રીડ ગુજરાતીનાં મગેશભાઈ પાસેથી અવંતિકાબેન નાં સંપર્ક નંબરો મળ્યા અને મે તે દિવસે મારી ઓળખાણ આપતો અને એમનો પરિચય માટે ફોન કર્યો અને એક પ્રેમાળ સ્વસ્થ લખાણ લખતી લેખીકા સ્વરૂપે મોટીબેન મળ્યા.ચાલો તેમની વાતો તેમનાજ શબ્દોમાં માણીયે..
તે દિવસે ટેલીફોન પર ઘણી વાતો થઈ હતી, તેથી આપને મારો પૂરો પરિચય મળી જ ગયો છે. છતાં આપે પરિચય લખી આપવનું કહ્યું છે તેથી આ વધારાનું એક પાનું – પુસ્તકોની સંખ્યા એવડી મોટી નથી કે પ્રભાવિત થઈ જવાય. જો કે છપાયેલાં લખાણો તારવવા બેસું તો હજી ખુશીથી બીજા પુસ્તકો પ્રકાશિત થઈ શકે, પણ થશે એ નો ભાર કોણ રાખે?
જોવા જઈએ તો હું, મારી માનસિકતા અને મારી જીવનવાર્તા કદાચ જુદી જાતના છે. સામાન્ય કરતાં જુદા.
મને કોઈ મહાત્વાકાન્ક્ષા નથી અને હતીય નહીં, હાએક સ્વપ્નું હતું , પ્રેમથી છલકાઈ જતું મધુર સુંદર ગૃહસ્થજીવનનું – વર, ઘર, સંતાન – આ બધું મને મળ્યું છે. કલ્પના કરતાંય વધારે સુંદર, મધુર.
પણ આ સુખ અનાયાસ નથી મળ્યું. કોઈને અનાયાસ સુખનો રાજમાર્ગ જડી જાય તો ય એ વ્યક્તિને શું અને કેટલું આપી જાય એ ચર્ચાનો વિષય છે.
મારા સુખની કેડી મેં જાતે કંડારી છે. એ કેડી પર ચાલતા મારા હૃદયમનમાં જે પ્રકાશ પ્રગટ્યો તે ફેલાવવાના પ્રયત્ન રૂપે મેં હાથમાં કલમ પકડી અને એ ચાલ્યા જ કરી છે. એનું કારણ વાચકોનો પ્રેમ – કલ્પી ન શકાય, માની ન શકાય એટલો પ્રેમ.
વાચકોએ મારા લખાણોને હૃદયના સાચા ઉમળકાથી વધાવ્યા, સ્વીકાર્યા, આમ મને પ્રોત્સાહન મળ્યા જ કરે છે. પ્રેમની બાબતે હું ખૂબ નસીબદાર છું, અને તેથી હું જીવંત છું, કલમમાંથી સરકતા લખાણો જીવંત છે. હૃદયસ્પર્શી છે.
મારો જન્મ એક ધન સમૃધ્ધ, સંસ્કારસમૃધ્ધ ઘરમાં થયો છે. સહજતાથી મળેલ સંસ્કાર વારસાએ મને દ્રષ્ટિ, દિશા અને ગતિ આપ્યા છે. એના વાર્સાના વિકાસે મારા મનને મહેકતું અને પ્રસન્ન રાખ્યું છે. આ બધા માટે ઇશ્વરનો આભાર માનું છું. હા, તંદુરસ્તીની દ્રષ્ટિએ હું નિર્બળ છું, જન્મ પહેલા ડૉક્ટરે કહેલું, ‘બાળકના માથા માટે શંકા છે, કદાચ મગજ કોહવાયેકું છે.’ હું જન્મી, મગજ કોહવાયેલું ન હ્હતું. પણ આંતરડા, લીવર સાવ થર્ડક્લાસ. ખૂબ રીબાઉં, રડું, ઘરમાં સૌ પ્રાર્થના કરે, પ્રભુ, તારી માટી છે, તું પાછી લઈ લે. પણ હું જીવી… શું કરતી હતી હું મારા બાળપણમાં? ચોપડીઓથી રમતી હતી. ત્યારથી પુસ્તકો જ મારા સાથીદાર બન્યાં.
અરે, હું તો ખૂબ ઊંડાણમાં પહોંચી ગઈ. મારે તબક્કાવાર જીવન વર્ણવવાનું નથી. હં, તો એક કુદકો મારું ને યૌવનમાં પહોંચી જાઉં. મારા લગ્ન થયા ને જીવન સાવ પલટાઈ ગયું. વૈભવ, સગવડો, નિરાંત બધું દૂર દૂર જતું રહ્યું. કઠોર વાસ્તવિકતાએ જીવનના બીજા સ્વરૂપનો પરિચય કરાવ્યો. વર્ષોના વર્ષો એ સંઘર્ષ ચાલ્યો. પણ એ આકરા વર્ષોમાં મુખ તો સૂર્ય તરફ જ હતું . એ તકલીફોએ મને અંત્ર્મુખ બનાવી., મને જાગ્રત કરી. કપરા સંજોગોમાં ય હૃદયમનમાં કોઈ ક્લેશ, કકળાટ કે ફરિયાદ ન ઉદભવ્યા. હતાશા ન આવી. મારી શ્રધ્ધા જાગ્રત થઈ. મારી માનો એ વારસો.. એ સમયે હું ગાતી, ‘ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ ’ – ખરેખર પ્રભુએ મને સંભાળી લીધી. મારી જાતમાં ય શ્રધ્ધા પ્રગટી એ મારા બાપુજીનો વારસો . બાપુજીએ શૂન્યમાંથી એમની સૃષ્ટિનું સર્જન કર્યું હતું. પોતાની જાતમાં એમને પારાવાર શ્રધ્ધા. સંઘર્ષના આ વર્ષો દરમ્યાન જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ત્યારે કોઈ અગોચર ખૂણામાંથી મને સાથ સહકાર સાંપડ્યો છે. આમ જ મારા હૃદયમનની ક્ષિતિજો વિસ્તરી છે. હું આશાવાદી રહી શકી.
મેં જે જોયું, અનુભવ્યું એની વાત કરવાનું મન થયું. અને ૧૯૮૨ માં અખંડઆનંદથી આરંભ થયો. અને વાચકોને રસ પડ્યો. – આજે હું જે કાંઈ છું એ મારા વાચકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે . મારું લખાણ સાહિત્ય નથી કારણ કે એ કોઈ નિયમોનુસાર નથી લખાયું. એ સીધું હૃદયમાંથી લખાયું છે.
મારી વિપત્તિ મારી સંપત્તિ બની. ઉબડખાબડ અજાણ્યા માર્ગે જતાં ભલે હું ઘવાઈ, શરીરથી કિંમત ચૂકવી પણ મારી આંતરિક સમૃધ્ધિમાં તો વૃધ્ધિ જ થઈ છે. આ એવી સમૃધ્ધિ છે કે વહેંચો એમ વધે. એણે તો મને મારી પોતાની ઓળખાણ કરાવી. લાગે છે કે ઇશ્વરે મારા માટે જે કાર્ય નિર્માણ કર્યું છે, એ મને હાથ લાગી ગયું છે તેથી ચોપાસ પ્રકાશ જ પ્રકાશ છે. મને બધું સારું, શુભ, મંગલ લાગે છે. જીવન સફર સુહાની રહી.
વિજયભાઈ, મારા જીવનમાં બનેલા બનાવો મારા લખાણોમાં ક્યાંક ને ક્યાંક આલેખાયાં છે, મારી વાત હું નિખાલસતાથી – જેવી છે તેવી કહી દઉં છું – આટલું બસ ને?
થેંક યુ, મારી વાત કહેવાની મઝા આવી..
- અવંતિકા ગુણવંત
અવંતિકા ગુણવંત
જન્મ તારીખ - ૧૭ ફેબ્રુઆરી ૧૯૩૭
સ્થળ – અમદાવાદ
શૈક્ષણિક કારકિર્દી – મેટ્રીક ૧૯૫૨
બી.એ. ૧૯૫૬ અંગ્રેજી મુખ્ય વિષય સાયકોલોજી ગૌણ સાથે
એમ.એ. ૧૯૬૦ ગુજરાતી (મુખ્ય) સંસ્કૃત ગૌણ
વ્યવસાયિક કારકિર્દી – રસરંજન બાલ અઠવાડિકનું સંપાદન ૧૯૬૧ થી ૧૯૬૯
બાલ ભારતી પ્રકાશન – ધોરણ ૧ ૨ ૩ ના ગણિત ઇતિહાસ ભૂગોળ પર્યાવરણના પુસ્તકોનું લેખન અને પ્રકાશન ૧૯૬૯ થી ૧૯૭૫
કટાર લેખન – ૧ જન્મભૂમિ પ્રવાસી (મુંબઈ) ‘વાસ્તવની વાટે ’ ૧૯૯૨ થી ૨૦૦૫
૨ મુંબઈ સમાચાર (મુંબઈ) આંગણાની તુલસી ૨૦૦૫ થી ચાલુ છે.
૩ ફૂલ છાબ ( રાજકોટ) સંસારચક્ર ૧૯૯૮ થી ૨૦૦૬
૪ સૌરાષ્ટ્ર સમાચાર (ભાવનગર) સંસારચક્ર ૨૦૦૧ થી ૨૦૦૫
૫ હલચલ અઠવાડિક (કલકત્તા) સંસારચક્ર ૧૯૯૩ થી ચાલુ છે.
૬ સાંવરી પાક્ષિક (કલકત્તા) સંસાર ૨૦૦૧ થી ચાલુ છે.
૭ શ્રી સ્ત્રીઓનું અઠવાડિક ‘ગૃહગંગા’ દસ વર્ષ સુધી.
૮ આરપાર અઠવાડિક મુ. પો. અમેરિકા ૨૦૦૪ થી ૨૦૦૫ સુધી ૨૦૦૬ થી સપ્તપદીના સૂર
૯ અખંડઆનંદ માસિક ગૃહગંગાને તીરે ૧૯૮૨ થી
ગુજરાત ટાઈમ્સ, કુમાર, જનકલ્યાણ, નવચેતન, માનવમાં અવારનવાર.
પારિતોષિક
૧ સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર પારિતોષિક
૨ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી માનવતાની મહેકને પારિતોષિક
૩ કુમાર ૧૯૮૨ માં ‘અતિસ્નેહ ’ વાર્તાને શ્રેષ્ઠ વાર્તા તરીકે
૪ નવચેતન તરફથી
- કેટલાંક લખાણો હિન્દી, મરાઠી, તમિળ, ઉડિયામાં અનુવાદ
- અભિનંદન ગ્રંથો અને ખાસ સંપાદનોમાં મારા લખાણોનો સમાવેશ. ,,,
તેમનો બ્લોગ : www.avantikagunvant.blogspot.com
અવંતિકાબેનના પુસ્તકોની યાદી
[1] આપણી પ્રસન્નતા આપણા હાથમાં [2] ગૃહગંગાને તીરે. [3] સપનાને દૂર શું નજીક શું ? [4] અભરે ભરી જિંદગી [5] પ્રેમ ! તારાં છે હજાર ધામ [6] કથા અને વ્યથા [7] માનવતાની મહેક [8] એકને આભ બીજાને ઉંબરો [9] સહજીવનનું પ્રથમ પગથિયું [10] ત્રીજી ઘંટડી [11] હરિ હાથ લેજે [12] સદગુણદર્શન [13] ધૂપસળીની ધૂમ્રસેર [14] તેજકુંવર ચીનમાં [15] તેજકુંવર નવો અવતાર
તેમનો સંપર્ક : avantikagunvant@gmail.com

Photo courtsey: www.readgujarati.com and Nirmish Thaker
નર્મદ નવલરામથી માંડીને આજ પર્યંત સુરતે સંસ્કારનગરી તરીકેની ઓળખ જાળવી રાખી છે. તાજેતરના ભૂતકાળની વાત કરીએ તો વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જયત પાઠક અને આજે ભગવતીકુમાર શર્મા જેવા મોખરાના સર્જકો સુરતે આપ્યા છે. આજે ભગવતીકુમાર આપણી વચ્ચે હાજર છે તે વાત જ આપણાં મનને પરિતૃપ્ત કરવા માટે પુરતી છે. એક સસ્કારી બ્રાહ્મણ કુટુબમાં એમને ઉછેર, માતાપિતાનો પ્રેમ તો તેઓ પામ્યા જ, સાથે સાથે એમનામાં સસ્કારનુ સુપેરે સિચન પણ પામ્યા. તેઓ એ સસ્કારનુ ભાથુ લઈને સાહિત્ય લેખનમાં પ્રવેશ્યા ત્યારથી આજ સુધી તેમણે પાછુ વળીને જોયુ નથી. આજે પચોતેર વર્ષે ભગવતીભાઈની સાહિત્ય યાત્રા અને સસ્કારયાત્રા સાથે સમાજપ્રતિબધ્ધતા પણ સોળે કળાએ ખીલી ઊઠી છે. સખત પરિશ્રમ, નાનામોટા સૌનો આદર, વિનય વિવેકપૂર્ણ આચાર, શુધ્ધ વૈચારિક અભિગમ અને સાહિત્ય સાથે સમાજ પ્રત્યે પણ પરિબધ્ધતા એમની વિશિષ્ટતા છે. ભગવતીભાઈએ કોઈને નારાજ કર્યાનુ જાણ્યુ નથી.
શહેર પ્રત્યે એમનો કુટુંબ જેવો લગાવ રહ્યો છે. જ્યાં અને જ્યારે જરૂર પડી ત્યાં અને ત્યારે શહેર સાથે ઊભા રહેવાની કર્તવ્યનિષ્ઠાને કારણે ભગવતીકુમારને આજે સુરતનું બચ્ચેબચ્યુ ઓળખે છે. પહેલી કવિતા લખી ત્યારથી ગણીએ તો લગભગ સાઠ વર્ષની એમની સાહિત્યસાધના દ્વારા આજે તેઓ સાહિત્યક્ષેત્રના ઉત્તુંગ શિખરે બિરાજે છે. સુરતની તો તેઓ ઓળખ છે. એક જમાનામાં નર્મદથી ઓળખાતુ સુરત આજે ભગવતીભાઈનાં નામથી ઓળખાય છે. આપણા સૌને માટે આવા ભગવતીકુમાર એક મહામૂલુ વ્યક્તિત્વ છે. read more…

સ્વાતિબેન ગઢીયા (પટેલ) સાથે વાતોમાં ભાગ્યેશભાઇનાં ગુજરાતી ભાષાનાં ચાહક તરીકે તેમણે ધબકારની પ્રવૃત્તિનાં ઉત્તેજનની વાત સ્મૃતિમાં તાજી હતી ત્યાં રમેશભાઇ તન્ના(ગુજરાત ટાઈમ્સનાં સીનીયર એડીટર)એ પણ તેમનો પરિચય ગુજરાત સરકારનાં માહીતિ નિયામક અને સાચી રીતે ગુજરાતી ભાષા શ્વસતા કવિ તરીકે આપ્યો ત્યારે તેમને ફોન ઉપર મળવાની લાલચ હું ન રોકી શક્યો. સેક્રેટરી ટુ ગવર્નમેન્ટ આઈ. એ. એસ. ઓફીસર તરીકે અને માહીતિ નિયામક તરીકે બેવડી જવાબદારી નિભાવતા ભાગ્યેશભાઇ નો ફોન ઉપર અવાજ સાંભળ્યો ત્યારે તે સહ્રદયી મિત્ર જેટ્લો ઉષ્માપૂર્ણ વધુ લાગ્યો અને અધિકારીપણું તો ક્યાંય નહોંતુ.
‘આ રવિવારે વડોદરા આવું છું ત્યારે મળીયે’ કહીને ફોન મુક્યો ત્યારે થયું કે જ્ઞાની વૃક્ષ જેવા હોય છે જેમ ઉંચે જાય તેમ વધુ વિનમ્ર થતા જાય.
વડોદરાની વેલકમ હોટેલમાં જ્યારે પહેલી વખત મળ્યાં ત્યારે ફરીથી લાગ્યુ કે પ્રાર્થનાએ તેના પપ્પા વિશે જે લખ્યું છે (http://www.readgujarati.com/sahitya/?p=769 ) તે કરતાં ભગ્યેશભાઇ ઘણાં ઊચ્ચાસને વિરાજેલા ગીતકાર અને કવિ છે અને તેનાથી પણ વધુ વિનોદી મિત્ર છે. તેમના વિશે લખવા માટે મને ઘણું ભાથુ મળ્યું.પણ અત્રે મારા પ્રતિભાવોમાં તેમને ગુજરાતી કવિ અને ગીતકાર સુધી સીમીત રાખીશ. અન્ય માહીતિ તેમની વેબ સાઈટ http://bhagyeshjha.com/ ઉપર છે. પ્રાર્થનાએ લખેલ આ વાક્ય મને સતત આ મુલાકાત દરમ્યાન યાદ આવતું હતું કે ‘ગુજરાતી મારી મા છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી વિદુષી નારી છે, જે મને ખૂબ પ્રિય છે. જેને હું બેસતા વર્ષના દિવસે પગે લાગીને $ 51 જરૂર લઉં. પણ મને ઉંઘ ન આવે તો હાલરડું તો મારી મા જ ગાય.’
મુલાકાતની શરુઆતમાં ઔપચારિક વાતો શરુ થઇ અને મેં તેમના વાક્યોની નોંધ લેવા નોટ ઉઘાડી ત્યાં તેમણે તેમના પરિચયની અછાંદશ કવિતા મારી નોટમાં લખી
આમ તો કહેવાવું છું કે ભાગ્યનો હું ઇશ છું,
પણ ખાલીપાનાં ભારથી ભીની સમયની ડીશ છું
૫‘ ૪”નો આકાર છું
હું જ મારી એકલી સરકાર છું
આજે પણ એમના કાર્યમાં વાંચન દરેક ક્ષેત્રમાં તેમની આગવી શક્તિ રહી છે દિવસનાં ૩૫ છાપા વાંચવાનાં અને સરકારને હાનિ કરતી દરેક વસ્તુને રોકી સરકારની વાસ્તવીક છબિ ઉજળી રીતે ઉપસાવવી તે તેમનું કાર્ય છે. આ કાર્ય આમ તો ઘણો જ સમય માંગી લે છતાં તેમાં તેમને ગમતું લખવાનો અને સમય મળે ત્યાં રજુ કરી દેવામાં તેમને અપાર આનંદ છે.
તેમની લખેલી કૃતિઓ તેમના અવાજે સાંભળવાનો એક લહાવો છે તેવું પ્રાર્થનાએ લખ્યું હતું પણ તે તક મને ન મળી. હા તેમણે વાતો દરમ્યાન કરેલી બે ત્રણ શાબ્દિક મજાકો અત્રે રજૂ કરી તેમની વિનોદ વૃતિને જરુર દાદ આપીશ.
- એક મીશનમાં તેમના ઉપર ગોળીબાર થયો.તોફાનો શમ્યાના બે ત્રણ દિવસે તે ગામે દવા વહેંચવા ગયા ત્યારે બોલ્યા..તમે મને ‘ગોળીઓ’ મારી હું તમને ’ગોળીઓ’ આપવા આવ્યો છું.
- નર્મદાબંધ નાં એક મિલનમાં નર્મદાબંધ વિરોધી લોકો બોલ્યા..અરે આ તો ‘બંધ’ બાંધવા વાળા છે ત્યારે ભાગ્યેશભાઇ બોલ્યા નારે અમે તો ‘સબંધ’ બાંધવા વાળા છીયે
- ગોલ્ડમેડાલીસ્ટનાં એક ગ્રુપમાં સમય કાઢવા મેં એક ભાઇને કહ્યું હાથ બતાવો અને તેમના ભાગ્યની વાતો કરી. પછી તે ભાઇ બોલ્યા હવે તમારો હાથ બતાવો હું તમારું ભવિષ્ય કથન કરું…પછી ખબર પડીકે ૩૭નાં ગ્રુપમાં ૩૪ જણાએ કીરોની હસ્તરેખા વાંચી હતી..જો ભુલે ચુકે ગપ્પા માર્યા હોત તો શું દશા થતે?
મેં કહ્યું અમે હ્યુસ્ટનમાં ગુજરાતી શબ્દ સ્પર્ધાનુ માળખું તૈયાર કર્યું છે તો અભિનંદન આપતાં કહ્યું સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીમાં ગુજરાતી ભાષાનાં વિકાસ અને સંવર્ધનની વાતોમાં તમે અગ્રીમ થશો. તેમનાં મિત્ર ડો. અમિત પટેલને મેં ભાગ્યેશભાઇ માટે એક વાક્યમાં પરિચય આપવાનું કહ્યુંતો કહે “તમે આટલા સરળ કોઇ આઇ. એ. એસ. ઓફીસરને જોયા છે?” અને અમિતભાઇનાં પત્ની બોલ્યાં તેઓ તો ‘સમlધાન નાં કૃષ્ણ’ છે.
મારા મનનો પ્રતિભાવ એવો હતો કે જે ગુજરાતી માનું માન સાચવે, સંસ્કૃતને દાદીમા કહે અને અંગ્રેજીને પડોશની સન્માનનીય નારી કહે તે જ ખરેખર વિદ્યાવાન ગુજરાતી છે. ગુજરાતની ધરાનાં પનોતા પુત્ર છે.
He can be reached on bvjha@yahoo.co.in
His blog is http://bhagyeshjha.wordpress.com/
તેમની એક કવિતા અત્રે વાચકોને માટે
એક સંદેશ શ્યામને .
- ભાગ્યેશ જહા
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.
સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
SMS કરવાનું ….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો
SMS કરવાનું ….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
ઘણા સમયની મારી સહાધ્યાયી મિત્ર અને સુહ્રદ વાચક ઇલા પટેલે આ વખતની વડોદરાની મુલાકાત દરમ્યાન કહ્યું કે તારા બ્લોગ જેવોજ બ્લોગ મારી મિત્ર રાજુલ અને કૌશિકે બનાવ્યો છે. આ થઈ રાજુલબહેન સાથે વાતની પૂર્વભુમિકા.પછી ઈલા તો અમરનાથની યાત્રાએ જતી રહી અને તેણે રાજુલબહેન સાથે વાત કરી કે નહીં તે દ્વિધામાં અઠવાડીયુ નીકળી ગયું.
એક દિવસ કૌશિક્ભાઇનો સામેથી ફોન આવ્યો અને રાજુલ બહેન સાથે વાત થઇ તો કહે હું તો તમારી ઘણી માઈક્રોબાયોલોજી ગ્રુપની વાતો અને મિત્રોથી વાકેફ છું અને ૩૫ વર્ષનો સમય ગાળો એકદમ કડડભુસ થઇ ગયો. મેં હસતા હસતા કહ્યું તુ તો શશીકાંતભાઈ નાણાવટીની દીકરીને? એમના હકારથી જાણે એ જ જુના મિત્રો હોઇએ તેવી ઓળખનો રણકો બંને પક્ષે રણક્યો. શશિકાંત નાણાવટી એટલે સંનિષ્ઠ પત્રકાર અને નાટ્ય જગત સાથે સંકળાયેલ જાણે એક પેઢી .
મેં બ્લોગ વિશે વાત શરું કરી તો કહે એ બધી વાતો કૌશિક સાથે કરો.. હું તો લખીને તૈયાર કરું તેથી તે મારો બ્લોગ કહેવાય પણ વાસ્તવમાંતો તે અમારા બંને નો બ્લોગ છે.
રાજુલબહેનને લેખીની તો જાણે વારસામાં મળી છે જ, જે તેમના બ્લોગ ઉપર મધર ડે નાં સંદર્ભે લખેલી ત્રણ માની વાતો પરથી સ્પષ્ટ દેખાય છે. દીકરા અને દીકરીનાં વિદેશગમન અને ખાલી માળાએ સુતેલી લેખની ને જગાડી. સ્ત્રી શક્તિ(Women Empowerment) અને તેને થતા અન્યાયો સામે કલમ ચાલી કે જે રોજબરોજનાં પ્રસંગોને પોતાની આગવી રીતે મુલવી લખતાં ગયા અને મુક્ત લેખક (ફ્રીલાન્સ રાઈટર) તરીકે જુદા જુદા અખબારમાં ઝબકતા રહ્યાં.
હાલ તેઓ નવા ચલચિત્રોને શુક્રવારે પ્રથમ શો જોઇ તે ચિત્ર ઉપર પોતાનો અભિપ્રાય લખે છે જે દિવ્યભાસ્કરમાં શનીવારે નિયમીત રીતે આવે છે.તદુપરાંત સેંટ ઝેવીયર્સ કોલેજમાં સાયકોલોજી વિષયમાં સ્નાતક થયા અને બીજો વિષય ગુજરાતી હોવાથી ગુજરાતનું અમી વારસામાં મળ્યુ.વાંચન શોખ હોવાથી ગુજરાતી સાહિત્ય સાથેની નિક્ટતા વધતી ગઇ. તક મળતા અનુવાદક તરીકે કાર્ય શરુ કર્યુ. વળી શિક્ષણના કલાસમાં સોશિયલ સાયન્સનો અતિ નિરસ વિષય ભણાવવાના બદલે એને નાટ્યત્મક સ્વરુપ આપી વિધ્યાર્થીઓમાં રસ પડે તેવી રીતે ભણાવવાના હેતુ થી પાઠને નાટક સ્વરુપ આપવાની જવાબદારી ની તક મળતા સ્ક્રિપ્ટ રાઇટર નો નવો અભિગમ અપનાવ્યો .
પ્રૂફ રીડર તરીકે પણ જરૂરી ચોક્કસાઈએ તેમને જ્યારે પણ જરુર પડી ત્યારે સ્વચ્છ નિર્બંધ પણ સક્રિય પ્રકાશન અને સંપાદન લગતા તેમના શોખને આવકલક્ષી બનાવ્યું આ વાતોને તેમની વેબ સાઈટ http://www.translatorscafe.com/cafe/member95160.htm પર જોવા મળશે.
છ મહિના અમદાવાદ અને છ મહિના એટલાંટા તથા લડંન, ફરતાં ફરતાં સુભાષ ભટ્ટ ની દીકરી અમી દવેએ કૌશિકભાઈને રાજુલબેન ને વેબ ઉપર કાર્યાન્વીત કરવા કહ્યું અને તે મનમાં રાખી સર્ફીંગ કરતા હીનાબેન પારેખનાં બ્લોગ ઉપરથી વર્ડપ્રેસની લીંક મળી અને ત્યાંથી સર્જાયુ “રાજુલનું મનોજગત“ જો કે આ તેમનો ત્રીજો બ્લોગ છે.
સૌથી પહેલો બ્લોગ હતો http://www.linkedin.com/in/rajulshah અને કૌશિકભાઇનો પહેલો બ્લોગ હતો http://www.carenris.com/ તથા http://www.topcareservices.com જે દ્વારા તેઓ તેમના બીન નિવાસી ભારતિય મિત્રોને જરૂરી દરેક પ્રકારની સેવાઓ આપે છે.
જ્યારે ૩૫ વર્ષ બાદ તેમને તેમના ઘરે મળ્યા ત્યારે રાજુલબેન બધી રીતે મારા મામાની નાની બેન જયનાજ યાદ આવી. મઝાની વાત એ હતી કે ગાંધીનગર જતા જતા અમારી વાતોમાં અમે બંને એક મેક નો પરિચય પુછતા હતા અને લખતા લખતા અમે બંને હસતાં હતાં. કૌશિકભાઇ જરૂર પડે ત્યાં ટહુકો કરી અમને હસાવતા હતા.
મને શ્રધ્ધા અને ભરોંસો છે કે ગુજરાતી સાહિત્યને જરૂરી બધી સેવાઓ આપશે અને પોતે પણ બ્લોગનાં સહારે અને નિશ્ચિંત રાહે ઘણું સર્જન કરશે.
તેમનો સંપર્ક છે rajul54@yahoo.com
ડો.ચિનુ મોદી જ્યારે રે મઠમાં એબ્સર્ડ નાટકો કરતા હતા તે સમયથી તેમનો શિષ્ય અને મારો મિત્ર નરેન્દ્ર બજાજને લઈ તેમને ઘરે જ્યારે ચરણ વંદના કરી ત્યારે ઉમળકાથી તેઓ ભેટી પડ્યા…અમેરિકન વિદ્યાર્થી ભારતિય પ્રણાલી ભુલ્યો નથી કહી વહાલથી તેમના કાર્યકારી ટેબલ પાસે લઈ ગયા. હું કેમેરાથી તેમની ઉર્મિ ભરેલી નાટ્ય દુનિયાનાં સંભારણા સાંભળતો અને તેમને કચકડામાં કેદ કરતો રહ્યો..

શ્રી દીલિપ દવે દોરેલુ તેમનું ઠઠ્ઠાચિત્ર તેમને સર્વાંગ સ્વરૂપે કહે છે આ ગતિશીલ કવિ અને ગતિશીલ એકાંકીકાર છે.તેઓ સતત લખતા-વિકસતા-વિચારતા-શોધતા અને પામતા કવિ છે. એમની કવિતા વિધ વિધ રૂપે મહોરે છે. છાંદસ, અછાંદસ,ગીત, ગઝલ,કવિતા,પરંપરાગત આખ્યાન્,ખંડકાવ્ય અને નાટ્ય કાવ્યોમાં તેઓ ખુબ ખીલ્યા છે અને હજી પણ તેમની શબ્દ સર્જન યાત્રા ચાલુ છે.

કવિ શ્રી રમેશ પારેખે તેમના વિશે એક કાવ્યમાં લખ્યુ હતું કે
શ્વેતકેતુ મસ્તક્માં બંડનાં વાયુઓ ભમે
વળી એમાં ગઝલનાં સિક્કાઓનું કારખાનુ ધમધમે..
એજ કવિતાનાં અંત ભાગમાં લખે છે
સાહિત્યનાં સર્વ તીર્થ પગપાળા ઘૂમે
કવિતાયે એ મદ્ય જેમ પીયે અને ઝૂમે
બાંધી શકે નહીં એને કોઇ પણ જેલ
નાટક તો જાણે ડાબા હાથ તણો ખેલ
ચશ્માંમાંથી પ્રેમભરી આંખે જુએ જેને
નખશિખ પોતીકો બનાવી દીએ એને
સંવેદનશીલ કવિ રાવજી પટેલ ડો ચિનુ મોદી માટે લખે છે
ધસમસ આવતી રાતને તેં રોકી લયથી રૂપાળ!
કવિ, શહેરની નિરોઝ્-ક્વોલિ-હેવમોર
તારાં નેત્રપાતાળથી કવિતા બનીને ફૂટે!
કામરૂપ દેશ ફરી અલપઝલપ સામ્પ્રસમય હલાવી નાખે.
નગરનાં સ્તનશિલ્પ ખળખળ વહી જતાં
નાગનાં લીસોટા જેવા ઝેર ચૂસે
રીક્ષાઓનાં વ્હીલ જેવો ઘુમક્કડ
સડકો વીંટીને તારો ભૂતકાળ દોડી જતો જોઇ
સ્લીપીંગ ટેબ્સ પર કબર ખોદીને સૂતો તોય
તુ તો કવિતાનું વૃક્ષ થઇને ફાલ્યો
ઘણા ભૂતકાળનાં સંસ્મરણો બાદ મેં પુછ્યું ભગવાન આવીને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો તો તેમનો જવાબ હતો બીજો ભવ પણ હુંતો ચિનુ મોદી જ બનીશ અને જેમ જીવ્યો છું તેમ જ જીવવા માંગીશ…બહુ દિલેરી થી જીવું છું. અને ગમતુ બધું જ ..ઉઘાડે છોગ કર્યુ છે.કવિ અને સાચો તખ્તાનો કલાકાર જ આટલી ખુમારી થી બોલી શકે.તેમની સર્જન સમૃધ્ધી દર્શાવે છે કે તેમણે સાહિત્યનાં ઘણા ક્ષેત્રોને ખેડ્યાં અને ઉચ્ચતમ સાહિત્ય ગુજરાતી ભાષામાં રચ્યું
| કાવ્ય સંગ્રહ્ | કાળો અંગ્રેજ ૧૯૯૨ | હુકમ માલીક ૧૯૮૪ |
| વાતાયન ૧૯૬૩ | માણસ હોવાની મને ચીડ ૧૯૯૬ | રાજા મીડાસ ૧૯૯૨ |
| ઉરના નાભ ૧૯૭૪ | પીછો ૨૦૦૪ | વિવેચન્ |
| ક્ષણો ના મહેલમાં ૧૯૭૨ | લીસોટો ૨૦૦૦ | બે દાયકા -ચાર કવિ ૧૯૭૪ |
| દર્પણની ગલીમાં ૧૯૭૫ | દહેશત ૨૦૦૪ | ગુજરાતીમાં ખંડકાવ્યોઃઉભાવ અને વિકાસ ૧૯૬૮ |
| દેશવટો ૧૯૭૮ | ચુકાદો ૨૦૦૪ | કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૭૯ |
| શાપિત વનમાન ૧૯૭૬ | પડછાયાના માણસ ૨૦૦૮ | મધ્યકાલીન ગુજરાતી કવિતાનુંપુનઃમુલ્યાંકન ૨૦૦૮ |
| ઇર્શાદ ગઢ ૧૯૭૯ | નિદ્રાચાર ૨૦૦૮ | અનુવાદ |
| બાહુક ૧૯૮૨ | ટુંકી વાર્તા | વસંતવિલાસ ફાગુ ૧૯૫૭ |
| અફવા ૧૯૯૧ | ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી ૧૯૯૦ | સંકલન |
| ઇનાયત ૧૯૯૫ | છળનાગ ૧૯૯૭ | શ્રેષ્ઠ ગુજરાતી ખંડ કાવ્યો ૧૯૯૧ |
| વિ-નાયક ૧૯૯૬ | નાટ્કો સંપુર્ણ | કલશોર ભરેલુ વૃક્ષ ૧૯૯૫ |
| ઇ ૧૯૯૯ | જાલકા ૧૯૮૫ | ગમી તે ગઝલ ૧૯૭૬ |
| સઈયર ૨૦૦૦ | અશ્વમેધ ૧૯૮૬ | ગુજરાતી પ્રતિનિધિ ગઝલો ૧૯૯૬ |
| નકશાં નગર્ ૨૦૦૧ | ખલિફાનો વેશ યાને ઔરંગઝેબ ૧૯૯૩ | |
| શ્વેત સમુદ્રો ૨૦૦૧ | નૈષધ રાય ૧૯૯૬ | |
| કલાખ્યાન ૨૦૦૨ | નવલશા હીરજી ૧૯૯૫ | |
| નવલકથા | શુક દાન ૨૦૦૦ | |
| શૈલા મજમુદાર ૧૯૬૭ | મેમરિ લેન ૨૦૦૮ | |
| ભાવ -અભાવ ૧૯૬૯ | મત્સ્યવેધ ૨૦૦૬ | |
| લીલા નાગ ૧૯૭૧ | ઢોલિડો ૨૦૦૮ | |
| ભાવચક્ર ૧૯૭૫ | બુધ્ધીધન ૨૦૦૮ | |
| ગાંધારીની આંખે પાટા ૧૯૭૯ | એકાંકી | |
| પહેલા વરસાદનો છાંટો ૧૯૮૭ | દયાલનાન પંખી ૧૯૬૭ | |
| હેંગ ઓવર ૧૯૮૬ | કોલ બેલ ૧૯૭૩ |
તેમની સિધ્ધિઓ તો અપાર છે જે નીચે દર્શાવેલી છે તેમના બહુમાનો અને ચંદ્રકોથી ભરેલો તેમનો બેઠક ખંડ અત્રે મેં ચિત્ર રુપે જીવંત કરેલો છે.

કાર્ય-સન્માન અને નોંધનીય સિધ્ધિઓ
- જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯
- મેટ્રીક ૧૯૫૪
- બીએ ૧૯૫૮ એલએલબી ૧૯૬૦ અને એમ એ ૧૯૬૧ ગુજરાત યુનીવર્સીટીમાંથી
- વિદ્યાવાચસ્પતિ (ડોક્ટર) ૧૯૬૯ ગુજરાત વિદ્યાપીઠમાંથી
- અધ્યયન અને અધ્યાપન ૧૯૬૧થી ૧૯૯૬ સુધી
- ડીપાર્ટ્મેંટ ઓફ કલ્ચર દિલ્હી તરફ્થી ક્રીએટીવ લેખક ફેલોશીપ.૧૯૭૮
- ચેરમેન્, કૃતિ ફીલ્મ કો ઓપરેટીવ સોસાયટી અમદાવાદ ૧૯૭૯
- રેડીયો અને ટેલીવીઝન એડવર્ટાઈઝીંગ નો રાપા એવૉર્ડ (ત્રણ વખત્) ૧૯૮૪
- ગુજરાતી સાહિત્ય પરિષદ સન્માન કાવ્ય બાહુક માટે ૧૯૮૮
- ગુજરાતી સાહિત્ય અકાદમીનાં મનનીય સભ્ય ૧૯૮૭-૯૧
- જર્નાલીઝમ અને કોમ્યુનીકેશન વિભાગ એમ એસ યુનીવર્સીટી વડોદરા ના કાર્યકારી સંવાહક અને ડીન ૧૯૯૨-૯૪
- ગુજરાત રાજ્યનાં મનોરંજન ક્ષેત્રે સ્ક્રુટીનીટી બોર્ડના સભ્ય ૧૯૯૬
- સંગીત નાટ્ય અકાદમીમાં ડ્રામા સીલેક્શન કમીટીનાં નિષ્ણાત તરીકે ૧૯૯૬
- ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશીપ ૧૯૯૭
- સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર ૧૯૯૯
- ટ્રાન્સ મીડીયા એવૉર્ડ ૨૦૦૪
- મેનેજીંગ ડીરેક્ટર ભાષાંતર ભવન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ૨૦૦૪
- અત્યંત સન્માનનીય એવોર્ડ નરસિંહ મહેતા પુરસ્કાર ૨૦૦૮.
૭૦ વર્ષની વયે પણ નિયમીત “શની” સભા ભરતા અને દરેક અઠવાડીયે તાજી ગઝલો સંભળાવતા આ ગુજરાતી ભાષાનાં સર્જક હજી ઘણું સર્જશે અને ગુજરાતી ભાષાને તેમના સાહિત્યથી સભર રાખશે તેવી શુભેચ્છાઓ સહિત તેમની તાજી રચના “પોટલી” અત્રે મુકી વિરમુ.
પોટલી
પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે
મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે
જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.
હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે
હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે
તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે
કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.
ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…
ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.
ગઝલમાં આ નાટકનો જીવ દ્રશ્ય સર્જે છે જાણે તેમના મૃત દેહને ફંફોસતો પોલીસ પુછે છે કોણ છે, “ઇર્શlદ” છે આ? અને જવાબ મળે છે હા ખિસામાં કાપલી છે.
સ્વાતી પટેલ (ગઢીયા) સાથે આમ તો ઘણી વાતો નવેમ્બર(૨૦૦૮)નાં થયે..બે દિવસની ટુંકી નોટીસમાં મને પંદર સત્તર “ધબકારાઓને” મેળવવા માં મદદ કરનાર શૈલ શાહ અને સ્વાતીબેનની નિષ્ઠાએ મને ગદ ગદ કરી દીધો…આમ તો નિયમ છે કે ૩૦ સભ્ય થાય તો સેન્ટર બને અને “ધબકાર” પાસે અમદાવાદ સુરત અને મુંબઈ જેવા સક્રિય વૃંદો છે.જે ગુજરાતીમાં કાવ્ય લખે છે.તેને સ્વર બધ્ધ કરવા મહેનત કરે છે અને નિર્ધારીત સમયે તે જાહેરમાં રજુ પણ કરે છે.

બરોબર સાડાત્રણનાં ટકોરે લેખક મિત્ર બિરેન કોઠારી મને લેવા આવી ગયા અને તેમની સાથે ખલીલ સાહેબને ત્યાં વણ નોતર્યા મહેમાન તરીકે પહોંચી ગયો.હું તો તેમને ગઝલકાર તરીકે જ ઓળખતો હતો પણ તેમના સાહિત્યની યાદી જોતા લાગ્યું કે તેતો સફળ ગઝલકાર હોવા ઉપરાંત સારા વાર્તાકાર્, દિગ્દર્શક અને નિવડેલા નાટ્યકાર પણ છે. સાચું કહુંતો મસ્તક આદરથી ઝુકી ગયું.. તેમનો પહેલો ગઝલસંગ્રહ “સાદગી” જોયો અને નવો ગઝલસંગ્રહ “સારાંશ” ભરત દેસાઈ માટે ખરીદ્યો. .
તેમનાં બેગમની સાથે જ્યારે છબી પાડી ત્યારે પાછળ કબાટમાં ગોઠવાયેલા તેમના સન્માનો અને ચંદ્રકોને પણ લીધા.

” મને મારી ખામીઓની ખબર છે અને હું મારી ઊણપોને ઓળખું છું” કહેતો આ સર્જક જેમ તેમના લખાણોમાં તેમની ખુમારી માટે પ્રસિધ્ધ છે આજે તેમની નમ્રતા નોંધનીય છે.
કવિ શ્રી સુરેશ દલાલ તેમના માટે લખે છે કે ” કાગળને કન્સલ્ટ કર્યા વિના જે મોજ મસ્તીથી ખલીલ ગઝલની રજુઆત કરે છે એ વિરલ છે.એમની ગઝલ ચૉટદાર છે.પણ કેવળ સભારંજની નથી. એમના શબ્દોમાં એક પ્રકારનું આકર્ષણ અને ઊંડાણ છે. ગહન વાતને પણ એ સરળતાથી સપાટી પર મૂકીને ફરી પાછા ઊંડાણમાં જઈ શકે છે અને સપાટી ઉપર આવી શકે છે. આ અવગુણ નહીં પણ અતિગુણ છે. એમની ગઝલો સપાટ બયાની નથી. પોતાની વિદ્યાપીઠમાં તૈયાર થયેલા આ શાયર એકાંતમાં અને જાહેરમાં જાણવા અને માણવા જેવા છે.
કોઇની આંગળી પકડીને ચાલવાનું તેમના સ્વભાવમાં નથી તેથી પોતે લખેલી ગઝલની પણ આંગળી પકડીને એ ચાલતા નથી એટલે પુનરાવર્તનમાંથી ઉગરી ગયા છે. જ્યારે મુશાયરાની વાત આવે છે ત્યાં સુધી આપણે કહેવું પડેકે રજૂઆતની બાબતમાં એ હુકમનું પાનું છે.”
તેમના સર્જનોનું વિશાળ પોત નિમ્નલીખીત સૂચી જોઇને આવશે..

આવો જોઈએ તેમના ગઝલ સંગ્રહ “સારાંશ”ની તેમની સહજ વાતો..
નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારાં પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછીતો એજ રસ્તાથી.
હશે મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યોછે દીવો મારા દીવાથી.
રદીફ ને કાફીયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.
કદી તેં હાક મારી’તી, ઘણા વર્ષો થયાં તો પણ,
હજી ગુંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.
ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઇના અહીં હોવા ન હોવાથી
અમદાવાદની એક દિવસીય ટૂકી મુલાકાત દરમ્યાન ડો. શરદ શાહનાં સાહિત્યીક મિત્રોમાંથી શ્રી રજનીકુમાર પંડ્યા સાથે ફોન મુલાકાત થઈ. તેમની ઇંડો અમેરીકન નવલકથા “પુષ્પદાહ”થી હું પરિચિત હતો તેથી વાતની શરુઆત ત્યાંથી થઇ. થોડી આડી અવળી વાતોને અંતે મેં તેમના પરિચય વિશે માહીતિ માંગી અને તેમણે જન્મ થી આજ દિન સુધી કરેલા કાર્યો અને હવે પછી પણ સક્રિય અભિયાનોની માહીતિ આપી. આ ટેલીફોનીક વાતો પછી તેમના જમણા હાથ સમાન બિરેન કોઠારી દ્વારા પણ તેમના સાહિત્યીક સિધ્ધીઓ અનુભવી..સાચેજ વૈવિધ્ય અને નવિન પ્રદાનોનાં સંદર્ભે તેમનું કૌશલ્ય મારા મનને પ્રભાવીત કરી ગયું. તો ચાલો ઓળખીએ રજનીકુમાર પંડ્યાને ઉર્વીશ કોઠારીનાં શબ્દોમાં…

શ્રી રજનીકુમાર પંડ્યા તથા તેમના કેટલાક પુસ્તકોનાં ચિત્રો
છઠ્ઠી જુલાઈ ૧૯૩૮નાં રોજ જન્મેલ આ પીઢ સાહિત્યકારનું સર્જન ફલક બેમત નાવિન્યોથી અને સફળતાઓથી ભરેલું છે.
read more…વડોદરાનાં આ મેઘાવી કવિ સાથે મુલાકાત કરાવનારા મિત્ર ભરત દેસાઈ “સ્પંદન”નો આભાર માનુ તેટલો ઓછો છે..જો કે તેમને તેમના કાવ્યો થકી અને વેબ સાઈટ લય સ્તરો, આસ્વાદ અને કદાચ રીડ ગુજરાતીમાં તેમને વાંચ્યા હતા. મળવાની તક મળી અને થયુ કે ભીનાશનાં હસ્તાક્ષરો તો આવાજ હોયને..
ડો રશીદ મીર લખે છે
હોડ “કીર્તિ”ની અને અશ્વ ઉપર
ચુસ્ત હલકો સવાર રાખું છું
પોતના નામને ઉપનામ તરીકે ઉપયોજીને ગઝલનાં મક્તામાં અનેક લક્ષણાર્થો પ્રગટાવનારા શ્રી કીર્તિકાંત પુરોહિતે “બુધકવિ સભા”માં પોતાની ગઝલોને ઘુંટે છે અને આ ગઝલત્વને પામવાનો અને પ્રમાણવાનો અથાગ પુરુષાર્થ જાળવી રાખ્યો છે.

ચાલો મળીયે ગઝલકાર કીર્તિકાંત પુરોહીતને તેમના શબ્દોમાં
જિંદગીનાં એક જબરદસ્ત વળાંક ઉપર કવિતાએ મારો હાથ પકડ્યો અને એક સુંદર અવલંબન મળ્યું. નિજાનંદનું એ સુપ્રભાત હતું. મુંબઈનાં જુના મિત્ર અને જાણીતા શાયર લલિત વર્માએ બુધસભા અને ડો રશીદ મીરનો પરિચય કરાવ્યો. સમય કાઢીને કવિતા વર્તુળો અને બુધસભામાં જવા માંડ્યું. અનેક કવિ મિત્રોનો પરિચય થયો..તેમની રચનાઓનો પરિચય થયો. ડો રશીદ મીર, ગુલામ અબ્બાસ “નાશાદ”, અને મોનો ઇમેજનાં પ્રણેતા ડો મધુભાઈ કોઠારી જેવા મિત્રોનું માર્ગદર્શન મળતુ રહ્યુ…
કવિતાનાં વિવિધ પ્રકારો જેવાકે મોનો ઇમેજ, મુક્તકો, કાવ્ય અને ગઝલો ઉપર શીખ્યા અને તેના બંધારણ ને જાળવી ને લખ્યું, રજુ કર્યુ અને પ્રસિધ્ધ પણ થયું
વ્યવસાયે સફળ ઇજનેર, કાર્યદક્ષ વહીવટ કર્તા ૬૬ વર્ષીય કીર્તિકાંતભાઈ અને તેમના ધર્મ પત્ની ચંદાબેન નિવૃત જીવનની રસ વૃતિઓને ગઝલ સંગીત અને નાટ્ય પ્રવૃતીઓથી ધમ ધમતું રાખે છે.
તેમને ગમતી તેમની કૃતિ “”સરનામું” અત્રે રજુ કરતા આનંદ અનુભવું છું
સીધું યા પરભારું હોવું જોઈએ
દર્દનું સરનામું હોવું જોઇએ
લોકને બસ હોય નિસ્બત એટલી
તારું અથવા મારું હોવું જોઈએ
માવજત માટે હશે રસ્તા ઘણાં
પણ દુઆનું ય બારું હોવું જોઇએ
મોતની અલબત્ત સફર છે એકલી
જીવવું સહિયારું હોવું જોઇએ
રૂપ, કૌશલ ને ગુણો ઓછા પડે
કીર્તિ, ગજવે નાણું હોવું જોઇએ.
તેમના કાવ્ય સંગ્રહો :૧. ભીનાશનાં હસ્તાક્ષરો ૨.વણાંક પર
પ્રાપ્તિ સ્થાનઃ ક્રીટોન પ્રકાશન, ૧૦૧ સ્ટેટસ એવન્યુ મકરપુરા રોડ વદોદરા ૩૯૦ ૦૦૯ ફોનઃ ૦૨૬૫ ૨૬૫૧૭૧૮
તેમનો સંપર્ક purohit@kritonwelders.com



