કંટેન્ટ પર જાઓ

ઝાઝી- દસ વર્ષથી ચાલતુ ગુજરાતી અડીખમ આંદોલન

જાન્યુઆરી 3, 2009

mansi-chirag

 

પબ્લીશીંગના કાર્યમાં સક્રીય ઝા પરિવાર મૂળે તો વિસનગરા નાગર એટલે સાહિત્ય સાથેની પ્રીતિ તો લોહીમાં હોય જ. કોમ્પ્યુટર સાથે જેનો ૨૪ કલાક નાતો હોય અને ૧૯૯૭માં જ્યારે ડોટ કોમ નો જમાનો હોય ત્યારે ગુજરાતી પોર્ટલનો વિચાર આવે ચિરાગ ઝાને આવે તે સહજ જ કહેવાય. શોખ અને કાર્યક્ષેત્ર બંને જ્યારે એક મુકામ પર મળે ત્યારે સર્જનાત્મક વલણો ઉત્તમ કક્ષાએ હોય તેવુ મનો વૈજ્ઞાનીકોનુ માનવુ છે જે ચિરાગે તેની વેબ સાઈટ www.zazi.com પર સાબિત પણ કર્યુ.

ચોથી જુલાઈ ૧૯૯૮ના દિવસે શરુ થયેલ આ વેબ સાઈટમાં તમે કલ્પના કરો તે બધુ છે. પાંચ લાખ કરતા વધુ મુલકાતીઓ ધરાવતા આ બ્લોગ્ની વિવિધ કેટેગરી તરફ નજર કરીયે તો ધંધાપાણી,સમાચાર,ધમૅવિચાર,બાળ નામાવલિ, રોજબરોજ,પહેલુ સુખ, શોધ, ઇકાડૅ, અલપઝલક,ઉઝરડા,પ્રત્યંચા, હળાહળ, યાયાવર, મહેફીલ, મુશાયરો, કાગવાણી, વાતૉલાપ, નવલકથા, ફલાંગ, સ્વાદીકા,ભૂતનાથ, ઝીલ્મ, પહેલીપુણી, ભજગોવિંદમ, અષ્ટાવક, સદાશિવ, કીટલી, લોક વિચાર,તમારા વિચાર,વિગેરે…


છેલ્લા દસ વર્ષની સિધ્ધિઓની વાત કરતા ચિરાગે કહ્યું આ સફર એકલે હાથે અને પૈસા વિના અને ફક્ત નિજાનંદ માટે હતી.. મિત્રો અને નવોદિત લેખકો અને કવિઓને સતત પ્લેટ્ફોર્મ આપતા ચિરાગને વિવિધ અને દરેક કેટેગરી માટે વિગત પુછ્યુ તો કહે માનસી ( ચિરાગના પત્ની) સુરતમાં ટીવી એન્કર હતી અને સાહિત્યનાં ઘણા બધા વિભાગોમાં નવી ઉર્જાઓ લાવી તે પહેલા તેમના પિતાજી, માતાજી, સાસુ અને સસરા પરોક્ષ સહકાર આપતા.

દસમા વર્ષનાં અંતે ગુજરાતી પોર્ટલનાં દરેકે દરેક સર્જકોને આવરી લેતો એક દળદાર ગ્રંથ  મુકવાનો કે તેમની કવિતાઓનો કાવ્યસંગ્રહ્..વાર્તઓની નવલીકા અને નવલકથા પ્રસિધ્ધ કરવાનો તેમનો મનસુબો છે.
તેમનાં આ કાર્ય માટે કોઈક પ્રતિભાવ માટે પુછ્યુ તો કહે “દસ વર્ષ દરમ્યાન્ ઘણા સારા માઠા અનુભવો થયા.. દસ વષૅના વેબસાઇટ ચલાવવાના કામના અનુભવના બદલામાં લોકોએ ઘણી વાર એમ પણ કહયું છે કે તું કોમ્પુટર પર ટીચી ખાય છે, કે તારી જીંદગી બેઠાડુ થઇ ગઇ છે. હકીકત એ હોય છે કે સજૅક એક જગ્યાએ બેસી ને પણ પ્રકાશની ગતી એ દોડી શકે છે.સતત કામ કરવાની કપરી સજા ઘણી વાર પીઠ પાછળનાં લોકોને સમજી અને સમજાવી નહીં શકવાની હોય છે.

 

