કંટેન્ટ પર જાઓ

પ્રવીણ પટેલ ‘શશી’

ઓક્ટોબર 10, 2008

વતન ગુજરાતના ચરોતરમાં ભાદરણ ગામ.
સ્કૂલ ગામમાં, કૉલેજ વિદ્યાનગર અને બાકીનું શિક્ષણ મુંબઇમાં પત્યું. એકાઉન્ટ્સમાં ઉચ્ચતમ ઉપાધી સાથે બિઝનેશ, માર્કેટિંગ, ફાયનાન્સ અને લેબર મેનેજમેન્ટના પોસ્ટ ગે્રજયુટ ડિપ્લોમા ધરાવે છે. કલાભુવનનો કમર્શિલ ડ્રોઇંગનો ડિપ્લોમા પણ હાંસલ કરેલો છે.
મુંબઇ, લંડન અને ન્યુ યોર્ક નગરો વ્યવસાયનાં કાર્યક્ષેત્રો રહ્યા. ૧૯૭૯થી અમેરિકામાં વસવાટ છે. બે વર્ષ વચ્ચે લંડનમાં રહ્યા. મુંબઇ, લંડન અને ન્યુ યોર્ક નગરો વ્યવસાયનાં કાર્યક્ષેત્રો બન્યાં. ન્યુ યોર્કની મોટી લૉ ફર્મમાં કન્ટ્રોલરના હોદ્દે લાંબો સમય કામ કર્યું. હાલ નિવૃત્ત છે, છતાં એજ કંપનીના ભાગીદારોને હજી કર અને નાણાંકીય સલાહસેવાઓ આપે છે.   
સાહિત્ય અને કલામાં રસ, રૂચિ અને ફાવટ છે. લેખ, વાર્તા, કાવ્ય, ચિંતન, પ્રવાસ, મીમાંસા અને નવલકથા , એમનું લખાણ ફલક છે. હળવી સાંપ્રત શ્રેણી, ‘વાહ, અમેરિકા વાહ !’, ૧૧ વર્ષ જારી રહી. વ્યકિત પરિચય ‘બટ મોગરો’ ’ શ્રેણી પણ સાહિત્ય વર્તુળમાં પ્રીતિપાત્ર નિવડી છે.
 કલમ, ગુંજન, ગુર્જરી, વતન, માનવ, તિરંગા, તમન્ના, મસાલા, સમાચાર, માતૃભાષા, આભૂષણ, ઓપિનિયન, ગુજરાત દર્પણ, ગુજરાત દર્શન, ગુજરાત એકસપ્રેસ, અમેરિકન ગુજરાત, સૌજન્ય માધુરી આદિ સામાયિકો સમાચારપત્રોમાં એમના લખાણો આવે છે. લંડનના ‘ગુજરાત સમાચાર’ના દિવાળી અંકોમાં પણ એમની વાર્તાઓ આવેલી છે.
ઓકટોબર ૨૦૦૨માં યોજાયેલી કાવ્યસ્પર્ધામાં અંગ્રેજી કાવ્ય METAMORPHOSIS ને  ન્યુ જર્સી પોએટ્રી સોસાયટી તરફથી HONARABLE MENTIONnu પારિતોષક મળેલું છે. ન્યુ યોર્ક નગરનાં મેયર માઇકલ બ્લુમબર્ગ,    ન્યુ યોર્ક રાજયના ગવર્નર જયોર્જ પટાકી અને અમેરિકાના પ્રેસિડન્ટ જયોર્જ બુશે પણ આ કાવ્યની સરાહના કરેલી છે.
૩૫૦૦૦ નકલોનું પ્રસારણ ધરાવતા એડિસન, ન્યૂજર્સી, યુ.એસ.એ.થી પ્રગટ થતા ‘ગુજરાત દર્પણ’ સામાયિકના પરામર્શક અને જનસંપર્કાધિકારી છે. ઓસ્ટે્રલિઆથી પ્રગટ થતા ‘માતૃભાષા’ દ્વિમાસિકના અમેરિકા ખાતેના પ્રતિનિધિ છે. ઇન્ડો-અમેરિકા લિટરરરી અકાદમી દ્વારા ચાર ભાષામાં પ્રકાશિત ANTHOLOGY OF POEMS (2005) નાં ગુજરાતી વિભાગનું સહસંપાદન કરેલું છે. અમેરિકાની ‘ન્યૂજર્સી પોએટ્રી સોસાયટી’, ‘ગુજરાતી લિટરરરી અકાદમી’, ‘ઇન્ડો-અમેરિકન લિટરરરી અકાદમી’, ‘સાઠદિન કવિ મિલન બેઠક’ અને ‘ગુજરાત દર્પણ સાહિત્ય સભા’ના સક્રિય સભ્ય છે.
  ચિંતનાત્મક પુસ્તક ‘શાંતિની શોધમાં’ ૧૯૬૯માં પ્રકાશિત થયું હતું.૧૯૯૮ના મે માસમાં નવભારત સાહિત્ય મંદિરે લઘુ નવલકથા ‘પેઇંગગેસ્ટ પરવાનો’ પ્રગટ કરી. સળંગ નવલકથાનો પ્રથમ ખંડ ‘અમાસનો ચંદ્ર’ સપ્ટેમ્બર ૯૮માં, બીજો ખંડ ‘ચંદ્ર, ચકોર ને ચાંદની’ સપ્ટેમ્બર ૯૯માં અને ત્રીજો ખંડ ‘રંગ રંગીલો ચંદ્ર મનોહર’ ૨૦૦૨માં નવભારત સાહિત્ય મંદિરે જ પ્રગટ કર્યો. ઇમેજ પબ્લિકેશનના મુદ્રણ સહયોગથી ‘કાવ્યધારા’ કાવ્યસંગ્રહ ૨૦૦૧માં પ્રગટ થયો. ૨૦૦૫માં સુમન પ્રકાશને ‘હડસન કાંઠે ભદ્રાનાં નીર’ વાર્તાસંગ્રહ પ્રગટ કર્યો. ૨૦૦૫-૦૬ દરમ્યાન ખ્યાતિ પબ્લેિકેશન્સે પ્રેમમીમાંસા ‘વિન્ટેજ વેલેન્ટાઇન’ અને કાવ્યસંગ્રહ ‘કાવ્યસૌરભ’ પ્રકાશિત કર્યા. યુરોપ પ્રવાસ પુસ્તક ‘ગમતાનો ગુલાલ’ ૨૦૦૭ પ્રગટ થયું.
કેટલું લખ્યું એના કરતાં કેવું લખ્યું, એ સર્જન સફળતાની પારાશીશી છે. સાહિત્યજ્ઞનો મારાં પુસ્તકો વાંચે છે, અભિપ્રાયો પાઠવો છે, આ થકી છાતી ગજગજ ફૂલે છે. ફુગ્ગો બન્યા સિવાય હું ના ફુલાઉં એમાં જ કદાચ મારું કલ્યાણ છે.
નજીકના ભવિષ્યમાં આઠેક પુસ્તકો પ્રગટ કરવાની નેમ છે, પરંતુ આનો આધાર તો પ્રકાશકોના સાથ-સહકાર ઉપર જ રહેવાનો.

