કંટેન્ટ પર જાઓ

બાગે વફા~બઝમે વફાના મુહમ્મદઅલી યુસુફ ભૈડુ( વફા)

એપ્રિલ 12, 2009

 મહમ્મદ અલી ભૈડુ ‘વફા’ સાહેબ ની ગુજરાતી ગઝલો અને ઉર્દુ બ્લોગની વાતો થી હું સદા રોમાંચીત થતો. આ વેબ શ્રેણી લખાઈ ત્યારે જે પહેલા ૧૫ બ્લોગર મગજમાં હતા તેમા વફા સાહેબ એક હતા. દરેકનો સંપર્ક થઈ શક્યો પરંતુ અમિત પીસાવડીયા અને વફા સાહેબ સદા પત્રવ્યવહારમાં મંદ રહ્યા.. આ સમયે તેમણે તેમને નડતી તકનીકી ક્ષતિઓ અને વ્યસ્તતા જણાવી અને આજે જ્યારે તેમનો પરિચય સાંપડ્યો ત્યારે આદીલ મનસુરી જેવા શાયરે તેમના ઉપર મુકેલા ભરોંસાને યોગ્યતા જણાઈ. ગુજરાતી ભાષા માટે નો પ્રેમ દરેક ગુજરાતીઓનો સમાન હોય છે તે જાતી અને ધર્મનાં બંધનો થી પર હોય છે તે વાતો વારં વાર સિધ્ધ થતી જ હોય છે. વફા સાહેબ તેવું ઉજ્વળ ઉદાહરણ છે. તેમનો પરિચય તેમના જ શબ્દોમાં મુકતા હું ગર્વ અને સન્માનીત થતો હોવાનું અનુભવું છું

wafaphoto

 હમ કુછ ભી નહીં ફીર ભી હમારે હોનેકા હૈ વાહેમાં

વકત કી ચક્કી મેં  પીસકે   મિટ જાયેંગે એક દિનવફા

 

 

નામ: મુહમ્મદઅલી યુસુફ ભૈડુ

 

ઉપનામ(તખલ્લુસ):વફા

 

જન્મ સ્થળ:લુવારા,તાલુકા: મોટામિયાં માંગરોળ જિલ્લો:સુરત ,ગુજરાત. ,ભારત

 

અભ્યાસ:સીવીલ ઈંજિ.(ભારત)સી.એન.સી.પ્રોગ્રામીંગ(કેનેડા)

 

વ્યવષાય: બાપીકો ધંધો ખેતી વાડી(ભારત).1964થી 1972 પબ્લીક વર્કસ ડીપાર્ટમેંટમાં સીવીલ ઇંજી.. માં કામ કર્યું.હાલ બે વર્ષથી  નિવૃત્ત

 

રસ: વાંચન,લેખન,પ્રવાસ

 

 

લખવાનો શોખ,દસમાં ધોરણથી.એમ.એસ. યુની. બરોડામાં પ્રી. સાયન્સમાં શ્રીયુત સુરેશ જોષી પાંસે ગુજરાતી ભણવાનું સદ ભાગ્ય.

 

ગુજરાતી ગઝલનાં ઉસ્તાદ: મર્હુમ મસ્ત હબીબ સારોદી(સુરત)અને આચાર્ય મસ્ત મંગેરા(તંત્રી વ.સમાચાર-સુરત)થી ગઝલોની ઇસ્લાહ લીધી હતી.

 

1965-66થી વ્યવસ્થિત ગઝલો લખી.ઈસ્માઇલી અઠવાડિક(તંત્રી: હસનઅલી નામાવટી)માં તરહી કલમી મુશાયરામાં 1972 સુધી વ્યવસ્થિત ભાગ લીધો.

 

ભારત ના રોકાણ દરમિયાન ગુજરાતમિત્ર,.રંગતરંગ,ઇંન્સાન,શબનમ,વ.સમાચાર,ઇસ્માઈલી,મુઝાહિદ(સુરત),વિ.માં પ્રારંભમાં રચનાઓ પ્રકાશિત થયેલી.ગુજરાતી અને ઉર્દૂ મળી 600 ઉપર ગઝલો લખાઈ છે. હાસ્ય સમ્રાટ આઈ.ડી.બેકાર.નિસાર અહમદ શેખ(શેખ ચલ્લી),સીરતી,રતિલાલ અનિલ,ઉશનશ,ભગીરથ્,ડો.જયંત પાઠક,રાઝ નવસારવી,ડો.અદમ ટંકારવી,રૂસ્વા મઝલુમી, શૂન્ય, ઘાયલ, નાઝ માંગરોલી સાથે  મુશાયરામાં પ્રેક્ષક તેમજ વકતા તરીકે ભાગ લેવાનું સદભાગ્ય પ્રાપ્ત છે.હાસ્ય સમ્રાટ બેકાર સાહેબ સાથે બે, Two મેન શો પણ અનાયાસે કરવા પડ્યા.

 

અહીં ટોરંન્ટોના ગુજરાતી અને હિન્દી સાપ્તાહિકોમાં રચનાઓ પ્રકાશિત થતી રહે છે. 1972માં કેનેડા ગમન પછી વાંચનની પ્રક્રિયા તો ચાલુજ રહી.ઉર્દૂ ઘણું વાંચ્યું.એક ઓરડામાં નાની સરખી લાઈબ્રેરી થઈ ગઈ છે.પણ લેખન કાર્ય લાંબા સમય સુધી બંધ રહ્યું.ધર્મ, તત્વ દર્શન પર કદી કદી દેશ વિદેશમાં પ્રવચનો થતા રહ્યાં.

 

કેનેડા(1972થી) વસવાટ દરમિયાન બે દાયકા સુધી સર્જન કાર્ય સ્થગિત રહ્યું હતું.ટોરંટોમાં તેમજ બ્રિટનમાં જ..અદિલ મન્સૂરી.યુ.કેના ડૉ.અદમ ટંકારવી,પ્રોફેસર મહેક ટંકારવી,જ.અહમદ ગુલ ગુલ,બેદાર લાજપુરી,શબ્બીર કાજી.,દિલીપ ગજ્જર સાથે મુશાયરામાં ભાગ લેવાની તક મળી.

 

પ્રકાશન:

1-બેઅત કી હકીકત (મુ.લે.ડૉ.ઇસ્માઈલ મેમણ-ઉર્દૂમાં)નો ગુજરાતી અનુવાદ-1989

 

2-કોને મળું?(કાવ્ય સંગ્રહ) પ્રકાશન ને આળે છે.

 

3-કોણ માનશે? વિવિધ શાયરોની આ રદીફ પર લખાયેલ જુદી જુદી બહર અને કાફિયા વાળી ગઝલો  એકત્ર કરાઈ રહી છે.સંપાદન હેઠળ છે. પ્રકાશન ની ઈચ્છા છે.

 

4-વતનની લાજ રાખી છે.(કાવ્ય સંગ્રહ) ભવિષ્યમાં પ્રકાશ્ય. 

 

સન્માન: મહેફિલ ગ્રુપ ટોરંટો, કેનેડા તરફથી એમની માન્યતા પ્રમાણે સાહિત્ય સેવા માટે Jewel of Community award-2008

 

 

મારા બ્લોગો:

 

1 બાગે વફા(સ્વરચિત રચનાઓનો  બ્લોગ)(www.arzewafaa.wordpress.com)

 

2 બઝમે વફા~(ગુજરાતી ગદ્ય,પદ્યનો સંકલિત બ્લોગ)(www.bazmewafa.wordpress.com) 

 

3 બાગે વફા ઉદૂ-હિન્દી (ઉર્દૂ, હિન્દી રચનાઓ સંકલિત બ્લોગ)(www.bagewafa.wordpress.com)

 

ઉર્દૂનું નાગરી લિપ્યાંતર અને હિન્દીનું ઉર્દૂ લિપ્યાંતર કરી ઉર્દૂ-હિન્દી ભગિની ભાષાને એના ચાહકો સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ 

 

4 જ.આદિલ સાહેબ મંન્સૂરી માટે  ગુજરાતી,ઉર્દૂમાં બે બ્લોગો ડીઝાઈન કરેલ. થોડી રચનાઓ એમના અર્પણથી મુકેલી.(www.ektinka.wordpress.com)

 

5  Shayri.com(http://www.shayri.com/forums/showthread.php?t=43607&page=7)માં હિન્દી,ઉર્દૂ લિપીમાં ઉર્દૂ ગઝ્લો નો બ્લોગ..જે ઈ-મેલથી અપ ડેટ કરાતો નથી.

 

Contact:

E-mail: abhaidu@yahoo.com

બીજું 1972માં મારા કાવ્ય ગુરુ જ.મસ્ત હબીબ સાહેબ ના નિધન સાથે લખાણ પ્રત્યે એક ઉદાસીનતા આવી ગઈ હતી.મસ્ત હબીબ સાહેબ વિશે સમગ્ર ગુજરાતી સાહિત્ય ઘણું ઓછું જાણે છે.વ્યવસાયે શિક્ષક અને વર્ષોથી સુરત સ્થિત મસ્ત હબીબ સાહેબ એક ઉર્દૂ,ગુજરાતીનાં ઉમદા શાયર હતા.લાગણી વેડા અને ઈશ્કે મિઝાજીનું એમની પાંસે સ્થાન ન હતું.એમની પાંસે  પિંગળ શાસ્ત્રનું ઘણુંજ ઉચ્ચ કોટિનું જ્ઞાન હતું.મુરબ્બી શ્રી રતિલાલ અનિલના શબ્દોમાં એ હકીકી ઉસ્તાદ હતા.અને ઉસ્તાદ બનવાજ સર્જાયા હતા.ગુજરાતી સાહિત્યને એમણે આપેલા એક ડઝનથી વધુ શાયરો એનો પુરાવો છે.

 

ગઝન છંદોમાં રદીફ કાફિયાની સરંચના પૂર્વકની ચુસ્તી,વિચારોનું  ઉત્તમ રોપણ્,શેરિયત.તગઝ્ઝુલ સાથે છંદ ભંગ એ ચલાવી લેતા નહીં.એમની પાંસે ઇસ્લાહ માટે મોકલેલ  દસ બાર શેરોની ગઝલને પાંચ સાત શેરોની કરી દેતા.પરંતુ કથીરને કંચન બનાવી દેતા.મહા ગુજરાત ગઝલ મંડળના સ્થાપના કાળથી એના સક્રિય સભ્ય..ગની દહીંવાલા અને અનિલની ગઝલોની ઇસ્લાહ અમીન આઝાદ કરતા. પરતુ એમાં ક્ષતિ જણાય તો ટોકતા.એમની હાજરીમાં શૂન્ય,ઘાયલ પણ સાવધાની રાખતા

 

One Comment leave one →
  1. એપ્રિલ 13, 2009 6:56 એ એમ (am)

    હમ કુછ ભી નહીં ફીર ભી હમારે હોનેકા હૈ વાહેમાં

    વકત કી ચક્કી મેં પીસકે મિટ જાયેંગે એક દિન—વફા

    વફા સાહેબ ના આ શેર માં જ તેમનું વ્યક્તિત્વ સમાયેલ છે. આગળ શબ્દો નથી મળતા હવે…

Leave a comment