એક જાણવા જેવો અનુભવ થયેલો , ડોટ કોમ જોરમાં ચાલતું હતું અને લગભગ ઓગણીસો નવ્વાણું , બે હજારની સાલ માં,મેં એક ગુજરાતી સમુદાયના લોકોના ગીતો ઝાઝી.કોમ પર મુકયા. થોડા દિવસે મારા પર ઇ-મેઇલ આવ્યો કે હું ગીતસંગીત મુકીને વેબસાઇટ નો ઉપીયોગ ઇ-કોમસૅ માટે કરું છું. હકીકત એ હતી કે મોટાભાગના ગીતો વેદના શ્ર્લોક હતા. સમુદ્ર ના કે ગંગાજળા ના પાણીને કાચની બાટલીઓમાં વેચતા ફરતા ઘણા લોકો ને પોતાની કાચની બાટલીઓ તુટી જવાનો ભય હોય છે. પણ જાહેરમાં બણગા એવા મારતા હોય છે કે મારા જેવા લોકોને કારણે આખી ગંગા અભડાઇ ગઇ છે. ભલુ થજો ઇમેઇલ શોધવા વાળાનું કે મામલો ઇમેલ ની આપલે થી પતી ગયો. પણ જાણવા એ મલ્યું કે જે ખરેખર કલાકાર હોય છે એ તો લુંટાવા નીકળ્યો હોય છે, ઘણા કલાકોરો એને બીરદાવે છે અને છુટથી સહજકાર આપ્યો છે. ગમતાનો ગુલાલ કરવો એ ભડના દિકરા ભકિત માર્ગે વળી જાય તેટલું કપરું હોય છે.

 

દસ વરસ પછી હજી હવે હું ભાષા શું છે, કકકો શું છે એ જાણી શકયો છું. હજી બહુ લાંબી મજલ કાપવાની છે. કનૈયાલાલ માણેકલાલ મુન્શી એ લખ્યું છે કે દુનિયામાં ગમે તેટલા કામ કરો પણ માતૃભાષાનું કામ કરવું એ અભિમાન કે ઉપકાર નથી કે નથી એ કોઇ કિમતી ખિતાબ. એતો જીવનનો એક ભાગ છે.

 

આજની તારીખમાં હકીકત એ છે કે માત્ર ગુજરાતી ભાષા આવડતી હોય તો પેટનો ખાડો નથી ભરાતો. અને ગમે તટેલુ અંગ્રજી માં હું બકબક કરુંતો પણ લાગણી અને મનનો ખાડો નથી ભરાતો. એક અધકચરી પેઢી બીજી અધકચરી પેઢી પેદા કરે છે કે પછી એક લુટારો કવિ બનવાનો પ્રયત્ન કરે છે, એ તો સમય આવેજ સાબીત થશે.

 

ટેકનોલોજીનો ફાયદો એ હતો કે તે અનુભવો ઘરમાં બેઠા બેઠા થયા..ઘણાને હું જે કરુ છુ તેનો વાંધો હતો ત્યારે ઘણા મારા કાર્યથી પ્રસન્ન હતા. કોઈક્ને નવરા બેસી રહેવાનુ ગમતુ હોય મને તે નથી ગમતુ તેથી મને જ્યારે પણ સમય મળે ત્યારે કંઈક અને કંઈક પ્રયોગો કરુ છુ.”


મેં જ્યારે પુછ્યું કે ક્યાં સુધી આ ચાલુ રાખશો તો કહે ” નિજાનંદની આ પ્રવૃત્તિમાં નિવૃત્તિની તો કોઇ વાત જ નથી. ચિરાગ અને માનસી જેવા યુવા દંપતિ જાણે છે કે માતૃભાષા જાળવવાનુ આ એક આંદોલન છે અને તે અડીખમ પણ છે. અને ગુજરાતીમાં પેલી કહેવત છે ને કે…ઝાઝી કિડી ઓ સાપને તાણે….

Advertisements
9 ટિપ્પણીઓ leave one →
 1. ફેબ્રુવારી 15, 2009 8:50 પી એમ(pm)

  Chirag is doing great job for our Gujarati language & literature. His site is such a great site with lots of Gujarati literature. He help me a lot by posting my poems on his site( when Gujarati blog, or wordpress were not even born…) he gave great encouragement to new poets. Thank you Chirag for your dedication and effort for a zazai.com

 2. ફેબ્રુવારી 16, 2009 3:50 પી એમ(pm)

  Zazi.com now you are in Vijay’s collection of bloggers!
  Let us all bloggers unit and do good for all Gujarati and Gujarat.
  That is the best work as a team we can do home away from home!

  Rajendra

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org

 3. ફેબ્રુવારી 17, 2009 9:06 પી એમ(pm)

  Chiragbhai, I have known Zazi.com for a long time. Great work!

 4. kanu yogi permalink
  એપ્રિલ 13, 2009 5:43 એ એમ (am)

  Your work is a great work.my congratulations to you.Zazi is a dynamic platform for us.
  – kanu yogi

 5. મે 9, 2009 4:09 પી એમ(pm)

  One of the pioneers of Gujarati Literature on Net. I have read http://www.zazi.com site in 2002 first time and I was impressed.
  Similarly, once cannot forst Kishor Raval’s http://www.kesuda.com The wordpress and blogspot entered quite late for the spread of Gujarati.

 6. kanu yogi permalink
  ઓગસ્ટ 21, 2010 8:27 એ એમ (am)

  Tamara bindast vicharo game chhe.pl. carry on dear friend.

 7. kanu yogi permalink
  ડિસેમ્બર 12, 2010 3:52 પી એમ(pm)

  fine , very fine. carry on dear friend.

 8. kanu yogi permalink
  મે 5, 2011 10:17 એ એમ (am)

  I am from vadnagar, your origin is visnagar so we are neighbours in one sense.My best wishes for zazi.I like your venture and congratulations to you.—————————–Kanu Yogi…..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: