપણે ઘરોબો કેળવ્યો છે. બસ તમારો પ્રેમ નરંતર મળતો રહે. ૩૦ વર્ષનો અમેરિકાનો વસવાટ છતાંય આપણા મૂળભૂત સંસ્કાર ટકાવી રાખ્યા છે. મુંબઈમાં જન્મ, ફેલોશિપ શાળામા અભ્યાસ અને વિલ્સન કોલેજની જીંદગીને ભાથામાં બાંધી વહાલસોયા પતિની સંગે બે બાળકો સાથે અંહી આવી વસવાટ કર્યો.સંસારની જવાબદારી અને બાળકોની પ્રેમાળ સરભરામા સાહિત્યતો ક્યાંક ઘરને ખૂણે ભરાઈ બેઠું હતું. જ્યારે કુદરતે અણધાર્યું વાવાઝોડુ સર્જી અંતરમા ખળભળાટ મચાવ્યો ત્યારે પાછી સાહિત્યને શરણે આવી શાંતિને વરી.


કલમ અને કાગળને સહારે અંતરના ભાવ ઠાલવી જીવનની હોડી હંકારી.બાળકો પ્રભુની દયાથી ખૂબ સુખી છે. કિલકિલાટ કરતું ઘરનું આંગણ ત્રણ પૌત્ર અને એક પૌત્રીથી ગુંજી રહ્યું છે. દિકરીની જ્ગ્યા બે પ્રેમાળ વહુઓથી પૂરાઈ છે. મને લાગે છે આટલું પૂરતું છે. હા, બંને વહુવારુઓના પ્રેમ તથા આગ્રહને માન આપી ૧૯૯૭ મા સમર્પણભક્તિ અને ભજનના ભાવ ભરી ગીતોની કેસેટ બહાર પાડી હતી. ૨૦૦૪ મા અંતરનો અવાજ નામની પુસ્તિકા બહાર પાડી.ે

  તેઓ સ્પષ્ટ માને છે કે મન એ મિત્ર છે અને મન એ દુશ્મન પણ છે. તેથી એકાંતોમાં મનને જીવવા માટે કેળવવું પડે અને તે કેળવણી ઘણી બધી રીતે તેમની બ્લોગીગ પ્રવૃત્તિએ આપી છે .

હાલ યોગ પ્રવૃત્તિમાં સક્રિય થઈ બેંગ્લોર ખાતે યોગ નિષ્ણાંત બનવાની તાલિમ લઈ રહ્યાં છે. તેઓ માને છે એકલા રહેવા માટે સાબુત વહેવારીક  મન અને પ્રભુ પ્રત્યેની શ્રધ્ધા ખુબ જ અગત્યનાં પરિબળો છે. તેમને ગમતી પ્રવૃત્તિઓમાં શિલ્પ કામ્ રસોઈ અને ભજનો રચવા મુખ્ય છે. છેલ્લા ૧૫ વર્ષથી સમાજ સેવા, રેડિયો એનાઉન્સર અને શિક્ષીકા તરીકે પ્રવૃત્ત છે. તેમનું ભવિષ્ય દરેક રીતે ઘણા સીનીયરોને પ્રેરણા આપી શકે તેવું સાત્વિક જીવન તેઓ જીવી રહ્યાં છે.

Advertisements
2 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 6:19 પી એમ(pm)

  દીદી.. આપને હાર્દિક અભિનન્દન .. આપે શ્રીનાથજી વિષે લખેલા ભજનો ખૂબ સરસ

  હોય છે ..!

 2. ઓગસ્ટ 1, 2009 8:09 પી એમ(pm)

  Pravinaben,
  I am glad to know about your activities.
  Keep in touch.
  From Austin
  Saryu Parikh
  512-712-5170

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: