સુધીર પટેલ

2008 October 17
by vijayshah

 

 

દરિયા પાર વસતા ગુજરાતી સર્જક શ્રી સુધીર પટેલ વિષે માહિતીઃ

પૂરું નામઃ                  સુધીર પટેલ, B.Com., CAIIB, CPA.

જન્મ-સ્થળઃ               લાઠી  (કલાપીનગર) જિ. અમરેલી. ગુજરાત.

વિદેશનું સરનામું:           7504 Double Springs Court,

                           Charlotte, NC 28262. USA

 

ગુજરાતનું સરનામું:        ‘નિકેત‘, પ્લોટ નં. 36/A/1,

                           અનંતવાડી, શ્યામલ ફ્લેટની બાજુમાં,

                           ભાવનગર - 364002.

ફોન નં:                    704-598-3434             ઈમેઈલઃ sudhir12@gmail.com

વ્યવસાયઃ                  Financial Analyst, Voluntary Retired from Dena Bank, India.

પ્રકાશિત પુસ્તકોઃ          1) ઉકેલીને સ્વયમના સળ. (ગઝલ-સંગ્રહ)

                              પ્રથમ આવૃત્તિ: જૂન 2008              પૃષ્ઠ સંખ્યાઃ  112

                              પ્રાપ્તિ-સ્થાનઃ 1) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ,

                                                 અમદાવાદ - 380001. ફોનઃ 91+79+22144663 and 22149660

                                             2) પ્રસાર - ભાવનગર, 1888 આતાભાઈ એવન્યુ,

                                                ભાવનગર - 364002. ફોનઃ 91+278+2568452

                                             3) લોક-મિલાપ ટ્રસ્ટ, 1565 સરદારનગર,

                                                 ભાવનગર - 364001. ફોનઃ 91+278+2566402

                                             4) www.gujaratibooks.com

                                             5) www.mydreambook.in

 

                           2) મૂંગામંતર થઈ જુઓ. (ગઝલ-સંગ્રહ)

                               પ્રથમ આવૃત્તિઃ જૂન 1997              પૃષ્ઠ સંખ્યાઃ  88

                               પ્રાપ્તિ-સ્થાનઃ 1) ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળ નાકા સામે, ગાંધીમાર્ગ,

                                                 અમદાવાદ - 380001. ફોનઃ 91+79+22144663 and 22149660

                                              2) પ્રસાર - ભાવનગર, 1888 આતાભાઈ એવન્યુ, 

                                                 ભાવનગર - 364002. ફોનઃ 91+278+2568452

                                              3) લોક-મિલાપ ટ્રસ્ટ, 1565 સરદારનગર,

                                                  ભાવનગર - 364001. ફોનઃ 91+278+2566402

                                              4) www.gujaratibooks.com

                                              5) www.mydreambook.in

                                                                                        

                             3) નામ આવ્યું હોઠ પર એનું અને (ગઝલ-સંગ્રહ)

                                પ્રથમ આવૃત્તિઃ એપ્રિલ  1989              પૃષ્ઠ સંખ્યાઃ  70                

                                પ્રાપ્તિ-સ્થાનઃ 1) પાર્થ પ્રકાશન,

                                                   ’નિકેત‘, પ્લોટ નં. 36/A/1, અનંતવાડી,

                                                   ભાવનગર - 364002 (ગુજરાત) India.

                                             2) www.gujaratibooks.com

 

સુધીર વિષે પ્રતિષ્ઠિત સર્જકો/વિવેચકોનાં મંતવ્યોઃ

                          “ગઝલમાં ઈશ્કેમિજાજીના ઊર્મિઊભરા ઠલવાય એક વાત છે, ઈશ્કે હકીકીની આરઝૂ કલવાય બીજી વાત છે. પણ હાલાતવિષયક વિચાર કે ચિંતન વ્યક્ત થાય તે ત્રીજી વાત છે, અને અઘરી વાત છે. અહીં રચના શુષ્ક અને લપટી પડી જવાનો ખતરો હોય છે. એમાં યે, મર્મસ્પર્શી ચિંતનને સ્વભાવોક્તિમાં ઢાળવું વધુ અઘરી વાત છે. આજકાલ મનહર મોદી કે ભરત ભટ્ટના એવા અભિગમ જોડે સુધીર પટેલનું નામ ઉલટભેર જોડવું પડે એવી તાકાત ગઝલમાં છે. આવી રચનાઓમાં ઓછી-વત્તી ઉદાત્તતા આપોઆપ પ્રભાવકતા જન્માવે છે. નરસિંહ, અખોથી માંડીને આજ સુધીમાં અનેક કવિઓમાં અભિગમ પરિણામકારી રહ્યો છે એની પ્રતીતિ રચનામાં પણ થશે…”.                                                                                                                                                                                       માય ડિયર જયુ  (‘મૂંગામંતર થઈ જુઓગઝલ આસ્વાદ માંથી)

 

સુધીરની ગઝલો એટલે दर्शनात्मक-वर्णनात्मक કવિતા!” 

                                                                                                         પ્રા. શ્રી તખ્તસિહ પરમાર

 

 તમારા ગઝલ-સંગ્રહની સ્ક્રીપ્ટ વાંચતા પ્રથમ નજરે , તમે ગઝલના અનેક છંદો વિવિધ રીતે અજમાવ્યા છે તે અને ક્યાંક છંદને દોઢાવીને કે લંબાવીને નવી રીતે પ્રયોજ્યા છે તે પ્રયોગો દેખાઈ આવે છે. ઘણી કૃતિઓમાં તમે રદીફની અપૂર્વ યોજના પણ કરી છે. ઉત્સાહથી ઉછળતા તમારા જેવા યુવાન કવિ માટે આવું બધું હોવું સહજ છે. અને સહજ છે, આયાસ નથી તેથી તે પ્રશસ્ય છે.” 

                                                        — શ્રી રમેશ પારેખ (ગઝલ-સંગ્રહ મૂંગામંતર થઈ જુઓની પ્રસ્તાવનામાંથી)

 

 અહીં વખણાયેલી મૂળ ચીજનો એક શે પેશ કરું

                                ”દર્પણ દર્પણ ભટકો નહિ ને બિંબ બધાં ફોડી નાખો,

                                 ખુદને મળશો ખુદની અંદર, મૂંગામંતર થઈ જુઓ!”

 શંકરચાર્યના ભજ ગોવિંદમની રગમાં શે મણોઃ

                                ”ભીતર તું ખુદને ખૂબ સજાવી લે સુધીર‘,

                                 પહેરણ જેમ પડ્યું રહેશે શરીર, મૂઢમતે!”

 

નરસિંહ જેવા ભક્તકવિઓનો જામો ગ્રહી કઠોર આત્મપૃથક્કરણ પણ ક્યાં નથી કર્યુ?

                                 “અને ઝોકું આવી ગયું પાછલી ખટઘડી,

                                  ખરું જાગવામાં પનો સહેજ ટૂંકો પડ્યો!”

કૃષ્ણમૂર્તિ, ‘પ્રોસેસ ઓફ બિકમિંગમાં નહિ પણ ઝેન માસ્ટર માફક નિજતામાં-બીઈંગમાં રહેવાની વાત કરી ગયા તેવું શેરમાં થોડુંક    જરૂર અવતર્યુ છેઃ

                                “જિન્દગી ગૈ અન્યના બનવાની કોશિશમાંસુધીર‘,

                                 અવ સ્વયમ તારો થવામાં આંખ આડા કાન કર મા“.

  કવિ અંતરના પટ ખોલી, જાત અંદર ડોકિયું કરી ગાઈ-ગવડાવી શકેઃ

                                “ રાજી રહે એમ  રહેવું, વાલાને શું વઢવું?

                                               કહેવું હો તો ખુદને કહેવું, વાલાને શું વઢવું?”

   કવિ સુધીર ભાવમાં ડૂબી પર્યવસાન પામ્યા નથી, પણ ભાવનિમગ્ન બની ભાવકોને તાટસ્થ્યથી ચેતવી રહ્યા છેઃ

                               “ગઝલ સુધીરવહે ખળખળ, તમે બસ સાબદા રેજો;

                                શબદનાં ફોડીને શ્રીફળ, તમે બસ સાબદા રેજો!”

                                                                         રાધેશ્યામ શર્મા  (‘સાક્ષરજનતો કોને રે કહીએમાંથી)

 

મૂંગામંતર થઈ જુઓ‘: જાત સાથે વાત કરવાનો અવસર પ્રદાન કરતી ક્ષણોનો ગઝલ-સંચય. સુધીર પટેલ નીવડેલા ગઝલકાર છે. તેમના ગઝલ-સંગ્રહની ગઝલો ગઝલચાહકોને અવશ્ય ગમશે. પોતના ગઝલ-સંગ્રહની પ્રસ્તાવનામાં તેઓ લખે છે કેપરંપરાવાદ, આધુનિક્તાવાદ કે અનુઆધુનિકતાવાદ કે પ્રયોગખોરીમાં પડ્યા વગર ગઝલના આંતર-બાહ્ય સ્વરૂપને હેમખેમ જાળવી તેના  અસલ મિજાજને સાકાર કરવાની મથામણ કરી છે…’ પરંપરા કે આધુનિકતા ઉપકરણ તરીકે કામ લાગે, પણ સૌથી મહત્વની વાત છે-રચાયેલી ગઝલમાંકવિતાસિધ્ધ થવી તે. સુધીર પટેલના ગઝલ-સંગ્રહની સંખ્યાબંધ ગઝલોમાં સિધ્ધ થયું છે, એટલે બાકી ચર્વેચર્વણ અહીં અસ્થાને છે. સહજ, સરળ ને અર્થસભર શબ્દોના વિનિયોગથી સર્જક સુંદર રીતે, અસરકારકતાથી ભાવાભિવ્યક્તિ કરી ધાર્યું પરિણામ મેળવી શકે છે. તેમની ગઝલમાં ભાવ ફૂલની જેમ ફોરે છે ને એની મહેક ભાવકને સ્પર્શી જાય છે અને આપણો આપણી જાત સાથે સંવાદ રચી આપે છે.”

                                                                                          શ્રી હસમુખ બારોટ ( ‘ગુજરાત ટાઈમ્સ‘ Feb. 4, 2005)

 

 

સુધીરની ત્રણ ગઝલોઃ               1               2              3

 

સર્જનાત્મક સફરઃ

1980માં અમરેલી મુકામે શરુ થયેલ કાવ્ય-સર્જન ત્યાંના પ્રતિષ્ઠિત સર્જકો સર્વ શ્રી રમેશ પારેખ, અરવિંદ ભટ્ટ અને હર્ષદ ચંદારાણાની હૂંફે પાંગર્યું. 1985માં ભાવનગર બદલી થતા ત્યાંની સાહિત્યિક આબોહવામાં  સાહિત્ય-સંગમ‘, ‘શિશુવિહાર-બુધસભા‘, ‘સંવાદઅનેગદ્યસભાની પ્રેરણાથી પ્રફુલ્લિત થયું અને બે ગઝલ સંગ્રહોનું પ્રકાશન પણ થયું. 1998માં USA આવ્યા બાદ અહીં કુટુંબ સાથે સ્થાયી થવાના  સંઘર્ષમાં છએક વર્ષ એક ગઝલ પણ ના લખાઈ. પરંતુ, મારો ગઝલ સાથેનો નાતો હું ધારું તે કરતા પણ ઊંડો હતો. 2004માં અહીં વસતા કવિ મિત્રોના સંપર્કથી સર્જન પ્રક્રિયા ફરી સક્રીય બની અને અંદર ઘૂંટાયેલી ગઝલોએ અક્ષરદેહ ધારણ કરવા માંડ્યો. પરિણામ સ્વરૂપ 2008માં 100 ગઝલો સાથેનો ત્રીજો સંગ્રહ ઉકેલીને સ્વયમના સળપ્રકાશિત થયો, જેમાં સમય દરમ્યાન પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થયેલ ગઝલો સમાવિષ્ટ છે. ગીતો અને અછાંદસ કાવ્યો પણ લખાયા છે, પરંતુ મૂળ સર્જન-પ્રવાહ ગઝલનો રહ્યો છે.

ગઝલના ઘણાં અર્થોમાંનો એક અર્થ છે વાતચીતપછી તે પ્રિયતમા સાથેનો આલાપ હોય, મિત્ર સાથેની ગોષ્ઠિ હોય, શત્રુ સાથેની નોંકઝોંક હોય, ખુદા સાથેની બંદગી હોય કે પછી સ્વયમ સાથેનો સંવાદ હોય, અને એટલે ગઝલ બોલચાલની ભાષામાં લખાય અને તેમાંથી કાવ્ય-તત્વ નીપજાવે ત્યારે ઓર ખીલે છે અને તે તેની સર્વાધિક લોકપ્રિયતાનું કારણ છે. ગઝલના બે પંક્તિ (મિસરા)ના શેરમાં એક આખો દરિયો ઉછાળવાની તાકાત છે, પગથી માથા સુધી ઝણઝણાટી ફેલાવવાની ખૂબી છે. શરૂઆતથી મારી ગઝલોમાં જાત સાથેની વાતચીત વ્યક્ત થઈ છે અને જીવનના ગહન દર્શન-ચિંતનને સરળ બાનીમાં  ચોટપૂર્વક બખૂબી રજૂ કરવાની કોશિશ કરી છે. સૌરાષ્ટ્ર સાથે જન્મનો નાતો હોઈ મારી ગઝલોમાં બોલચાલની ભાષાનો લ્હેકો, તળપદા શ્બ્દોનો રણકાર, કહેવતો અને રૂઢિપ્રયોગોનો ઉપયોગ સહજ પણે આવે છે.

ગાલિબ સાહેબ કહે છે તેમઃ

दिले  नादां  तुझे  हुआ  क्या है?

आखिर ईस दर्द की दवा क्या है?

દર્દની દવા શાયદ છેગઝલ, ગઝલ અને બસ ગઝલ! જીવનની હર પીડા, ખુશી, દર્દ-દવા, આઘાત-પ્રત્યાઘાત, બનાવ-અણબનાવ, તરસ-તૃપ્તિ, વગેરે ગઝલ રૂપે ઝળહળે છે અને જીવન-પથ પર દર્શનનું અજવાળું પાથરે છે. ગઝલની આંગળી ઝાલીને માત્ર ગઝલ-સર્જક નહીં, પરંતુ ગઝલ-ભાવક પણ હતાશાની ક્ષણોને પાર કરી શકે છે અને સ્વયમના સળ ઉકેલી જાતની ઝલક પામી શકે છે!

 

પ્રતિષ્ઠિત સંપાદનોમાં સમાવેશઃ

1) શ્રી સુરેશ દલાલ સંપાદિતબૃહત ગુજરાતી કાવ્ય-સમૃધ્ધિ‘.

2) શ્રી રાજેશ વ્યાસમિસ્કિન અને શ્રી એસ. એસ. રાહી દ્વારા સંપાદિત ગુજરાતી સાહિત્યની અમર ગઝલો‘.

3) શ્રી ચિનુ મોદી દ્વારા સંપાદિતગુજરાતી પ્રતિનિધિ ગઝલો.

4) શ્રી હર્ષદેવ માધવ દ્વારા સંપાદિતઋતુરાજ વસંત‘.

5) શ્રી રાધેશ્યામ શર્મા દ્વારા સંપાદિત સાક્ષરનો સાક્ષાત્કારભાગ-11

6) શ્રી પ્રિતમ લખલાણી દ્વારા સંપાદિતએક મુઠ્ઠી આકાશ‘.

7) શ્રી મધુ કોઠારી દ્વારા સંપાદિતદીકરી વરસતી વાદળી‘.

8) શ્રી ચંન્દ્રકાન્ત દેસાઈ દ્વારા સંપાદિત ‘Anthology of Poem-2005′.

9) શ્રી પંકજ શાહ દ્વારા સંપાદિતગઝલ-ગરિમા- 2004, 2005, 2006 અને 2007′.

10) શ્રી ચંન્દ્રકાન્ત ટોપીવાળા, શ્રી હરિકૃષ્ણ પાઠક અને શ્રી હેમંત દેસાઈ દ્વારા સંપાદિતગુજરાતી કવિતા ચયન‘  અનુક્રમે વર્ષ 1993, 1994   અને 1997.

11) શ્રી શિશુવિહાર બુધસભા દ્વારા સંપાદિતનીરક્ષીર‘.

 

પ્રતિષ્ઠિત સામયિકો દ્વારા પ્રકાશિતઃ

કવિતા, નવનીત-સમર્પણ, શબ્દ-સૃષ્ટિ, ઉદ્દેશ્ કુમાર, કવિલોક, ગઝલ-વિશ્વ, પરબ, કાવ્ય-સૃષ્ટિ, બુધ્ધિ-પ્રકાશ, તાદર્થ્ય, હયાતી, અખંડઆનંદ,વિ-વિદ્યાનગર,ધબક,તમન્ના, ઈન્દુમૌલિક, ઓળખ,દસમોદાયકો,પુસ્તકાલય,સાંપ્રત,વિશ્રામ,ગુજરાત,રાજભાષા,પોએટ્રી,મોનો-ઈમેજ,ગુજરાત ટુડે,સમય,કચ્છમિત્ર,ઢોલક,મુંબઈસમાચાર-દિવળી વિશેષાંક,રંગતરંગ,કોઈ,રચના,ફૂંક,ચાંદની,અભિષેક,કંકાવટી,

ઊર્મિ-નવરચના,પરખ,પ્રખર,મિલાપ,દેશવિદેશ,ગુર્જરી,ગુજરાત-દર્પણ,ગુજરાત-દર્શન.

આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રસારિત..

પ્રતિષ્ઠિત વેબ-સાઈટ્સ દ્વારા પ્રકાશિતઃ

readgujarati, layastaro, forsv, tahuko, gagarma saagar, gunjarav, gurjar kavya dhara, webmehfil, vichar-vandna, gujaratisahityasarita, gujaratigazal, ghazalgurjari, uddesh, zazi, kesuda, ami zaranu, kavilok, gujpratibha.

 

  

મૂંગામંતર થઈ જુઓ          સુધીર પટેલ

જ્યારે   સૂઝે  ના   કૈં  અક્ષર, મૂંગામંતર   થઈ  જુઓ

ભીતરથી   રણઝણશે   જંતર, મૂંગામંતર  થઈ  જુઓ

 

પુસ્તક  સઘળાં બંધ કરી દ્યો, આંખોને પણ મીંચી દ્યો;

મેળે   મેળે   મળશે   ઉત્તર,  મૂંગામંતર  થઈ   જુઓ!  

 

હોય ભલે ના વાદળ, પણ જો હોય તરસ ભીંજાવાની;

મનમાં  થાશે  ઝીણી  ઝરમર, મૂંગામંતર  થઈ  જુઓ

 

દર્પણ  દર્પણ  ભટકો નહિ  ને બિંબ  બધાં ફોડી  નાખો,

ખુદને  મળશો  ખુદની  અંદર, મૂંગામંતર  થઈ  જુઓ!  

 

જળતરંગ  માફક  ઊઠો  ને ત્યાં  સુધી પહોંચો  સુધીર‘,

ખુદ  થઇ જાશો  સુંદર  સરવર, મૂંગામંતર  થઈ  જુઓ!  

 

                                 સુધીર પટેલ.    

  

  

 મળજો મને          સુધીર પટેલ

હોય  જે  કૈં  શક્યમાં  મળજો  મને,

સાવ   પૂરા   સત્યમાં  મળજો  મને.

 

ના   રહે    અવકાશ   કોઈ   તર્કનો,

શુધ્ધ  એવા  તથ્યમાં  મળજો  મને.

 

સ્થિર   રાખી  ચિત્ત  હું  વીંધી  શકું,

એમ  ફરતા  લક્ષ્યમાં  મળજો  મને!

 

બસ  મળો તો  આપણા  થૈને  મળો,

ના  કદી પણ અન્યમાં મળજો  મને!

 

કોઈ અંતિમનો નથી આગ્રહસુધીર‘,

 ઈચ્છું  મધ્યમાં મળજો  મને!

                          — સુધીર પટેલ.

 

 

 

સાંભળ્યું છે          સુધીર પટેલ

સાંભળ્યું  છે  કે  હજી    સાંભળે છે,

ભેદ   ખોટાને   ખરાનો  પણ  કળે  છે.

 

સાંભળ્યું  છે    ગલીથી  નીકળે  છે,

રાહ   જોનારાઓને   કાયમ   મળે  છે!

 

સાંભળ્યું  છે  ક્યાંય  દેખાતા નથી પણ,

આમ   જુઓ   તો  બધે  ઝળહળે  છે!

 

સાંભળ્યું  છે  કે  નર્યો  અવકાશ છે  ,

પણ હલે  તો  ચૌદ ભુવન ખળભળે છે!

 

સાંભળ્યું  છે  વજ્રથી  પણ છે કઠણ ,

જાત   સળગે   મીણ  જેવું  પીગળે  છે!

 

સાંભળ્યું  છે  કે   છે  નિરાકાર  સુધીર‘,

તો    ધારો     રૂપે  તમને  ફળે  છે!

                            — સુધીર પટેલ.

12 Responses leave one →
  1. 2009 January 16

    સાંભળ્યું છે કે છે નિરાકાર ‘સુધીર‘,

    તો ય ધારો એ રૂપે તમને ફળે છે!

    Dear સુધીર પટેલ,

    I hope Best to come!

    Rajendra

  2. 2009 June 19

    કવિશ્રી સુધીરને જાણે પ્રત્યક્ષ મળ્યો હોઉં તેટ્લો આનંદ થયો.

  3. 2009 June 30
    nitin talati permalink

    gujarati ma tatha hindima temni kruti mani
    sundar vichar ni abhvyakti kavya dwara mani
    abhinandan

  4. 2009 July 10

    Dear Sudhirbhai,

    I read about you.I felt I really know you.I read about Bhavnagar,and places in Bhavnagar, like Lokmilap and Shishuvihaar.I remember Bhavanagar like my own town.
    My brother in law lives in Bhavnagar. I loved your gazals.I am writing too, very biggner.Pls visit my site and give me your suggestion. I will be honored.
    Sapana

Trackbacks & Pingbacks

  1. મહોબત કરીએ « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  2. ઉદાસ રહેવાના « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  3. એક મુક્તક « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  4. चाहिए ! « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  5. खुदा छूटा ! « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  6. એક મુલાકાત « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  7. અફવા થઈ ગયો ! « ગુર્જર કાવ્ય ધારા………a way of talking
  8. અફવા થઈ ગયો ! « ગુર્જર કાવ્ય ધારા………a way of talking

Leave a Reply

Note: You can use basic XHTML in your comments. Your email address will never be published.

Subscribe to this comment feed via RSS