ઊર્મિ સાગર ઘૂઘવે ઉરમાં, નેણમાં ગગન સમાવ્યું છે,
અક્ષર આરાધના દિલમાં, ચિત્તમાં સર્જન લગાવ્યું છે.

લેખકનું પ્રકાશિત સાહિત્ય

ચિંતન
શાંતિની શોધમાં

પ્રેમમીમાંસા
વિન્ટેજ વેલેન્ટાઇન

નવલકથાઓ
પેઇંગગેસ્ટ પરવાનો
અમાસનો ચંદ્ર
ચંદ્ર, ચકોર ને ચાંદની
રંગ રંગીલો, ચંદ્ર મનોહર
પૂર્ણિમા

વાર્તાસંગ્રહ
હડસન કાંઠે ભદ્રાનાં નીર
આંખ આડે પાંપણ

કાવ્યસંગ્રહ
કાવ્યધારા
કાવ્યસૌરભ

પ્રવાસ
ગમતાનો ગુલાલ
 
હવે પછી..
જોગમાયા (નવલકથા)
Butમોગરો (વ્યકિતચિત્ર)
મારી  કલમે.. (લેખસંચય)
જિંદગી એક સફર (વાર્તાસંગ્રહ)
વાહ , અમેરિકા વાહ ! (સાંપ્રત)
હું , તમે અને આપણે (અમરિકા : બિંબ-પ્રતિબિંબ)

pravin patel પૂર્ણિમા

Advertisements
No comments yet

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: