કંટેન્ટ પર જાઓ

સુરેશ જાની- વેબ જગતના “દાદા”

જાન્યુઆરી 3, 2009

 

 suresh_6.gif

 

 

 

 

 

 

 

 

 

 

શોભિત દેસાઇ અને અનિલ જોષી સાથે ડલાસથી શ્રી સુરેશ જાની આવ્યા ત્યારે ગુજરાતી ભાષાનાં જાણકાર અને વાચક વધુ લાગ્યા. ખરો સંપર્ક તો જ્યારે ડો વિનોદ જોષી સાથે મારા ઘરે આવ્યા ત્યારે થયો. સાહિત્ય સરીતા વિષે તેમણે ઘણો અહોભાવ દર્શાવ્યો અને સાથે સાથે કહ્યુ પણ ખરુ કે હું ડલાસ કરતા હ્યુસ્ટન હોત તો વધુ સારુ. તે વખતે મંચ ઉપર તેમણે તેઓ ચાર વર્ષનો બાબો છું કહીને કાવ્ય સંભળાવ્યુ ત્યારે તેમણે સાહીઠ વર્ષ સાહિત્ય માટે ગુમાવ્યાનો અફસોસ કરવાને બદલે છેલ્લા ચાર વર્ષથી ગુજરાતી સાહિત્યને માણવાનો અનંદ વ્યક્ત કર્યો..તેમણે રીડ ગુજરાતીનાં મૃગેશ શાહનો મને વેબ પરિચય કરાવ્યો અને કહ્યું ગુજરાતી માં આપણે ઘણુ કરી શકીયે તેમ છે ચાલો તમને વેબ પેજ બનાવતા શીખવાડું કહી મારા ઉત્સાહને વધારવા પ્રયત્ન કર્યો.

હ્યુસ્ટનની ગુજરાતી સાહિત્ય સરિતાની વર્ડ પ્રેસની વેબ બનાવવા મને સહકાર આપ્યો તેથી તેઓ મારા પણ વડીલ અને ગુરુ કહી શકાય. તેમની સાથે ઝાઝી તો ચેટ જ થાય.. થોડો સમય પછી વેબ જગતના ઘણા ધુરંધરોનો પરિચય વેબ જગત થી થયો. મહદ અંશે દરેક જણ તેમને દાદાથી જ ઓળખે

તેમના ઘણા બધા વેબ પેજ છે વેબ પેજ ઉપર તેમનુ પ્રથમ પગરણ થય માર્ચ 2006માંઅને જેમા તેમનુ હુન્નર અને કૌવત બતાવતી બે વેબ પેજ છે

 

ગુજરાતી સારસ્વત પરિચય www.sureshbjani.wordpress.com આ બ્લોગ ઉપર ગુજરાતી ભાષા જેનાથી સમૃધ્ધ થઇ છે તેવા લેખકો. કવિઓ, વિવેચકો, નાટ્યકારો વિષે તેમની અંગત વાતો તેમજ તમની પ્રચલીત કૃતિઓ વિષે સંશોધન છે.આ બ્લોગ ઘણો જ ઉપયોગી છે તેનુ પ્રમાણ છે તે બ્લોગને 63000 જેટલા મુલાકાતીઓની સંખ્યા.

થોડી વિગતે જોઇએ તો 323 જેટલા સર્જકો,164 જેટલા કવિઓ,114 જેટલા વાર્તા લેખકો,94 જેટલા નવલકથાકારો, લગભગ એટલાજ સંપાદકો અને વિવેચકો,76 નિબંધકારો, 67 નાટ્યકારો અને 21 જેટલા હાસ્ય લેખકો વિશે જાણીતી અને અજાણી વાતો આ જગ્યાએ મળે તે એક બહુ જ અભિનંદનીય અને સ્તુત્ય કાર્ય છે.

 

ગુજરાતી પ્રતિભા પરિચય www.gujpratibhaparichay.wordpress.com આ બ્લોગ ઉપર ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વ્યક્તિ વિશેષનો પરિચય તેઓએ આપ્યો છે.

મુખ્યત્વે ગુજરાતીઓ જેમણી જુદા જુદા ક્ષેત્રે ગુજરાત્નુ નામ ઉજ્વળ કર્યુ છે તેવા વ્યક્તિ વિશેષ જેમા અભિનેતા,દાનવીર, દાતા , અર્થ શાસ્ત્રી,જાદુગર અને વૈગ્ન્યાનીકઓ વિશે રસપ્રદ માહિતી છે.

તેઓએ મારા સહિત ઘણાને તેમની વેબ પેજ ખોલી આપવામાં અને તેને ટકાવવામાં મદદ કરી છે તેથી કદીક તેમને આદરથી ભીષ્મ પિતામહ પણ કહું છું.તેઓનું વિષય વૈવિધ્ય ઘણુ છે અને તે વૈવિધ્ય તેમની અન્ય વેબ સાઇટોમા જોવા મળે છે. સૌથી ચઢિયાતો અને ઉત્તમ ગુણ છે તેમના વાંચનનો.. દરેક બ્લોગ પર મુકાતી નવી રચના વિશે તેમના પ્રતિભાવો તેમની ટીપ્પણી સ્વરુપે સૌને મળે છે.

નિવૃત્ત જીવન નો ભરપેટ ઉપયોગ કરતા સુરેશભાઇ વ્યવસાયે એંજીનીયર હતા તેથી જ્યાં તેમને રસ પડી જાય તે દરેક ક્ષેત્રે તો સફળતા મેળવે જ છે તેથી અમેરિકન જીવન માણતા માણતા લેખન અને સારુ વાંચન તેમણે કદી છોડ્યુ નથી.. સ્વભાવે સંપૂર્ણતાના આગ્રહને કારણે ઘણા હાથમાં લીધેલા સારા કાર્યોનાં ભાગીદારો સાથે મતભેદ પડે અને કાર્ય છુટી જાય તેવુ બને પણ તે તેમનો નબળો મુદ્દો ન બનતા વૈવિધ્ય વધારનારો મુદ્દો બનતો હોય છે. તેઓ તેમની જાતને આ કારણે જ યંગ ટર્ક પણ કહે છે.

 

ગુર્જરક્ષેત્રે એમની શક્તિઓ હજી વધુ સુંદર કાર્યો કરાવે તેવી શુભ કામનાઓ સાથે વાચક મિત્રોને તેમની વેબ સાઇટો દ્વારા વધુ ઓળખો તેમ કહી તેમની દરેક વેબસાઇટની વિગતો નીચે મુજબ આપીશ.

1.ગુજરાતી સારસ્વત પરિચય www.sureshbjani.wordpress.com મે 2006

2.ગુજરાતી પ્રતિભા પરિચય www.gujpratibhaparicay.wodpress.com  જુલાઇ 2006

3.કાવ્ય સુર www.ksvyasoor.wordpress.com  જુલાઇ 2006

4.અંતરની વાણી www.antarnivani.wordpress.com  સપ્ટેમ્બર 2006

5.  કવિલોક www.pateldr.wordpress.com જુલાઇ 2006

6. કલરવ બાળકોનો www.rajeshwari.wordpress.com સપ્ટેમ્બર 2006

7.હાસ્ય દરબાર www.dhavalrajgeera.wordpress.com  ઓક્ટોબર 2006

8.ગદ્ય સુર www.gadyasoor.wordpress.com જુલાઇ 2007

 

                                                                       

 

Advertisements
8 ટિપ્પણીઓ leave one →
 1. જાન્યુઆરી 16, 2009 11:44 એ એમ (am)

  પૂજ્ય દાદાનાં ચિંતનાત્મક લેખોમાં કોઇ ને કોઇ સંદેશ છુપયેલ હોય છે ..

  ” અંતરનીવાણી ” પર હંમેશ પ્રેરણારૂપ લેખો વાંચવા મળે છે … અભિનંદન દાદા..!

 2. જાન્યુઆરી 16, 2009 2:00 પી એમ(pm)

  Dear Bhai Suresh,

  ‘ તુલસીદલ’ ઉપર મારી મહેનત ?

  You know the answer!

  If you want we can be one even in our picture!

  You are the Dada as Most of the blogers say!

  You wanted me to start These two blogs,’Hasyadarbar’

  and “Tulsidal”.Mahendra joined too!

  You help me to start both blogs.

  You typed Dadaji’s all Bhajans and Introduction of Hasyadarbar.

  And You wanted me to type in Gujarati in 2006.

  You are the one who gets the credit.

  After trying to get ‘First number in S.S.C. Examination’ in 1959.

  We were one year in Gujarat College and left on our own way.

  We reconnected via Rucha and Internet as a friend.

  Now, Stay connected.

  Regards

  Rajendra

  http://www.yogaeast.net

  http://www.bpaindia.org

 3. જાન્યુઆરી 17, 2009 9:25 પી એમ(pm)

  From: sbjani2006 [mailto:sbjani2006@gmail.com]

  Sent: Friday, January 16, 2009 7:44 PM

  To: rmtrivedi@comcast.net; Vijay Shah

  Subject: Re: FW: [ગુજરાતી સાહિત્ય સંગમ] Comment: “સુરેશ જiની- વેબ

  જગતના ““દાદા””

  આભાર રાજેન્દ્ર, ઈશ્વરનો આભાર કે, તારા જેવા દોસ્તી નીભાવનારા હજુપણ છે.

  તારા જેવો એક મીત્ર પણ હશે, તો વીશ્વભરના ગુજરાતીઓને મારો નાનકડો ખજાનો

  લુટાવવા હજુ તત્પર છું.

 4. Abhaygada permalink
  ફેબ્રુવારી 1, 2009 7:24 એ એમ (am)

  ઓક્ટોબર 2006

 5. ફેબ્રુવારી 1, 2009 7:54 પી એમ(pm)

  ગુજરાતી બ્લોગ્સ અને ભાષા પ્રત્યેનો દાદાનો પ્રેમ, ઉત્સાહ અને ઉમળકો ખરેખર પ્રશંસનીય છે. ઘણુ નવું નવું શીખવાનું મને મળ્યું. જય

 6. ઓક્ટોબર 6, 2010 2:06 એ એમ (am)

  આજે જ આ પાનું વાંચ્યું. આભાર.

  હોબીના બ્લોગ વિશે ઉલ્લેખ કરવા મન થાય છે. ગુજરાતની ઉછરતી પેઢીને કદાચ તે પ્રેરણા આપે

  http://rutmandal.info/HobbyVishwa/

 7. ઓક્ટોબર 6, 2010 3:32 એ એમ (am)

  આદરણીય શ્રી સુરેશભાઈ વડલા જેવા ,દે લીલુડી છાયા અને શાતા. ‘આકાશદીપ’ બ્લોગના શ્રી ગણેશ
  કેલિફોર્નીઆ (કરોના) પધારી કરી અમને સાહિત્ય પથ પર રમતા રાખ્યા.
  રમેશ પટેલ(આકાશદીપ)

 8. ફેબ્રુવારી 27, 2012 3:02 પી એમ(pm)

  આ બ્લોગો પણ …

  કાવ્યસૂર ….. http://kaavyasoor.wordpress.com/

  ગદ્યસુર…… http://gadyasoor.wordpress.com/

  હાસ્ય દરબાર …… http://dhavalrajgeera.wordpress.com/hasy_darbar/

  હોબિવિશ્વ …… http://hobbygurjari.wordpress.com/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: