કવિ અને લેખક શ્રી સુરેન્દ્રભાઈ ગાંધી
સુરેન્દ્રભાઈ ગાંધી સાથે ફોન ઉપર વાત કરતા તેમના સાહિત્ય કરતા માનવ સંબંધોના નિષ્ણાત વધુ લાગ્યા.હું તેમનો પરિચય પામતો હતો અને તેઓ મારા વિષે વાતો કરતા રહ્યા અને મને હ્યુસ્ટન વિષે કહેતા રહ્યાં સાથે સાથે તેમનો હ્યુસ્ટનની સાહિત્ય પ્રવૃત્તિનાં વખાણ પણ કરતા રહ્યા. તેઓ પણ હ્યુસ્ટન રહ્યા હતા તેથી તેમને હ્યુસ્ટન પણ પોતીકુ ગામ લાગે તેમા નવાઈ તો નહી જ..જોકે હવે હ્યુસ્ટન ખાતે તેઓ બહુ ઓછાને ઓળખે છે.
તેમની વાતો તેમના શબ્દોમાં અત્રે મૂકી રહ્યો છું

મુંબઈની હોમીયોપેથીક કોલેજના સ્નાતક અને ઇન્ડીયન જરનલ ઓફ હોમિયોપેથીના સંપાદક તરીકે કાર્યરત રહ્યા.હ્યુસ્ટન ની બાયલાર કોલેજ માંથી પેથોલોજી વિભાગમાં સાયટોલોજીસ્ટ તરીકે કાર્યાન્વીત રહ્યા કેટલોક સમય તેઓ મેથોડિસ્ટ હોસ્પીટલ અને સેંટ જોસેફ હોસ્પીટલ માં પણ સેવાઓ આપી અને .નિવૃત્ત થયા પછી તેમની સાહિત્ય સર્જન પ્રવ્રુત્તિને વેગ મળ્યો જેના મુખ્ય આધાર સ્તંભો હતા “ગુજરાત દર્પણ” ના સુભાષ શાહ અને “તિરંગા”ના નીતિન ગુર્જર
હાલની તેમની સાહિત્ય સર્જન પ્રવૃત્તિની નોંધ અત્રે છે
- “વ્યોમ વિહાર ” નામની લેખમાળા તેઓ છેલ્લા પાંચ વર્ષથી તિરંગામાં લખે છે
- “ભીતરના વહેણ’ નામે નવલકથા તિરંગામાં લખી રહ્યા છે
- “તરંગના તળિયેથી” લેખમાળા ગુજરાત દર્પણમાં લખી રહ્યા છે
- “રગમચ રાજકારણનો” લેખમાળા ગુજરાત દર્પણમાં ચાલી રહી છે
- ‘પલ્લવી સ્પૃહા” અને “આશાનાં અજવાળાં” નામે કાવ્ય સંગ્રહો પ્રકાશનમા છે
- “આગીયાની ચમક” નામે નવલકથા પ્રકાશનમાં છે
E mail Contact : surugandhi@gmail.com