ડો. લલિત પરીખ -નટવરભાઇ મહેતાનાં “લલિત સર”
ટોપ બ્લોગ પોસ્ટમાં લલિતભાઇની વાર્તા જોઇ. વાંચી અને સરસ લાગતા બ્લોગ જરા વધારે ફંફોસ્યો તો તેમનો આખો વાર્તા સંગ્રહ વાંચવા મળ્યો..”નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકમાં મુકી શકાય તેવું લલિત સર નું પાત્રાંકન વાંચ્યુ અને તેમનો પરિચય મારા બ્લોગ ઉપર મુકવાનું મન થયુ. તેમના બ્લોગ http://lalitparikh.wordpress.com/ ઉપરથી તેમનો પરિચય અત્રે મુકુ છુ. મને આશા છે કે તેમની વાર્તા સજાવવાની પ્રક્રિયા..તેમની શૈલી અને સમગ્ર વાર્તા તત્વ ની ચમત્કૃતિ એટલી સરસ છે કે જાણે વિવ્ધ રંગોની સુંદર કલાત્મક રંગોળી ન હોય!
લલિતભાઇ પરીખ વિશે…્તેમના જ શબ્દોમાં…
હું લલિત પરીખ.
મારો જન્મ ૧૯૩૧માં..
શરૂના ૮ વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.
૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ધિ.
“કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ’રમીમાસ્ટર’.
‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ.પ્રતિમા,સવિતા,વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.
બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં,બાલજીવનમાં.એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી.નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ અને રશ્મિ. નાનપણથી મંડળો સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારું જીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારું-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે,જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ. જે સમયાંતરે અહિં આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.
આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે.
પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ આવી છે;પણ પોતાનું સઘળું કામ હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું.
આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે.
આપનો લલિત પરીખ.
તેમનો સંપર્ક
Dr. Lalit Praikh
2004 MOUNTAIN PINE DRIVE
MECHANICSBURG PA 17050
Phone:717-728-9801
email:
lalitparikh31@gmail.com
ડૉ નટવરભાઇ ગાંધી-સોનેટ ગાંધી
વિજય શાહ અને ડો નટવરભાઇ ગાંધી
ડૉ નટવર ગાંધી ” પ્રથમ” નાં ઉપક્રમે હ્યુસ્ટન આવ્યા અને એમના સોનેટૉ એમના ભાવ વહી અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો.સવારનાં નવનાં ટકોરે સતીશભાઇ સાથે તેમનુ “ભોજન” રેસ્ટોરંટમાં સતિશભાઇ સાથે આગમન થયું ત્યારે પહેલી નજરે ન જાણાયું કે તેઓ અમેરિકાનાં મુખ્ય નાણાકીય અધિકારી છે અને ગુજરાતનુ અને ગુજરાતીઓનું આગવુ ગૌરવ છે પણ જ્યારે માઇક ઉપર પૃથ્વી છંદમાં સોનેટો એમના મૃદુ અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો ત્યારે લાગ્યું કે ગુજરાતી ભાષા પણ તેમના સર્જનો દ્વારા જીવંત છે. તેઓ ગાંધીજીનાં ઉપદેશોને જાણે છે અને પાળે પણ છે. અમેરિકાની ધરતીમાં રહેલી સારપને માણે છે અને ભારતનાં સંસ્કારોની ધૂળ માથા પર રાખે છે. પૂર્વ અને પશ્ચિમનું સુભગ સમન્વય તેમનમાં જણાય છે. તેમનો પરિચય આ પાવર પોઇંટ પ્રેઝન્ટેશન Natwar Gandhi-vishal થકી મળશે.
જેમના મિત્રો પન્નાબેન નાયક અને સુરેશ દલાલ જેવા સમર્થ સાહિત્ય કારો હોય તેઓનાં સર્જનો માણો www.narwargandhi.com ઉપર. તેમના બે સોનેટ સંગ્રહો ઇંડિયા ઇંદિયા અને અમેરિકા અમેરિકા વાંચ્યા પછી અમેરિકનગુજરાતીઓ તેમને સોનેટ ગાંધી કહે તે યોગ્ય જ છે
2011 in review
ચિત્રકલા અને સાહિત્યનો સુભગ સંગમ એટલે દીલીપ અને સરયૂ પરીખ
“નીતરતી સાંજ Essence of Eve” સરયૂ પરીખ ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો, અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના, અનોખા પુસ્તકનુ પ્રકાશન.
ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો.વિનોદભાઈ જોશીના
હસ્તે, સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ, સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું. “જાહ્ન્વી સ્મૃતિ” કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો. અનેક કવિમિત્રોનો
ભાવવિભોર પ્રતિભાવ “નીતરતી સાંજ” વિષે મળ્યો.
અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા,પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના, કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા.
કવિશ્રી વિનોદભાઈ જોશીના શબ્દોમાં, “….આ પુસ્તક ઘણા જતનથી સર્જાયુ છે એ હાથમાં લેતા જ ખબર પડે છે. “નીતરતી સાંજ” કે જીવનનો નિચોડ અને આ સુંદર ચિત્ર સાથે જે રીતે લખાયુ છે, એ ઘણુ કહી જાય છે. ભાવભરી રચનાઓ સાથે સુંદર ચિત્રોનો સુમેળ……..”
કવિ મુનિભાઈના શબ્દોમાં, “….It has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation. The most important aspect is that Karuna and Samatva – that takes you to the path of Budha of compassion and wisdom. Read more…
મંદાર જોગલેકર- વૈશ્વિક ઈ બુક પ્રકાશક
ભારતિયો કોમ્યુટર ફીલ્ડમાં હંમેશા આગળ હોય છે તે મારી માન્યતાને સાચી પાડતી ઘટના જ્યારે ઈ બૂક પ્રકાશક ગૂગલ પર શોધતો હતો ત્યારે www.bookganga.com ની સાઈટ મળી જે http://www.myvishwa.com ની એક શાખા હતી.
ભારતીય ભાષાનાં પુસ્તકો વૈશ્વિક સ્તરે ભારતિય ચલણમાં મળતા જોઇ મન ગર્વાન્વિત થઇ ગયું. વેબ પેજ પર ખાં ખોળા કરતા જણાયું કે આ સ્વપ્નુ માય વિશ્વ કરીને તેમના બૃહદ સ્વપ્ન નો ભાગ હતો… કોમ્પ્યુટર થકી થતી દરેક વસ્તુઓમાં તે જવા માંગે છે
નવી પેઢીનો આ સાહસિક સાથે ઘણી વાતો કરી અને લાગ્યું કે ટૂકા ગાળામાં ઘણી બધી ભાષાઓના પુસ્તકો મુકી તેઓ ભારત ની એમેઝોન થવાનું ઝનુન રાખે છે. હાલ્માં ૩૫૦૦૦ કરતા વધુ પુસ્તકો રાકહ્તી આ પ્રકાશક નવી તકનીકોથી વાકેફ છે અને અમેરિકા અઓસ્ટ્રેલીઅ આને ભારતમાં પૂણે મુંબૈ ખાતે ઓફીસ ધરાવતી છેલ્લા ૩ વર્ષથી ચાલતી સંસ્થા છે .
તેઓની સંપર્ક માહિતી
|
Reach Us at
|
||
|
United States-Corporate Office
MyVishwa
Corporation 104 Kingston Way, North
Wales, PA, 19454, USA. Contact Person: Mr. Mandar JoglekarT : +1-215-997-2055, +1-215-264-4995 |
India-Technology Center
MyVishwa
Technologies Pvt. Ltd. 16, Sawali, Panmala, Off Sinhagad
Road, Pune-411030, Maharashtra, India. Contact Person: Mrs. Vandana M : +918600761110 / T : +91-20-2432 0686 Mr. Mayuresh M : +918600751110 |
Australia-Business Development
Center MyVishwa
Corporation 4/6 Studley Road,
Ivanhoe, VIC 3079, Australia. Contact Person: Mrs. Swati – T : 061-3 94998263 |
પ્રવિણ શાસ્ત્રીનો “શ્વેતા” લઈને સાહિત્ય જગતમાં ૭૦ વર્ષે પ્રવેશ
વિમોચન નાં સમાચાર પ્રસિધ્ધિનાં બીજે દિવસે પ્રવિણભાઇને ફોન કર્યો અને મને તો તે તરતજ ઓળખી ગયા.. વિજયભાઇ સ્પીક બીંદાસ્ત પરનાં તમારા પરિચય અને પ્રવિણ પટેલ દ્વારા તમારા માટે લખાઅયેલ બટ મોગરાનાં લેખથી હું આપને ઓળખતો હતો.. આજે મને ફોન કરીને તમે પોતિકો કર્યો.. કહો કહો મારે શું કરવાનું છે..મેં અભિનંદન આપ્યા અને જાણે જુગ જુના ભાઇ બંધ હોય તેમ જેમણે એમની બધી વાતો કહેવામાંડી…૧૯૫૭નાં પ્રથમ વર્ષે પ્રથમ વાર્તા લખી, ફોટા સાથે છપાઈ તેથી બહુ ફુલાયો પછી તો ઘણી બધી વાર્તાઓ લખાઈ અને છપાતી ગઈ પણ તે શોખમાં ઇંટર સાયંસમાં ફેલ થયા અને ભણતર સિવાયનાં અન્ય ઈતર પ્રવૃત્તિઓની બંધી સાથે લેખન બંધ થઈ ગયુ . અ૯૬૮ માં લંડન અને ૧૯૭૦માં અમેરિકા સ્થાઇ થયા…૨૦૦૮ સુધી ..શરીરે સાથ આપ્યો એટલે કામ કર્યુ અને હવે થાક જણાયો તેથી નિવૃત થયો.. અને પેલો ધરબાઇ ગયેલો લેખન નો શોખ સુભાષભાઇની સહાય થી ફરી પાંગર્યો.. ધર્મ પત્નિયોગિની બહેન ની પ્રેમ સહાયથી ગુજરાતી સાહિત્ય જગતને તેમનો એક ખોવાઇ ગયેલો લેખક૪૫ વરસ પછી પાછો મળ્યો.
સમાજે જે આપ્યું તેનું ઋણ અદા કરવાનાં તેમના માંગલીક પ્રયત્ન સાથે તેમને બીરદાવતા એટલું કહીશ કે મા સરસ્વતીનાં આશિર્વાદ થી તમે આ પ્રયાસ આદર્યો અને ઉજમાણ કર્યો.. આવનારા વર્ષોમાં પણ વધુ લખો અને આ મનગમતી પ્રવૃત્તિનાં ગુલાલને વધુ ગમતો કરો
ભારતમાં આ પુસ્તક શ્રી મહેશ ભટ્ટ ” સ્વાગત” બ્રહ્મણ ફળીયા જલાલપોર નવસારી અને અમેરિકામાં યોગિન શસ્ત્રી 6 savria court Howell NJ 07731 USA પરથી ઉપલબ્ધ થશે ભરત્માં આ પુસ્તક્ની કિંમત રૂઇપ્યા ૧૨૫.૦૦ અને અમેરિકામાં તે ડોલર ૧૦.૦૦ ની છે.
એકત્ર -અતુલ રાવલનું ગુજરાતી સાહિત્યને ડીજીટાઇઝ કરવાનું સુંદર સ્વપ્નુ.
૨૦૦૬માં જ્યારે બ્લોગરોનું વિશ્વ સંમેલન વેબ પેજ ઉપર મળ્યુ ત્યારે પેન્સીલ્વીયાનાં જય ભટ્ટ ગાંધીજીનાં પુસ્તકનું તેમની યુનીવર્સીટીમાં ડીજી ટાઇઝેશન કરતા હતા અને એવો આશા વાદ સેવતા હતા કે ગુજરાતી સાહિત્યનાં સંવર્ધનને ક્ષેત્રે આ કાર્ય જ્યારે થશે ત્યારે ભાષાની ચિરંજીવતા વધશે. ૨૦૧૧માં રસેશભાઇ દલાલે મને જ્યારે આ ઇ મેલ મોકલી ત્યારે હું આનંદ થી ઝુમી ઉઠ્યો કેમ કે એ સ્વપ્નુ સાચું કરવાનું બીડું શ્રી અતુલ રાવલે ઉઠાવ્યું.
તેમનો ઇ મેલ આ રીતનો હતો
મિત્રો,
આપ જાણો છો તેમ, હવે નવા આવી રહેલા આ સમયમાં ગુજરાતી ભાષાના પુસ્તકોને કોમ્પુટર અથવા આઈપેડ જેવા નાના ઈબુક રીડર ઉપર વાંચી શકાય અને જ્યાં ઓડિયો પુસ્તકો ઉપલબ્ધ હોય ત્યાં સાંભળી પણ શકાય તેવો એક પ્રયત્ન ‘એકત્ર’ દ્વારા હાથ ધરાયો છે. આ વાત ગુજરાતના પ્રકાશકો અને લેખકો સુધી પહોંચાડવા અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા બહોળી હાજરીવાળા વર્કશોપ પછી ઘણા હકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે. એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર નવા નવા પુસ્તકો હવે દેખાઈ રહ્યાં છે. છેલ્લા આઠેક મહિનામાં આઈપેડ ઉપર દુનિયાભરના ત્રણેક હાજર ગુજરાતી વાચકોએ ફ્રી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર હજારેક વાચકોએ રજીસ્ટર કરી વધારે પુસ્તકો ઉપલબ્ધ થાય અને કોમ્પુટર ઉપર વાંચી-સાંભળી શકાય તેવી વ્યવસ્થા માગી રહ્યા છે. હાલ આ પુસ્તકો આઈપેડ કે આઈફોન પૂરતા જ મર્યાદિત છે. સાવ પહેલેથી સોફ્ટવેર, વેબસાઈટ અને જુદી જુદી એપ્લીકેશન્સ તેયાર કરવામાં; પુસ્તકોને આ નવા પરિવેશમાં ઢાળવામાં અને તેથીય વિશેષ તો પ્રકાશકો અને લેખકોને આ નવા અનુભવમાં જોડાવવામાં થોડો સમય જઈ રહ્યો છે; જેમાં વાચકોને થોડી ધીરજ રાખવા વિનંતી છે. પણ મારે સહર્ષ જણાવવું છે કે આ વાત લઈને જયારે હું પહેલી વાર મુ. મહેન્દ્ર મેઘાણી અને સુરેશ દલાલને મળ્યો ત્યારે તરત જ લોકમિલાપ અને ઈમેજ પબ્લિકેશનના પુસ્તકો ઉપલબ્ધ કરવાનું સ્વીકાર્યું. અને આજે અપૂર્વ આશરના અથાગ પ્રયત્નોને પરિણામે એમાંના થોડાં પુસ્તકો સુંદર ઈબુક રીડરે ઉપલબ્ધ છે. અને હવે પછી રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ તથા ગુર્જર પ્રકાશન, સન્માન પ્રકાશન, નવજીવન પ્રકાશન જેવા પ્રકાશકો તરફથી આપણા ઘણા જાણીતા લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ થવામાં છે. વળી સુભાષ શાહ તરફથી ઘણી ઓડિયો પણ આવવામાં છે.
આ આખાય તાજા યત્નને સિતાંશુ યશશ્ચંદ્ર, ભોળાભાઈ પટેલ, સુદર્શન આયંગર, પ્રકાશ શાહ, દીપક દોશી, રાજેન્દ્ર પટેલ, દર્શિની દાદાવાળા, ચિંતન શેઠ, ઉત્તમ ગજ્જર જેવા પુસ્તક-પ્રેમિયોનો સક્રિય સહકાર સંપન્ન થયો છે. જત એજ જણાવવાનું કે કોમ્પુટર ઉપર વાંચી શકાય તેવો સોફ્ટવેર અને આ નવી રીતિના પુસ્તકો તેયાર કરવામાં હજુ થોડો સમય જશે. દરમ્યાન આપના તરફથી કોઈ સૂચનો હોય તો જરૂર અહીં atulraval@ekatrabooks.com ઉપર મોકલશો.
-અતુલ રાવલ
“એકત્ર” : પરિચય
આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?
ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.
‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.
‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.
સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.
ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.
www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.
-દર્શિની દાદાવાળા
Contact
Ekatra Books
Atul Raval
135 Tradition Pkwy
Flowood, MS 39232-8021
Phone: 704-756-1325











